Video: મુકેશ અંબાણી સહકુટુંબ બાપ્પાના શરણે, લાલબાગચા રાજાના કર્યા દર્શન

News18 Gujarati
Updated: September 9, 2022, 1:17 PM IST
Video: મુકેશ અંબાણી સહકુટુંબ બાપ્પાના શરણે, લાલબાગચા રાજાના કર્યા દર્શન
દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ સહપરિવાર લાલબાગચા રાજાની ચરણ વંદના કરી.

Mukesh Ambani at Lalbagcha Ganpati: દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ સહપરિવાર લાલબાગ ચા રાજાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે તેમની સાથે દીકરો અનંત અંબાણી પણ હાજર રહ્યો હતો અને પિતા પુત્રએ બાપ્પાની ચરણ વંદના કરીને આશિર્વાદ મેળવ્યા હતા.

  • Share this:
મુંબઈઃ દેશમાં આજે રંગેચંગે ગણપતિ વિસર્જનનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આજે અનંત ચતુર્થીના દિવસે મુંબઈ સહિત દરેક જગ્યાએ ગણપતિ વિસર્જન કરવામાં આવશે. આ પહેલા લોકો પોતાના આરાધ્ય બાપ્પાના અંતિમ દર્શન માટે જુદી જુદી જગ્યાએ પહોંચી રહ્યા છે. ત્યારે દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ સહપરિવાર લાલબાગ ચા રાજાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે તેમની સાથે દીકરો અનંત અંબાણી પણ હાજર રહ્યો હતો અને પિતા પુત્રએ બાપ્પાની ચરણ વંદના કરીને આશિર્વાદ મેળવ્યા હતા.



મહત્વનું છે કે દર વર્ષે લાલબાગચા રાજાનું દર્શન સદનસીબ અને સમૃદ્ધિ લાવનારું માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ દર વર્ષે લાલબાગચા રાજાના દર્શને આવે છે અને પ્રાર્થના તેમજ માનતાઓ કરે છે. તેમજ સુખી જીવન અંતે ગણેશજીના આશીર્વાદ મેળવે છે. લાલબાગચા રાજાએ મહારાષ્ટ્રમાં ગણેશોત્સવનો ખૂબ મહત્વનો ભાગ છેય. જ્યાં છેલ્લા 88 વર્ષથી લાલબાગચા રાજાના દર્શન માટે ગણેશોત્સવના 9 દિવસ દરમિયાન દેશભરમાંથી લોકો આવે છે.

લાલબાગચા રાજાનો ઈતિહાસ


લાલબાગચા રાજાના ગણપતિને “નવસાચા ગણપતિ” એટલે કે બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરનાર ગણપતિ માનવામાં આવે છે. તેથી અહીં લાખો શ્રદ્ધાળુઓ તેમની ઈચ્છાપૂર્તિની અભિલાષા સાથે આવે છે. પહેલા ‘સાર્વજનિક ગણેશોત્સવ મંડળ, લાલબાગ’ તરીકે ઓળખાતું લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળ 1934માં લાલબાગ એરિયામાં કોળી સમાજના માછીમારો દ્વારા શરુ કરવામાં આવ્યું હતું.

1932માં થઈ પહેલીવાર સ્થાપના

મુંબઈમાં લાલબાગચા રાજા ગણેશોત્સવનો ઇતિહાસ જાણીતો છે. અહીં 1932માં પેરુ ચૌલનું બજાર તોડી પડ્યા બાદ લાલબાગમાં કાયમી બજાર ઉભું કરવાના હેતુથી અહીં લાલબાગચા રાજાની સ્થાપના કરવાની શરૂઆત થઇ હતી. રત્નાકર કાંબલી નામના મૂર્તિકારે 1935માં લાલબાગચા રાજાની મૂર્તિનું રક્ષણ કર્યા બાદ કાંબલી પરિવાર દર વર્ષે આ મૂર્તિની જવાબદારી સંભાળે છે.
Published by: Mitesh Purohit
First published: September 9, 2022, 1:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading