હવે જોબ અને રહેવા માટે UAE જવું થયું વધુ સરળ, વિઝા પોલિસીમાં કરાયો ફેરફાર, જાણો આ 10 નવા નિયમો

News18 Gujarati
Updated: October 3, 2022, 8:52 PM IST
હવે જોબ અને રહેવા માટે UAE જવું થયું વધુ સરળ, વિઝા પોલિસીમાં કરાયો ફેરફાર, જાણો આ 10 નવા નિયમો
યુએઇએ વિઝા નિયમોમાં બદલાવ કર્યા છે.

UAE VISA: ગોલ્ડન વિઝા 10 વર્ષ માટે એક્સ્પેન્ડેડ રેસિડન્સી ઓફર કરે છે, જેમા રોકાણકારો, આંત્રપ્રિન્યરો અને યોગ્ય પ્રતિભા ધરાવતા વ્યક્તિઓ આ ગોલ્ડન વિઝા મેળવવા પાત્ર છે.

  • Share this:
UAE VISA: હવે યુનાઈટેડ આરબ અમીરાત (UAE) જવું અને ત્યાં નોકરી મેળવવી પહેલા કરતા ઘણુ સરળ બની ગયુ છે. UAE એ ગયા મહિને તેમની એડવાન્સ વિઝા સિસ્ટમની જાહેરાત કરી હતી. (UAE advanced Visa Policy) આ નવા નિયમો 3 ઓક્ટોબર એટલે કે આજથી લાગુ થવા જઈ રહ્યા છે. નવા વિઝા નિયમોમાં 10-વર્ષની એક્સ્પેન્ડેડ ગોલ્ડન વિઝા સ્કીમ, સ્કિલ્ડ વર્કર્સ માટે 5-વર્ષની ગ્રીન રેસિડન્સી અને નવા મલ્ટિપલ એન્ટ્રી ટૂરિસ્ટ વિઝા જેવા લાભોનો સમાવેશ થાય છે. (Immigration Law UAE) મલ્ટિપલ એન્ટ્રી ટૂરિસ્ટ વિઝામા વ્યક્તિ 90 દિવસ સુધી દેશમાં રહી શકે છે. (UAE Golden Visa)

UAE દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ઇમિગ્રેશન નિયમોની પ્રવાસીઓ તેમજ UAE માં કામ કરવા અથવા રહેવા માંગતા લોકો પર મોટી અસર પડી શકે છે. ભારતમાંથી ઘણા લોકો યુએઈમાં કામની શોધમાં જાય છે. અહીં આ નવા નિયમો જેને નવી વિઝા પોલિસીમાં સામેલ કરવામાં આવ્યા છે તેને 10 પોઈન્ટ્સમાં જણાવવા જઈ રહ્યા છીએ

1. 5 વર્ષના ગ્રીન વિઝા દ્વારા, લોકો UAE ના નાગરિકો અથવા કોઈપણ કંપનીની મદદ વગર રહી શકે છે. આ વિઝા એવા લોકો માટે ઉપલબ્ધ હશે જેઓ ફ્રીલાન્સર્સ, સ્કિલ્ડ વર્કર્સ અને રોકાણકારો છે.

2. ગ્રીન વિઝા ધારકો તેમના પરિવારના સભ્યોને યુએઈમાં રહેવા માટે પણ આમંત્રિત કરી શકે છે.

3. જો કોઈ પણ સંજોગોમાં ગ્રીન વિઝા હોલ્ડરની પરમિટ સમાપ્ત થઈ જાય, તો તેમને છ મહિના સુધીનો સમય પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: ઇમ્પોર્ટ ડ્યુટીથી બચવા દુબઇથી સોનું ખરીદવાનું વિચારો છો? જાણો કિંમતોનો તફાવત4. ગોલ્ડન વિઝા 10 વર્ષ માટે એક્સ્પેન્ડેડ રેસિડન્સી ઓફર કરે છે, જેમા રોકાણકારો, આંત્રપ્રિન્યરો અને યોગ્ય પ્રતિભા ધરાવતા વ્યક્તિઓ આ ગોલ્ડન વિઝા મેળવવા પાત્ર છે.

5. ગોલ્ડન વિઝા ધારકો પરિવારના સભ્યો અને બાળકોને તેમની સાથે UAE માં રહેવા માટે આમંત્રિત કરી શકે છે.

6. ગોલ્ડન વિઝા ધારકના પરિવારના સભ્યો પણ ધારકના મૃત્યુ પછી યુએઈમાં જ્યાં સુધી વિઝા માન્ય રહેશે ત્યાં સુધી રહી શકે છે.

આ પણ વાંચો: ઓક્ટોબરથી લાગૂ થયા આ 6 નવા બેંકિંગ નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેટલી થશે અસર

7. ગોલ્ડન વિઝા ધારકો પણ તેમના વ્યવસાયના 100% માલિકીનો લાભ લઈ શકશે.

8. ટૂરિસ્ટ વિઝામાં મુલાકાતીઓને 60 દિવસ માટે UAEમાં રહેવાની મંજૂરી આપશે.

9. વર્ષના મલ્ટી-એન્ટ્રન્સ ટૂરિસ્ટ વિઝા દ્વારા UAE માં સતત 90 દિવસ સુધી રહી શકે છે.

10. જોબ એક્સપ્લોરેશન વિઝા હેઠળ, પ્રોફેશનલ્સ કોઈપણ હોસ્ટ અથવા એમ્પ્લોયર વગર UAE માં નોકરી શોધી શકે છે.
Published by: Krunal Rathod
First published: October 3, 2022, 8:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading