Stock To Watch Today: બજાર સપાટ ઓપન થયું, આ શેર્સમાં ભારે મૂવમેન્ટ દેખાઈ શકે
News18 Gujarati Updated: January 20, 2023, 9:32 AM IST
શેરબજારમાં આજે શું થશે? કમાણી માટે તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ
BSE sensex: બજારમાં આજે મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે મજબૂતાઈ જોવા મળી શકે છે. તેમજ કેટલાકી કંપનીઓના ત્રિમાસિક ગાળાના પરિણામોને લઈને પણ આ શેર્સમાં આજે મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે.
મુંબઈઃ ભારતીય શેરબજારને આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે વિદેશી બજારોમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. મંદીની આશંકા વચ્ચે અમેરિકન અને યુરોપિયન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાને ગઈ કાલે ફુગાવાના આંકડા જાહેર કર્યા છે, જેમાં 1981 પછીની સૌથી મોટી તેજી જોવા મળી છે.
આ પહેલા ગુરુવારે સ્થાનિક ભારતીય જારોમાં સતત બે દિવસની તેજીને બ્રેક લાગી હતી. આજે બજાર માટે કયા સંકેતો છે અને સમાચારોના આધારે કયા શેરો એક્શનમાં રહી શકે છે? આવો જાણીએ. ગઈકલાના કારોબારની વાત કરવામાં આવે તો બજારના બંને મુખ્ય ઇન્ડેક્સો ઘટાડા સાથે બંધ થયા હતા. ગઈકાલે સેન્સેક્સ 187 અંકના ઘટાડા સાથે 60,858 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 58 અંક ઘટીને 18,108 પર બંધ થઈ હતી.
આ પણ વાંચોઃ 5 લાખના રોકાણવાળો આ બિઝનેસ 50 હજારમાં શરું કરો, બાકીના રુપિયા સરકાર આપશેવિદેશી બજારોમાંથી સંકેતો
આર્થિક મંદીનો ડર હવે અમેરિકન કંપનીઓના પરિણામો પર પણ દેખાઈ રહ્યો છે. આ જ કારણ છે કે ગુરુવારે યુએસ માર્કેટ ઘટાડા સાથે બંધ થયું. ખર્ચ પર દબાણની ચેતવણી બાદ પ્રોક્ટર એન્ડ ગેમ્બલના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન રોકાણકારોને ડર છે કે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાથી અર્થતંત્ર પર પણ ખરાબ અસર પડી શકે છે. ગુરુવારે ડાઉ જોન્સ 206 પોઈન્ટ ઘટીને 33,090 પર અને S&P ઈન્ડેક્સ 26 પોઈન્ટ ઘટીને 3,903 પર બંધ થયો હતો. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ ઈન્ડેક્સ 90 પોઈન્ટ ઘટીને 10,867 પર બંધ થયો હતો. ગઈ કાલે યુરોપિયન માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
જાપાનમાં ફુગાવાનો દર 4.9% પર પહોંચી ગયો છે, જે 1981 પછીનો સૌથી મોટો વધારો છે. નિક્કેઈ સપાટ વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસાંગ અને શાંઘાઈ કમ્પોઝીટ લગભગ અડધા ટકાની સ્પીડ સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. કોસ્પી ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ શેર નથી લોટરી છે આ તો, 6 મહિનામાં 550% રિટર્ન અને હવે 1 શેરની સામે 10 શેર મળશે
FIIs - DIIs આંકડા
ગુરુવારે વિદેશી રોકાણકારોએ રોકડ બજારમાં રૂ. 400 કરોડના શેરની ખરીદી કરી હતી. સ્થાનિક રોકાણકારોએ ગઈકાલે રોકડ બજારમાં રૂ. 129 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જાન્યુઆરી 2023માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ કુલ રૂ. 17,878 કરોડનું વેચાણ કર્યું છે. જ્યારે સ્થાનિક રોકાણકારોએ અત્યાર સુધીમાં કુલ રૂ. 14,672 કરોડની ખરીદી કરી છે.
આ પણ વાંચોઃ નવા નવા લિસ્ટ શેર્સ પર MFવાળાઓને છે ભારે પ્રેમ, 850 કરોડની ખરીદી કરી, તમારી પાસે છે આમાંથી કોઈ?
આજે કયા શેરો પર રહેશે ફોકસ?
- હિન્દુસ્તાન યુનિલિવરઃ આ FMCG સેક્ટરની કંપનીનો સ્ટેન્ડઅલોન નફો ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 11.7% વધીને રૂ. 2,505 કરોડ થયો છે. જ્યારે, આ સમયગાળા દરમિયાન આવકમાં 16.3%નો વધારો થયો છે, જે 15,228 કરોડ રૂપિયા છે. કંપનીના સ્થાનિક વોલ્યુમમાં 5%ની વૃદ્ધિ જોવા મળી છે. ત્રીજા ક્વાર્ટરમાં આ કંપનીનો ઓપરેટિંગ નફો (EBITDA) 7.9% વધીને રૂ. 3,537 કરોડ થયો છે. જો કે, માર્જિન 1.8% ઘટીને 23.2% થયું. મોંઘા કાચા માલની અસર માર્જિન પર જોવા મળી હતી. રોયલ્ટી ફી વિશે વાત કરીએ તો, કંપનીએ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ત્રીજા ક્વાર્ટરમાં યુનિલિવર પીએલસીને 3.45% આપ્યા છે.
- PVR: ડિસેમ્બર ક્વાર્ટરમાં આ મલ્ટિપ્લેક્સ ઓપરેટરનો કોન્સોલિડેટેડ નફો રૂ. 161. કરોડ રહ્યો છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં આ કંપનીને રૂ. 10.2 કરોડની ખોટ થઈ હતી. કોન્સોલિડેટેડ આવક 53% વધીને રૂ. 941 કરોડ થઈ છે. ઓપરેટિંગ નફો 75% વધીને રૂ. 288.8 કરોડ થયો છે અને માર્જિન લગભગ 4% વધીને 30.7% થયો છે.
- સન ફાર્મા: આ ફાર્મા સેક્ટરની કંપની કોન્સર્ટ ફાર્માસ્યુટિકલ્સને શેર દીઠ $8ના ભાવે કુલ $576 મિલિયનમાં હસ્તગત કરશે. કોન્સર્ટના હિતધારકોને પણ CVR મળશે, જેના હેઠળ તેમને શેર દીઠ $3.5 નો નફો મળશે. આ કંપની અંતિમ તબક્કાની બાયોટેકનોલોજી કંપની છે.
- કેન ફિન હોમ્સઃ ત્રીજા ક્વાર્ટરમાં આ કંપનીનો નફો વાર્ષિક ધોરણે 31% વધીને રૂ. 151.1 કરોડ થયો છે. ઓછી જોગવાઈને કારણે કંપનીના નફામાં આટલી તેજી જોવા મળી છે. કંપનીની વ્યાજની આવક વાર્ષિક ધોરણે 22.23% વધીને રૂ. 251.71 કરોડ થઈ છે. જ્યારે, સંપત્તિની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળ્યો છે અને નોન-પરફોર્મિંગ એસેટ એટલે કે NPA 0.60% છે. નેટ એનપીએ પણ 0.05% ઘટીને 0.30% થઈ ગઈ છે.
- હિન્દુસ્તાન ઝિંક: ત્રીજા ક્વાર્ટરમાં આ કંપનીનો કોન્સોલિડેટેડ નફો 20.2% ઘટીને રૂ. 2,156 કરોડ થયો છે. મોંઘા ઇંધણ ખર્ચ, ઓછી કમાણી અને ઓપરેટિંગ આવકને કારણે નફાને અસર થઈ છે. કંપનીની આવક 1.6% ઘટીને રૂ. 7,866 કરોડ થઈ છે. જ્યારે ઓપરેટિંગ નફો પણ 15.2% ઘટીને રૂ. 3,707 કરોડ થયો છે. માર્જિનમાં 7.6%નો ઘટાડો હતો અને તે ઘટીને 47.1% થયો છે. કંપનીએ શેર દીઠ રૂ. 12નું વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. જ્યારે કંપનીએ કહ્યું છે કે તે વેદાંતા પાસેથી ઇન્ટરનેશનલ ઝિંક એસેટ્સ ખરીદશે. આ માટે, THL $2,981 મિલિયનમાં Zincના શેર ખરીદશે.
- L&T Tech: એન્જિનિયરિંગ સર્વિસ સેક્ટરની આ IT કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 303.6 કરોડનો નફો કર્યો છે. ક્વાર્ટર-ટુ-ક્વાર્ટરના આધારે તેમાં 7.5%નો વધારો થયો છે. કંપનીની આવક 2.7% વધીને રૂ. 2,048.6 કરોડ થઈ છે. જ્યારે ડોલરની આવક 0.4% વધીને $248 મિલિયન થઈ છે. કંપનીનો EBIT 6.3% વધીને રૂ. 382.9 કરોડ થયો છે. જ્યારે માર્જિનમાં 0.60% નો વધારો થયો છે, જે પછી તે 18.7% પર પહોંચી ગયો છે. કંપનીને એરબસ પાસેથી ઘણા વર્ષોનો કોન્ટ્રાક્ટ પણ મળ્યો છે.
- TCS: કેનેડિયન બિઝનેસ જેટ મેન્યુફેક્ચરિંગ કંપની Bombardier એ કંપની સાથે વ્યૂહાત્મક IT પાર્ટનર તરીકે જોડાણ કર્યું છે. આ કરાર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઈનોવેશન વધારવા માટે કરવામાં આવ્યો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:
Mitesh Purohit
First published:
January 20, 2023, 9:07 AM IST