Multibagger stock: આ મલ્ટીબેગર સ્ટોકે આપ્યું 1800 ટકા વળતર, રૂ. 28.6થી રૂ. 546.5એ પહોંચ્યો


Updated: July 21, 2022, 7:15 AM IST
Multibagger stock: આ મલ્ટીબેગર સ્ટોકે આપ્યું 1800 ટકા વળતર, રૂ. 28.6થી રૂ. 546.5એ પહોંચ્યો
મલ્ટીબેગર સ્ટૉક

પાંચ વર્ષ પહેલાં રૂ. 1 લાખનું રોકાણ કરનારને રૂ. 6.90 લાખ અને છ વર્ષ પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કરનારને 19 લાખ મળ્યા હોત.

  • Share this:
દિલ્હી: રાઘવ પ્રોડક્ટિવિટી એન્હાન્સર્સ લિમિટેડ (Raghav Productivity Enhancers Ltd) વર્તમાન સમયે સમાચારોમાં છે. સિલિકા રેમિંગ માસ ટુ ફાઉન્ડ્રી અને કાસ્ટિંગ ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરે વેચાણ માટે યુનાઇટેડ કિંગડમ સ્થિત કેપિટલ રિફ્રેક્ટરીઝ લિમિટેડ સાથે ભાગીદારી (Partnership) કરવા બદલ તેના પર લોકોનું ધ્યાન ગયું છે.

બીજી તરફ રાઘવ પ્રોડક્ટિવિટી શેર (Raghav Productivity share price)ના કારણે રોકાણકારોને મળેલું રિટર્ન (Return) પણ ચર્ચાનો વિષય રહ્યો છે. રાઘવ પ્રોડક્ટિવિટીમાં રાકેશ ઝુનઝુનવાલા, મુકુલ અગ્રવાલ, રમેશ દામાણી, ઉત્પલ શેઠ સહિતના દિગ્ગજ રોકાણકારોનું રોકાણ છે. છેલ્લાં છ વર્ષમાં આ શેરનો ભાવ રૂ. 28.60થી વધીને રૂ. 546.50ના સ્તરે પહોંચી ગયો છે. જેને લઈને રોકાણકારોને એકંદરે 1800 ટકા વળતર મળ્યું છે.

રાઘવ પ્રોડક્ટિવિટી શેરની કિંમતમાં થયેલો વધારો

Livemintના અહેવાલ અનુસાર, ઓગસ્ટ 2021થી કોન્સોલિડેશન તબક્કામાં રહ્યા પછી રાઘવ પ્રોડક્ટિવિટીનો સ્ટોક છેલ્લા એક મહિનામાં જોરદાર ઉછળ્યો છે. છેલ્લા એક મહિનામાં આ મલ્ટિબેગર સ્ટોક રૂ. 459થી વધીને રૂ. 546.50ના સ્તરે પહોંચ્યો છે. જે આ સમયગાળામાં આશરે 20 ટકા અપસાઇડ છે.

આ શેરે છેલ્લા એક વર્ષમાં માત્ર 5 ટકા વળતર આપ્યું છે. ઓગસ્ટ 2021માં આ સ્ટોકનો ભાવ 52-વીકની ઊંચી સપાટી એટલે કે, રૂ. 1,008.50 એ પહોંચ્યો હતો. બીજી તરફ મે 2022માં તેમાં 52-વીકની નીચી સપાટી એટલે રૂ. 434નો ભાવ જોવા મળ્યો હતો.

જો કે, છેલ્લા 5 વર્ષમાં આ મલ્ટિબેગર સ્ટોક રૂ. 79.29થી વધીને રૂ. 546.50ના સ્તરે પહોંચી ગયો છે. જે આ સમયગાળામાં 590 ટકાનો વધારો દર્શાવે છે. એ જ રીતે છેલ્લા 6 વર્ષમાં આ સ્ટોક રૂ. 28.61થી વધીને રૂ. 546.50ના સ્તરે પહોંચ્યો હતો. જે આશરે 1800 ટકાનો વધારો દર્શાવે છે.રોકાણકારોને કેટલા વર્ષમાં કેટલું વળતર મળ્યું?

એક મહિના પહેલાં આ શેરમાં રૂ.1 લાખનું રોકાણ કરનારાને રૂ.1.20 લાખ, એક વર્ષ પહેલાં રૂ. 1 લાખનું રોકાણ કરનારનને 1.05 લાખ, પાંચ વર્ષ પહેલાં રૂ. 1 લાખનું રોકાણ કરનારને રૂ. 6.90 લાખ અને છ વર્ષ પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કરનારને 19 લાખ મળ્યા હોત.

આ પણ વાંચો: આ સ્ટોક તેની ઇશ્યૂ કિંમત કરતાં 54% વધ્યો, જૂન 2022માં જ થયું છે લિસ્ટિંગ

હાઈ રિસ્ક ટ્રેડર્સ માટે યોગ્ય છે આ સ્ટોક

આ શેર મંગળવારે રૂ. 594 કરોડના માર્કેટ કેપ સાથે બંધ થયો હતો. મંગળવારે તેનું ટ્રેડ વોલ્યુમ 7,177 હતું. આ સ્ટોક લો ફ્લોટ સ્ટોક છે અને તે માત્ર હાઈ રિસ્ક ટ્રેડર્સ માટે જ યોગ્ય છે. શેર દીઠ તેની બુક વેલ્યૂ રૂ. 100.48ની આસપાસ છે.

ટોચના રોકાણકારો દ્વારા કરાયું છે રોકાણ

રાકેશ ઝુનઝુનવાલાએ તેમના નવા રેમિંગ માસ પ્લાન્ટ માટે કંપનીમાં રૂ. 30.90 કરોડનું રોકાણ કર્યું હતું. આ પ્લાન્ટ કંપનીની પ્રોપ્રાઈટરી પ્રક્રિયાનો ઉપયોગ કરીને સેટ કરવામાં આવી રહ્યો છે અને તે ઓક્ટોબર 2022થી કાર્યરત થશે. અગાઉ 2021માં રમેશ દામાણી, ઉત્પલ શેઠ, મુકુલ અગ્રવાલ, એલ.એન.બાંગુર અને પ્રતીક કેલાએ કંપનીમાં રોકાણ કર્યું હતું.

આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરતા પહેલા આ પાંચ વાત ગાંઠે બાંધી લો

અહીં ઉલ્લેખનીય છે કે, 2016માં રાઘવ પ્રોડક્ટિવિટીનો શેર BSE પર રૂ. 28 કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન પર લિસ્ટ કરવામાં આવ્યો હતો. આ કંપની સંપૂર્ણપણે ઓટોમેટિક સિલિકા રેમિંગ માસ પ્લાન્ટ સ્થાપવામાં ટોચનું સ્થાન ધરાવે છે, જેના માટે તેણે ઓક્ટોબર 2018માં ગ્લોબલ પ્રોસેસ પેટન્ટ પણ ફાઇલ કરી હતી. ખનિજ ક્ષેત્રની આ એકમાત્ર એવી કંપની છે કે જે સરકારી પ્રમાણિત સંશોધન અને વિકાસ સુવિધા ધરાવે છે.
Published by: Azhar Patangwala
First published: July 20, 2022, 9:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading