Multibagger Share: આ ત્રણ મલ્ટિબેગર કેમિકલ શેરોએ રોકાણકારોને આપ્યુ 800 ટકા સુધી વળતર, બ્રોકરેજ હાઉસ હજુ પણ બુલિશ

News18 Gujarati
Updated: September 29, 2022, 3:11 PM IST
Multibagger Share: આ ત્રણ મલ્ટિબેગર કેમિકલ શેરોએ રોકાણકારોને આપ્યુ 800 ટકા સુધી વળતર, બ્રોકરેજ હાઉસ હજુ પણ બુલિશ
કેમિકલ સેક્ટરના કેટલાક શેરે તો લાંબાગાળાના રોકાણકારોને 800 ઘણું રિટર્ન આપ્યુ

Multibagger Chemical Shares: ઘણા કેમિકલ શેરો લાંબા સમયથી રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપી રહ્યા છે. આ સેક્ટરના કેટલાક શેરે તો લાંબાગાળાના રોકાણકારોને 800 ઘણું રિટર્ન આપ્યુ છે. બજારના નિષ્ણાતો અને બ્રોકરેજ હાઉસ હજુ સુધી કેમિકલ સેક્ટરને લઈને પોઝિટિવ છે.

  • Share this:
નવી દિલ્હીઃ ઘણા કેમિકલ શેરો લાંબા સમયથી રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપી રહ્યા છે. આ સેક્ટરના કેટલાક શેરે તો લાંબાગાળાના રોકાણકારોને 800 ઘણું રિટર્ન આપ્યુ છે. બજારના નિષ્ણાતો અને બ્રોકરેજ હાઉસ હજુ સુધી કેમિકલ સેક્ટરને લઈને પોઝિટિવ છે. આ જ કારણ છે કે, તેમની માન્યતા અનુસાર આ સેક્ટરના કેટલાક શેર આગળ પણ રોકાણકારોને શાનદાર વળતર આપી શકે છે.

આ પણ વાંચોઃ 93 ટકા સુધી નફો અપાવશે આ હોસ્પિટલ ચેઈનના શેર, ભારે ડિસ્કાઉન્ટ સાથે રૂપિયા રોકાણ કરવાની તક

ભારતીય કેમિકલ કંપનીઓને રી-રેટિંગ કરાઈ



બ્રોકરેજ હાઉસ જેએમ ફાઈનાન્સિયલનું કહેવુ છે કે, ગત 2-3 વર્ષમાં સારી કિંમત, કાચા તેલની સ્થિર કિંમત અને ચીન+1 નીતિના લાભને જોતા, ભારતીય કેમિકલ કંપનીઓને રી-રેટિંગ કરવામાં આવી છે. આમાં મજબૂત કમાણી વૃદ્ધિની અપેક્ષા છે.

આરતી ઈન્ટસ્ટ્રીઝે આપ્યો 800 ટકા નફો


ફાઈનાન્શિયલની એક રિપોર્ટ અનુસાર, કેમિકલ સેક્ટરના શેર આરતી ઈન્ડસ્ટ્રીઝ લાંબાગાળાના રોકાણકારોને 800 ઘણો નફો આપી ચૂક્યો છે. 1 જાન્યુઆરી, 1999ના રોજ આ મલ્ટીબેગર શેરનો ભાવ એક રૂપિયાની નજીક હતો. જ્યારે 28 સપ્ટેમ્બર 2022 એ તેનો ભાવ 800 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ રીતે તેણે રોકાણકારોને 79,900 ટકા વળતર આપ્યુ છે. બ્રોકરેજ હાઉસ જેએમ ફાઈનાન્સિયલે આ શેરને બાય રેટિંગ આપીને તેની કિંમતને 960 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.આ પણ વાંચોઃ ...તો બંધ થઇ શકે છે વોડાફોન-આઇડિયા કંપની, ઈન્ડ્સ ટાવર્સ બાદ ATC લેશે એક્શન 

અતુલ ઈન્ડસ્ટ્રીઝને ખરીદવાની સલાહ


કેમિકલ કંપની અતુલ લિમિટેડના શેરે પણ લાંબાગાળાના રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. 1 જાન્યુઆરી 1999ના રોજ આ મલ્ટીબેગર શેરની કિંમત 22 રૂપિયા હતી, જે 28 સપ્ટેમ્બર 2022ના રોજ 8,940 થઈ હતી. આ રીતે રોકાણકારોને લગભગ 45,000 ટકા વળતર મળ્યુ છે. જેએમ ફાઈનાન્સિયલે આમાં ખરીદીની સલાહ આપી છે અને તેની કિમતને 10,145 રૂપિયા ટાર્ગેટ આપવામાં આવ્યો છે.


સુદર્શન કેમિકલમાં કમાણી માટે તક


સુદર્શન કેમિકલ ઈન્ડસ્ટ્રીનો શેર મલ્ટીબેગર સાબિત થયો છે. 17 મે 2006ના રોજ આ શેરની કિમત 21 રૂપિયા હતી, જે 28 સપ્ટેમ્બરે વધીને 420 રૂપિયા થઈ હતી. આ રીતે તેણે રોકાણકારોને 1,901 ટકા વળતર આપ્યુ છે. બ્રોકરેજ હાઉસ જેએમ ફાઈનાન્સિયલ હજુ પણ શેરને લઈને બુલિશ છે. બ્રોકરેજે તેને બાય રેટિંગ આપતા તેની કિમતને 585 રૂપિયાનો ટાગ્રેટ આપ્યો છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Sahil Vaniya
First published: September 29, 2022, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading