રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરમાં ફ્લાઇટ બુકિંગ શરૂ, આ તારીખે ભરશે ઉડાન

News18 Gujarati
Updated: July 22, 2022, 1:57 PM IST
રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરમાં ફ્લાઇટ બુકિંગ શરૂ, આ તારીખે ભરશે ઉડાન
અકાસાની પહેલી ઉડાન 7 ઓગસ્ટે હશે

Akasa Air: બોઇંગ 737 મેક્સ પ્લેન સાથે પ્રથમ ફ્લાઇટ મુંબઇ-અમદાવાદ રુટ પર હશે

  • Share this:
મુંબઇ: આખરે અકાસા એર (Akasa Air) ઉડાન ભરવા માટે તૈયાર છે. આજથી કંપનીએ ફ્લાઇટનું બુકિંગ (flight booking) શરૂ રકી દીધું છે. શેર બજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ના રોકાણવાળી અકાસાની પહેલી ઉડાન 7 ઓગસ્ટે હશે. બોઇંગ 737 મેક્સ પ્લેન સાથે પ્રથમ ફ્લાઇટ મુંબઇ-અમદાવાદ રુટ પર હશે.

આજે શુક્રવારે અકાસા એરે એક નિવેદન જાહેર કરી માહિતી આપી છે. કંપનીએ કહ્યું કે, અમે 28 ફ્લાઇટ માટે ટિકિટનું વેચાણ ચાલુ કરી દીધું છે. 7 ઓગસ્ટથી મુંબઇ-અમદાવાદ રુટ પર અને 13 ઓગસ્ટથી બેંગલુરુ-કોચી રુટ પર ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે.

દર મહિને બે નવા વિમાન

અકાસા એરના કો-ફાઉન્ડર અને ચીફ કોમર્શિયલ ઓફિસર પ્રવીણ અય્યરે કહ્યું કે, અમે નવા બોઇંગ 737 મેકસ વિમાન સાથે મુંબઇ અને અમદાવાદ વચ્ચે ઉડાનો સાથે સંચાલન શરુ કરી રહ્યા છે. અમે તબક્કાવાર નેટવર્ક વિસ્તાર યોજના પર કામ કરીશું. ધીમે-ધીમે નવા શહેરોને જોડીશું. અમે દર મહિને બે નવા વિમાન જોડવાની યોજના સાથે આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો: Stock Tips: આજે આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી!

ડીજીસીએએ 7 જુલાઇએ અકાસા એરને પોતાનું એર ઓપરેટર સર્ટિફિકેટ (એઓસી) આપ્યું હતું. ગયા વર્ષે ડીજીસીએ દ્વારા લીલીઝંડી મળ્યા બાદ અકાસા એરે 26 નવેમ્બરે બોઇંગ સાથે 72 મેક્સ વિમાન ખરીદવાની ડીલ કરી હતી.આ ઉપરાંત કંપની જોરશોરથી ક્રૂ મેમ્બરની નિમણૂક કરી રહી છે. ગયા સપ્તાહે કંપનીએ ટ્વિટ કરીને એરલાઇન સેક્ટરમાં જોડાયેલા લોકોને અકાસામાં એપ્લાઇ કરવા કહ્યું હતું. કંપનીની વેબસાઇટ પર પણ નવી હાયરિંગ સંબંધિત પોસ્ટ જોઇ શકો છો.
Published by: Azhar Patangwala
First published: July 22, 2022, 1:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading