આવી ગયા છે આજના Top 20 શેર્સ, જેમાં આજે કરી શકો દમદાર કમાણી

News18 Gujarati
Updated: January 25, 2023, 10:35 AM IST
આવી ગયા છે આજના Top 20 શેર્સ, જેમાં આજે કરી શકો દમદાર કમાણી
આ શેર્સમાં કમાણીના જોરદાર ચાન્સ બે એક્સપર્ટે અલગથી તારવ્યું લિસ્ટ

Top 20 Stock For Today's trad: શેરબજારમાં દરેક લોકો એવા શેર્સ શોધતા હોય છે જેમાં તગડી કમાણી થઈ શકે. તેવામાં અમારા સહયોગી CNBCના સીધા સોદા પ્રોગ્રામમાં માર્કેટ નિષ્ણાતોએ આજના ટોપ 20 સ્ટોક્સનું લિસ્ટ આપ્યું છે જેમાં દમદાર કમાણીની શક્યતા છે.

  • Share this:
વૈશ્વિક મંદીની ચિંતાઓ વચ્ચે કાચા તેલની કિંમતોમાં ઘટાડો આવ્યો છે. ક્રૂડનો ભાવ 2 ડોલર ઘટીને 86 ડોલર પર પહોંચી ગયો છે. તો આ તરફ સોનાનો ભાવ સતત વધી રહ્યો છે. હાલ કોમેક્સ પર તેનો ભાવ 1935 ડોલરને પાર કરી ગયો છે. બજારમાં આજે પેટ્રોલ ડીઝલ કંપનીઓના સ્ટોક્સમાં એક્શન જોવા મળી શકે છે. આ સાથે ગોલ્ડ લોન આપવાવાળી કંપનીઓના શેર્સ પણ ફોક્સમાં રહેશે. ત્યારે સીએનબીસી આવાઝના સીધા સૌદા શોમાં દરરોજની જેમ રોકાણકારો અને ટ્રેડર્સ માટે માર્કેટ નિષ્ણાતોએ આજના ટોચના 20 શેર્સ સૂચવ્યા છે, જેમાં તગડી કમાણી થઈ શકે છે.

આ પણ વાંચોઃ આ બેંકો ટેક્સ સેવિંગ ડિપોઝિટ પર ઓફર કરી રહી છે 7.6 ટકા સુધીનો વ્યાજદર, અહીં જૂઓ લીસ્ટ

આશીષ વર્માની ટીમ



1. QUICK HEAL (RED)

Q3 માં કંપની નફામાંથી નુકસાનમાં આવી છે. Q3 માં 14 કરોડ રુપિયા નફાની જગ્યાએ 9 કરોડ રુપિયાનું નુકસાન થયું છે.

2. INDUS TOWERS (RED)Q3 માં કંપની નફાથી નુકસાન માં આવી છે. Q3 માં 1571 કરોડ રુપિયા નફાની જગ્યાએ 708 કરોડ રુપિયાનું નુકસાન થયું છે.

3. UNITED SPIRITS (RED)

વાર્ષિક આધારે Q3 માં આવક 3.5% ઘટીને 2781 કરોડ રુપિયા, નફો 64% ઘટીને 110.5 કરોડ રુપિયા રહી ગયો છે.

4. SASKEN (RED)

વાર્ષિક આધારે Q3 માં EBITDA 8% ઘટીને 29 કરોડ રુપિયા, માર્જિન 30% થી ઘટીને 24% રહી ગયું છે.

5. PIDILITE INDUSTRIES (RED)

વાર્ષિક આધારેQ3 માં નફો 14% ઘટ્યો છે, નફો 359 કરોડ રુપિયાથી ઘટીને 308 કરોડ રુપિયા રહ્યો છે.

આ પણ વાંચોઃ 'કમાઉ દીકરો જ મદદ કરી શકે' તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કમાય છે કે નુકસાનીમાં આ રીતે જાણો અંદરની વાત

6. TATVA CHINTAN (RED)

વાર્ષિક આધારે Q3 માં નફો 49% ઘટી, નફો 23 કરોડ રુપિયાથી ઘટીને 12 કરોડ રુપિયા રહ્યો છે.

7. TVS MOTOR (GREEN)

વાર્ષિક આધારે Q3 માં આવક 15% વધીને 6545 કરોડ રુપિયા, નફો 22% વધીને 353 કરોડ રુપિયા રહ્યો છે.

8. SONA BLW (GREEN)

વાર્ષિક આધારે Q3 માં નફો 86 કરોડ રુપિયાથી વધીને 107 કરોડ રુપિયા, આવક 486 કરોડ રુપિયાથી વધીને 675 કરોડ રુપિયા રહી છે.

9. UCO BANK (GREEN)

વાર્ષિક આધારે Q3 માં નફો 310 કરોડ રુપિયાથી વધીને 653 કરોડ રુપિયા રહ્યો છે. NII 1763 કરોડ રુપિયાથી વધીને 1952 કરોડ રુપિયા રહી છે.

10. RVNL (GREEN)

કંપનીને દક્ષિણ રેલવે તરફથી 38.4 કરોડ રુપિયાનો ઓર્ડર મળ્યો છે.

આ પણ વાંચોઃ "માના કી મુશ્કિલ હે સફર...", યુવાને ઉભી કરી પોતાની કંપની, વાર્ષિક ટર્નઓવર 5 કરોડ

નીરજ વાજપેયીની ટીમ


1.MACROTECH (RED)

વાર્ષિક આધારે Q3 માં આવક 14% ઘટી છે, આવક 2060 કરોડ રુપિયાથી ઘટીને 1770 કરોડ રુપિયા રહી ગઈ છે.

2.BHARAT WIRE ROPE (GREEN)

Q3 માં આવક 38% વધીને 144 કરોડ રુપિયા, નફો 3 કરોડ રુપિયાથી વધીને 19 કરોડ રુપિયા રહી છે.

3.NAZARA TECH (RED)

Q3 માં કંપનીએ અનુમાનથી નબળા પરિણામ રજૂ કર્યા છે. Q3 માં આવક 315 કરોડ રુપિયા, નફો 18 કરોડ રુપિયા રહ્યો છે.

4.TRIVENI ENGG (GREEN)

બોર્ડની શુગર ઓપરેશનના વિસ્તાર પર 90 કરોડ રુપિયાના રોકાણની મંજૂરી। બોર્ડની પાવર ટ્રાન્સમિશન ઓપરેશન માટે 100 કરોડ રુપિયા રોકાણની મંજૂરી

5.MRS BECTOR (RED)

દેશમાં ઘઉંના ભાવ 3200 રુપિયા/ ક્વિંટલ સુધી પહોંચી ગયા છે. ઘઉંના ભાવ દિલ્હીમાં 32 રુપિયા/કિલો સાથે ઓલ ટાઈમ હાઈ પર પોહંચી ગયા છે. ફ્લોર મીલ્સ તેની ક્ષમતાના અડધા પર કામ કરે છે.

આ પણ વાંચોઃ એડવાન્સ સેલેરી લોન શું હોય? પર્સનલ લોનથી સસ્તી છે આ લોન! જાણો ફાયદા-નુકશાન વિષે

6-BRITANNIA (RED)

દેશમાં ઘઉંના ભાવ 3200 રુપિયા/ ક્વિંટલ સુધી પહોંચી ગયા છે. ઘઉંના ભાવ દિલ્હીમાં 32 રુપિયા/કિલો સાથે ઓલ ટાઈમ હાઈ પર પોહંચી ગયા છે. ફ્લોર મીલ્સ તેની ક્ષમતાના અડધા પર કામ કરે છે.

7-DIXON TECH (RED)

કંપની આજે પોતાના Q3 ના પરિણામ રજૂ કરશે. જેના કારણે શેરમાં દબાણની આશંકા છે.

8-BAJAJ AUTO (RED)

કંપની આજે પોતાના Q3 ના પરિણામ રજૂ કરશે. જેના કારણે શેરમાં દબાણની આશંકા છે.

9-DLF (RED)

કંપની આજે પોતાના Q3 ના પરિણામ રજૂ કરશે. જેના કારણે શેરમાં દબાણની આશંકા છે.

10-MARUTI (GREEN)

આ સ્ટોક પર Brokerages Report આવ્યો છે જેમાં જેફરીઝે તેમાં બાય કોલ આપ્યો છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: January 25, 2023, 10:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading