બજારના સતત ઘટાડા વચ્ચે આ સ્મોલ કેપ સ્ટોકમાં ભડકો, શેર રોકેટ થયા

News18 Gujarati
Updated: September 28, 2022, 11:36 AM IST
બજારના સતત ઘટાડા વચ્ચે આ સ્મોલ કેપ સ્ટોકમાં ભડકો, શેર રોકેટ થયા
માર્કેટમાં અફરાતફરી વચ્ચે આ સ્મોલ કેપ્સ શેરમાં રોકાણકારો માલામાલ બન્યા

Small Caps Stock Tips: શેરબજારમાં એક તરફ જ્યાં છેલ્લા કેટલાય દિવસથી અફરાતફરી મચી રહી છે ત્યાં 14 રુપિયાના સ્મોલ કેપ્સ શેરમાં મંગળવારે જોરદાર તેજીના કારણે અપર સર્કિટ લાગી હતી. આ શેર હિન્દુસ્તાન કંસ્ટ્રક્શન કંપની (HCC) નો છે જેમાં મંગળવારે 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

  • Share this:
મુંબઈઃ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની (HCC)ના શેર ગઈ કાલે 20 ટકાના વધારા સાથે બંધ થયા હતા. બજારના ઘટાડા વચ્ચે કંપનીના એક નિવેદનથી આ શેરમાં જબરદસ્ત ઉછાળો હતો. HCCએ સોમવારે કહ્યું કે તેણે તેણે ડેટ રિઝોલ્યુશન પ્લાન પૂર્ણ કરી લીધો છે. આ પછી, મંગળવારે કંપનીના શેરમાં 19.97 ટકાનો ઉછાળો આવ્યો અને 14.66 રૂપિયાની કિંમત પર પહોંચી ગયો.

શેરના વોલ્યુમમાં 10.79 ગણો ઉછાળો આવ્યો હતો અને BSE પર 1,42,33,809 શેરનો વેપાર થયો હતો. જ્યારે ડિલિવરેબલ શેર્સની સંખ્યા 59,11,301 રહી હતી. જણાવી દઈએ કે આ શેરે છેલ્લા 1 વર્ષમાં લગભગ 50 ટકા અને 2 વર્ષમાં 170 ટકા રિટર્ન આપ્યું છે.

આ પણ વાંચોઃ સોનું ચાંદીમાં ઘટાડો યથાવત, ચાંદી 55 હજાર નીચે પહોંચી ગયું

કંપની નિવેદન


કંપનીએ રેગ્યુલેટરને આપેલી માહિતીમાં કહ્યું કે તેણે આરબીઆઈની ગાઈડલાઈન મુજબ તેના ડેટ રિઝોલ્યુશન પ્લાન સાથે સંબંધિત કાર્યવાહી પૂર્ણ કરી છે. HCC અનુસાર, કંપનીના બોર્ડ મેમ્બરોએ 29 ઓગસ્ટ 2021 અને 23 માર્ચ 2022ના રોજ એક્સ્ટ્રા-ઓર્ડિનરી જનરલ મીટિંગમાં આ માટે પરવાનગી આપી હતી. કંપનીએ કહ્યું છે કે તેણે ફાયદાકારક આર્થિક વ્યાજ સાથે તેની રૂ. 2,854 કરોડના દેવાની ચૂકવણી કરી છે. તેમજ પ્રોલિફિક રિઝોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડને 6,508 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે પ્રોલિફિક રિઝોલ્યુશન પ્રાઈવેટ લિ. કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.

આ પણ વાંચોઃ ડેબિટ/ક્રેડિટ કાર્ડના નવા નિયમો: ટોકનાઇઝ કરવાના સ્ટેપ્સ અને જાણવા જેવી અન્ય સઘળી માહિતી

HCC શું કરે છે


હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની એન્જિનિયરિંગ અને બાંધકામ સેવાઓ, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસ અને વ્યવસ્થાપન સેવાઓ પ્રદાન કરે છે. તે બાંધકામ, વીજળી, પાણી, મકાન અને ઔદ્યોગિક પ્રોજેક્ટ માટે એન્જિનિયરિંગ અને બાંધકામ સેવાઓ પ્રદાન કરે છે. આ સિવાય તે ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટ્સમાં પણ કામ કરી રહી છે. તેના પરિવહન પ્રોજેક્ટ્સમાં રોડ, હાઇવે, એક્સપ્રેસ વે, બ્રિજ, એલિવેટેડ કોરિડોર, રેલવે, મેટ્રો રેલ, બંદર બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ આગામી સમયમાં શેરબજારમાં થઇ શકે છે ઉથલપાથલ, જાણો રોકાણકારોએ શું કરવું

શેરની સ્થિતિ


મંગળવારે કંપનીના શેર અપર સર્કિટ સાથે બંધ થયા હતા. જો કે આ પહેલા કંપનીના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. મંગળવારે 20 ટકાની તેજીને કારણે કંપનીએ મહિનામાં 15 ટકાનું વળતર આપ્યું છે. તેમજ જો લાંબા ગાળાની વાત કરીએ તો, આ શેરે 5 વર્ષમાં 51 ટકાની ખોટ કરી છે. જો કે, તેણે પહેલા અને ત્રીજા વર્ષમાં અનુક્રમે 49 અને 61 ટકા વળતર આપ્યું છે. વર્તમાન શેરના ભાવે તેનું માર્કેટ કેપ રૂ. 1846 કરોડ છે. જૂન ક્વાર્ટરમાં કંપનીને રૂ. 279 કરોડનું નુકસાન થયું છે.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: September 28, 2022, 11:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading