Stock Market: આજે પણ બજારનો મૂડ પોઝિટિવ, સેન્સેક્સ બનાવી શકે છે 2022નો નવો હાઈ

News18 Gujarati
Updated: September 13, 2022, 8:17 AM IST
Stock Market: આજે પણ બજારનો મૂડ પોઝિટિવ, સેન્સેક્સ બનાવી શકે છે 2022નો નવો હાઈ
સેન્સેક્સ આજે ચાલુ વર્ષનો નવો હાઈ બનાવી શકે છે, નિષ્ણાતોએ કહ્યું માર્કેટ હજુ પણ રોકેટની જેમ ભાગશે.

Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે સતત પાંચમા દિવસે પણ તેજી જોવા મળી શકે છે અને એ સાથે સેન્સેક્સ આ વર્ષની નવી ઉંચી સપાટી બનાવી શકે છે. જોકે તેમ છતાં સેન્સેક્સ તેના ઓલ ટાઈમ હાઈ 62,245થી હજુ પણ 2000 અંક પાછળ છે. આ સાથે કેટલાક ટોચના એક્સપર્ટનું કહેવું છે કે બજારમાં તેજીનું સેન્ટિમેન્ટ છે અને તે શોર્ટ ટર્મ માટે આગળ પણ યથાવત રહી શકે છે. પરંતુ બજારમાં એક મજબૂત અપસાઈડ બ્રેકઆઉટ માટે જરુરી મજબૂત ટેકાનો હજુ પણ અભાવ છે.

  • Share this:
મુંબઈઃ ભારતીય શેરબજારમાં સતત ચાર કારોબારી સત્રથી તેજી જોવા મળી રહી છે અને ગ્લોબલ માર્કેટથી મળતા પોઝિટિવ સંકેતોથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ પણ બનેલું છે. તેવામાં આજે પણ બજારનો જોશ હાઈ જોવા મળી શકે તેવી પૂરી શક્યતા છે. જો આજે પણ શેરબજારમાં એટલી જ તગડી તેજી જોવા મળી તો સેન્સેક્સ આજે વર્ષ 2022ની ટોચની સપાટી સ્પર્શી શકે છે. મહત્વનું છે કે ગઈકાલના સત્રમાં સેન્સેક્સે 322 અંક ઉછળીને 60 હજારનો આંકડો પાર કરી લીધો હતો અને 60115 પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 103 અંક ઉછળીને 17936 પર બંધ થઈ હતી.

આ પણ વાંચોઃ  બજારમાં તોફાની તેજી વચ્ચે જાણો એક્સપર્ટ આશીષ બહેતી પાસેથી કમાણીના શેર્સ

તેવામાં આજે એક્સપર્ટનું માનવું છે કે શેરબજારમાં આગ ઝરતી તેજી આગળ પણ ચાલું રહી છે. ગ્લોબલ માર્કેટમાં ધીરે ધીરે આવી રહેલી તેજીની અસર સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી રહી છે. જો આજે પણ ખરીદદારોએ જોર પકડ્યું તો સેન્સેક્સ 5 એપ્રિલ 2022ના 60176ના સ્તરને પાર કરી જશે અને આ વર્ષનો નવો હાઈ બનાવી શકે છે. જોકે સેન્સેક્સ તેના ઓલ ટાઈમ હાઈ 62,245થી હજુ પણ 2000 અંક પાછળ છે. HDFC Securitiesના નાગરાજ શેટ્ટીનું માનીએ તો એક નિશ્ચિત ગતિથી આગળ વધી રહેલા બજારમાં નિફ્ટી માટે 17800 પર સ્થિત રેઝિસ્ટન્સ તૂટી ગયું છે પરંતુ હજુ પણ બજારમાં એક મજબૂત અપસાઈડ બ્રેકઆઉટ માટે જે જરુરી ટેકો જોઈએ તેનો અભાવ છે. તેમ છતાં શોર્ટ ટર્મમાં તો નિફ્ટી પોઝિટિવ જ જોવા મળી રહી છે. જોકે 18000ના સ્તરે પહોંચ્યા પછી નિફ્ટીમાં ગમે ત્યારે ઘટાડો આવી શકે છે.

આ પણ વાંચોઃ આ ત્રણ પ્રકારના પાંદડાની કરો ખેતી અને દર મહિને મેળવો બમ્પર આવક

અમેરિકા અને યુરોપિય બજારમાં તેજી


અમેરિકન શેરબજારમાં ફરી એકવાર રોનક પરત ફળી રહી છે. યુએસમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારો અને રોજગારના આંકડા નબળા રહેવા છતાં રોકાણકારોને શેરબજારમાં ભરોસો સતત વધી રહ્યો છે. જ્યારે એક તરફ કેટલાક લોકો મંદીની આશંકા સેવા રહ્યા છે. રોકાણકારોના આ ભરોસાના કારણે જ પોતાના છેલ્લા કારોબારી સત્રમાં અમેરિકાના પ્રમુખ ઇન્ડેક્સો પૈકી એક NASDAQ પર 1.27 ટકાની તેજી જોવા મળી હતી.અમેરિકાની પાછળ પાછળ યુરોપિયન માર્કેટમાં પણ તેજી પરત ફરી રહી છે. યુરોપમાં મંદીની આશંકાઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી યુરોપિયન માર્કેટો ઉછળા સાથે બંધ થઈ રહ્ય છે. યુરોપના મુખ્ય શેરબજારો પૈકી એક જર્મની સ્ટોક એક્સચેન્જે પોતાના છેલ્લા કારોબારી સત્રમાં 2.40 ટકાની ધોમ તેજી નોંધાવી હતી. જ્યારે ફ્રાન્સનું શેરબજાર પણ 1.95 ટકાની તેજી સાથે ઉછળ્યું હતું. આ ઉપરાંત લંડન સ્ટોક એક્સચેન્જ પર પણ છેલ્લા સત્રમાં 1.66 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ નિષ્ણાતે કહ્યું આ 3 શેરમાં દમ લગાવીને રોકાણ કરો, ટૂંકાગાળામાં તગડી કમાણી થશે

એશિયન માર્કેટ પણ ગ્રીન ઝોનમાં


એશિયામાં મોટાભાગના શેરબજાર આજે સવારે તેજી સાથે ખુલ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.60 ટકા અને જાપાનનો નિક્કેઈ 0.35 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે દ.કોરિયાનો કોસ્પી 2.09 ટકાના જબરજસ્ત ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તાઈવાનના શેરબજારમાં 0.72 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો ચીનના શંઘાણી કોમ્પોઝિટમાં પણ 0.13 ટકાની તેજી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ 50 વર્ષે નિવૃત્તિ લઈને દુનિયા ફરવા 30 વર્ષે જ આ રીતે પ્લાનિંગ કરો અને પછી જીવો મજાની લાઈફ

વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો


ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. તે વિદેશી રોકાણકારોની સતત વધી રહેલી ખરીદી પરથી જોઈ શકાય છે. ગત કારોબારી સત્રમાં પણ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 2049.65 કરોડ રુપિયાના શેર ખરીદ્યા છે. જોકે આ દરમિયાન સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ 890.51 કરોડ રુપાયના શેરનું વેચાણ કર્યું છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: September 13, 2022, 7:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading