બજારમાં બુલ્સનો જોશ હાઈ, આગામી 6 મહીના સુધી રહેશે ઓટો સેક્ટરમાં તેજી


Updated: September 9, 2022, 2:18 PM IST
બજારમાં બુલ્સનો જોશ હાઈ, આગામી 6 મહીના સુધી રહેશે ઓટો સેક્ટરમાં તેજી
બજારમાં બુલ્સનો જોશ હાઈ, આગામી 6 મહીના સુધી ઓટો સેક્ટરમાં તગડી કમાણી

Indian Stock Market: ભારતીય શેરબજારમાં તેજીની ચમક જોવા મળી રહી છે. તેમાં પણ મહામારી પછી ગ્રામ્ય ઈકોનોમીમાં જોરદાર સુધાર આવતાં જ ટૂ વ્હીલરની માગ વધી છે. આ સમયે માર્કેટન નિષ્ણાત દેવેન ચોક્સી કહે છે કે આગામી 6 મહિના માટે ઓટો સેક્ટરના શેરમાં જોરદાર તેજી જોવા મળી શકે છે. તમે પણ આ શેર્સમાં રોકાણ કરીને તગડી કમાણી કરી શકો છો.

  • Share this:
સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજારમાં બુલ્સ (Market Bulls on High)માં ભારે જોશ જોવા મળી રહ્યો છે. બજારની આગળની શક્યતાઓ અંગે વાત કરતા કે આર ચોક્સી હોલ્ડિંગ્સના દેવેન ચોક્સી (Deven Choksey)એ CNBC આવાઝને જણાવ્યું કે, પેસેન્જરની સાથે સાથે કોમર્શિયલ ગાડીઓની માંગ પણ લોકોમાં ખૂબ ઝડપથી વધતી જોવા મળી રહી છે. આ સાથે જ ગ્રામીણ ઇકોનોમામાં સુધારથી ટૂ-વ્હિલર કંપનીઓમાં સારી રીકવરી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ કોટલ મ્યુચ્યુઅલ ફંડે લોન્ચ કર્યું બિઝનેસ સાયકલ ફંડ, જાણો તમારે રોકાણ કરવું કે નહીં

પેસેન્જર અને કોમર્શિયલ વ્હિકલની માંગમાં તેજી હજુ પણ યથાવત છે. ઓટો સેક્ટર (Auto Sector Hike)માં આગળ હજુ પણ તેજી જોવા મળી શકે છે. મોનસૂન પછી ઓટો સેક્ટરમાં તેજી શક્ય છે. ગ્રામીણ ઇકોનોમીમાં સુધારો થવાથી ટૂ-વ્હિલરની માંગ વધશે. દેવેન ચોક્સીનો મંતવ્ય છે કે આગામી 6 મહીના ઓટો સેક્ટર માટે શાનદાર રહેશે.

આજે કેવી છે બજારની ચાલ


સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજારમાં બુલ્સનો જોશ હાઇ જોવા મળી રહ્યો છે. નિફ્ટી 17,550ની નજીક જોવા મળી રહ્યો છે. તો બેંક નિફ્ટી 40,000ને પાર કરી ચૂક્યો છે. મિડકેપ ઇન્ડેક્સ પણ ફૂલ જોશમાં છે. આજના વેપારમાં આ ઇન્ડેક્સ લગભગ 0.5 ટકા વધી ચૂક્યો છે. બજારમાં ચારે તરફ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ  અહીં જાણો સોવરેન ગોલ્ડ બોન્ડ પર કેટલો ટેક્સ વસૂલવામાં આવે છે અને ક્યારે લાગે છે ટેક્સ?NBFCs, સરકારી બેંક, ફાઇનાન્સ, IT શેરોમાં પણ તેજી પકડવાની શરૂઆત થઇ ચૂકી છે. ICICI બેંક નવા શિખર પર જોવા મળી રહી છે. તો મેટલ અને રિયલ્ટી શેરોમાં આજે થોડી નબળાઇ જોવા મળી છે.

MMTC-STCને બંધ કરવાની તૈયારીમાં સરકાર


કાચા તેલમાં ઘટાડો આવવાથી OMCs અને પેન્ટ શેરોમાં તેજી આવી ગઇ છે. BPCL 4 ટકા ઉછળ્યો છે. તો એશિયન પેન્ટ, બર્જર પેન્ટ અને પિડિલાઇટમાં પણ રોનક જોવા મળી રહી છે. સિમેન્ટના શેરોમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી રહી છે. FNOના ટોપ ગેનર બનેલ શ્રી સિમેન્ટ આજે 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. જેકે સિમેન્ટ, અલ્ટ્રાટેક અને અંબુજા પણ 2થી 3 ટકાના ઉછાળા સાથે સારો દેખાવ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ iPhone 14 ખરીદવા જેટલી રકમમાં થઈ શકે મસમોટી કમાણી? આવો છે ફંડા

બીજી તરફ સરકારી MMTC અને STSને બંધ કરવાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. બંને કંપનીઓ હવે એક્સપોર્ટ-ઇમ્પોર્ટની સરકારી એજન્સી નહીં રહે. સીએનબીસી આવાજના એક્સક્લુઝીવ અહેવાલ બાદ STC3 ટકા અને MMTC 5 ટકા સુધી પટકાયા છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: September 9, 2022, 2:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading