Net Banking Password: નેટ બેન્કિંગને લઈને SBIએ આપી ટિપ્સ, આ રીતે બનાવો વધુ સુરક્ષિત પાસવર્ડ
News18 Gujarati Updated: January 7, 2023, 9:00 PM IST
હેકિંગથી બચવું તમારા ડેટા તેમજ બેંકમાં રહેલા તમારા પૈસાની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
SBI Net bBanking: જો તમે પણ SBIની નેટબેંકિંગ સુવિધાનો ઉપયોગ કરો છો તો આ માહિતી તમારા માટે ઉપયોગી છે. હકીકતમાં બેંક ઓફ ઈન્ડિયાએ ઈન્ટરનેટ બેંકિંગ સેવાઓ માટે પાસવર્ડ બનાવવા માટે કેટલીક પદ્ધતિઓ આપી છે.
Net Banking Password Tips: દુનિયામાં પાસવર્ડ હેકિંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. બેંક એકાઉન્ટ અને ઈ-મેલ હેક થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ક્યારેક કોઈની બેંક ખાલી થઈ જાય છે તો ક્યારેક કોઈને ધમકીઓનો સામનો કરવો પડે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 'SBI ઓનલાઈન' ઈન્ટરનેટ બેંકિંગ સેવાઓ માટે પાસવર્ડ જનરેટ કરવાની કેટલીક પદ્ધતિઓ આપી છે. મજબુત પાસવર્ડ ન હોવાને કારણે તમને ઘણું નુકસાન થઈ શકે છે.
હેકિંગથી બચવું તમારા ડેટા તેમજ બેંકમાં રહેલા તમારા પૈસાની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ પ્રકારના ગુનાથી બચવા માટે જરૂરી છે કે તમે તમારો પાસવર્ડ સુરક્ષિત અને મજબૂત બનાવો.
આ પણ વાંચો:
8 મહિના પછી ટાટા સ્ટીલમાં આવી ચમક, એક્સપર્ટે કહ્યું,‘આંખ બંધ કરીને લગાવી દો રૂપિયા’SBI ઓનલાઈન
જ્યારે તમે કોઈપણ બેંકમાં ખાતું ખોલો છો ત્યારે બેંક તમને નેટ બેંકિંગની સુવિધા પૂરી પાડે છે. મોટાભાગે ગ્રાહકો સક્ષમ પાસવર્ડ બનાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઈન્ટરનેટ બેંકિંગ સેવાઓ માટે પાસવર્ડ જનરેટ કરવાની કેટલીક પદ્ધતિઓ લઈને આવી છે.
આ રીતે મજબૂત પાસવર્ડ બનાવો
- પાસવર્ડ બનાવતી વખતે હંમેશા એવો શબ્દ પસંદ કરો જે અંગ્રેજી શબ્દકોશમાં ઉપલબ્ધ ન હોય.
- પાસવર્ડમાં તમારું નામ, તમારું કુટુંબ અથવા વાહન નંબર મૂકો.
- તમારો પાસવર્ડ વારંવાર બદલો.
- તમારો પાસવર્ડ યાદ રાખો પરંતુ તેને ક્યાંય લખો કે પેસ્ટ કરશો નહીં.
- તમારો પાસવર્ડ ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં.
આ પણ વાંચો:
Traffic Rules: વાહનોમાં આ ફેરફાર કરશો તો થઇ જશે ખિસ્સા ખાલી, ભરવો પડશે રૂ.25,000 સુધીનો દંડ
પાસવર્ડ બનાવવા અને સુરક્ષિત કરવા સંબંધિત કેટલીક અન્ય માહિતી
- જો તમે તમારો લોગિન પાસવર્ડ ભૂલી જાઓ તો શું થશે?
- સાઇટમાં 'ફર્ગેટ પાસવર્ડ' લિંક પર ક્લિક કરો અને માગેલી માહિતી દાખલ કરો.
- 10 ચાલુ દિવસોમાં તમારા નોંધાયેલા સરનામા પર નવો પાસવર્ડ મોકલવામાં આવશે.
- પાસવર્ડ ગમે ત્યારે અને ગમે તેટલી વખત બદલી શકાય છે.
જ્યારે તમે પહેલીવાર ઓનલાઈનએસબીઆઈમાં લોગીન કરો છો ત્યારે બેંક તમારા માટે સિસ્ટમ જનરેટ કરેલ યુઝર નેમ અને પાસવર્ડ બદલવાનું ફરજિયાત બનાવે છે. પછીથી કોઈપણ સમયે, તમે તમારો પાસવર્ડ બદલી શકો છો.
Published by:
Darshit Gangadia
First published:
January 7, 2023, 9:00 PM IST