Non-convertible debenture: નોન કન્વર્ટિબલ ડિબેન્ચર (Non-convertible debenture, NCD) એક ફાઈનાન્શિયલ ઈન્સ્ટ્રુમેન્ટ છે. આ ડિબેન્ચરને ઈક્વિટી શેરમાં રૂપાંતરિક ન કરી શકાતા હોવાથી આ શેરને નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. કંપનીઓ પબ્લિક ઈશ્યૂની મદદથી પૈસા એકત્ર કરવા માટે NCDનો ઉપયોગ કરે છે. કંપનીઓ IPOની જેમ NCDની મદદથી મૂડી એકત્ર કરે છે. IPO અને NCDમાં ખૂબ જ અંતર રહેલું છે. જ્યારે કોઈ કંપની NCDની મદદથી પૈસા એકત્ર કરે છે, ત્યારે તેને દેવાની જેમ લેવામાં આવે છે. આ કારણોસર કંપનીએ આ દેવા પર વ્યાજ ચૂકવવાનું રહે છે. NCD એક ફિક્સ્ડ મેચ્યોરિટી દેવું છે, જેમાં રોકાણકારને એક નિશ્ચિત વ્યાજદર સાથે રિટર્ન મળે છે.
NCD બે પ્રકારના હોય છે- સિક્યોર્ડ NCD અને અનસિક્યોર્ડ NCD. જો કંપની રોકાણકારને સિક્યોર્ડ NCDના પૈસા પરત ન કરે તો રોકાણકાર કંપનીની મિલકત વેચીને પણ પોતાના પૈસા વસૂલ કરી શકો છે. જો કંપની રોકાણકારને અનસિક્યોર્ડ NCDના પૈસા પરત ન કરે તો રોકાણકારને તેના પૈસા પરત મેળવવામાં થોડી મુશ્કેલી થઈ શકે છે. સિક્યોર્ડ NCDની સરખામણીએ અનસિક્યોર્ડ NCDમાં વધુ જોખમ રહેલું છે. નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, ટ્રેડિશનલ ડેટ રોકાણની સરખામણીએ NCD જેવા ડેબ્ટ ઈન્સ્ટ્રુમેન્ટમાં વધુ સારું રિટર્ન મળે છે. આ કારણોસર રોકાણકાર NCDમાં રોકાણ કરવા અંગે વિચારણા કરી શકે છે.
આ પણ વાંચોઃ ગત સપ્તાહમાં રેખા ઝુનઝુનવાલાને આ શેરમાં બંપર કમાણી, હજુ પણ ઓલ ટાઈમ હાઈથી ઘણો નીચેNCDમાં રોકાણ કરતા પહેલા કઈ તપાસ કરવી જોઈએ?
સામાન્ય રીતે રોકાણકાર NCDમાં રોકાણ કરવા માટે કંપનીનું ક્રેડિટ રેટીંગ જુએ છે. રેટીંગ એજન્સીઓ દ્વારા ક્રેડિટ રેટીંગ કરવામાં આવે છે. રેટીંગ એજન્સીઓ જે કંપનીને સારું રેટીંગ આપે છે, તેમાં રોકાણ કરવાને વધુ સુરક્ષિત માનવામાં આવે છે. અનેક એવા ઉદાહરણ ઉપબ્ધ છે, જેમાં ક્રેડિટ રેટીંગ એજન્સીઓ પર સવાલ ઊભા કરવામાં આવ્યા છે. આ કારણોસર રોકાણકારોને મનમાં મૂંઝવણ રહે છે કે, NCDમાં રોકાણ કરવા માટે શું માત્ર કંપનીનું રેટીંગ જોવું જરૂરી છે? રોકાણકારો જણાવે છે કે, NCDમાં રોકાણ કરવું તે એક સારો વિકલ્પ હોઈ શકે છે, તે પહેલા રિસ્ક પ્રોફાઈલ અને NCD સાથે સંબંધિત જાણકારી અને ક્રેડિટ રેટીંગ વિશે જાણકારી મેળવવી જરૂરી છે. માત્ર ક્રેડિટ રેટીંગના આધારે કંપનીમાં રોકાણ ન કરવું જોઈએ. NCDમાં રોકાણ કરવા માટે કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ, તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
NCD સિક્યોર્ડ છે કે અનસિક્યોર્ડ?
રોકાણકારે NCDમાં રોકાણ કરતા પહેલા તે સિક્યોર્ડ છે કે અનસિક્યોર્ડ તેની તપાસ કરવી જોઈએ. જો તમે ઓછું જોખમ લેવા માંગો છો, તો તમે સિક્યોર્ડ NCDમાં રોકાણ કરી શકો છો. NCDના સમયગાળા પર પણ ધ્યાન આપવું જરૂરી છે. જોખમના આધાર પર NCDનો સમયગાળો ઓછો થાય તો તે રોકાણકાર માટે સારી બાબત છે.
આ પણ વાંચોઃ આ શેરમાં તોફાની તેજી, 5 દિવસમાં જ આપ્યું 105 ટકા રિટર્ન; 1 લાખને બનાવી દીધા 2 લાખ
વ્યાજદર
NCDમાં રોકાણ કરતા પહેલા તપાસ કરી લેવી જોઈએ કે, કંપની તમને કેટલું વ્યાજદર ઓફર કરી રહી છે. જેની મદદથી તમે ટેક્સ અને ઈન્ફ્લેશન બાદથી રિટર્નની ગણતરી કરી શકો છો.
ઈશ્યૂનો ઉદ્દેશ્ય
NCDમાં રોકાણ કરતા પહેલાં તપાસ કરવી જોઈએ કે, કયા કારણોસર NCDથી મૂડી એકત્ર કરવામાં આવી રહી છે. NCDથી એકત્ર કરેલ મૂડીથી કંપનીનું દેવું ચૂકવવામાં આવશે કે બિઝનેસ સંબંધિત અન્ય બાબત માટે પૈસાનો ઉપયોગ કરવામાં આવશે? તેની તપાસ કરવી જોઈએ. ત્યારબાદ જ NCDમાં રોકાણ કરવું જોઈએ.
જાણકારો જણાવે છે કે, રેટીંગ એજન્સીઓ કંપનીઓને પોતાના ઓપિનિયન અનુસાર રેટીંગ આપે છે. જો કોઈ કંપનીની સારી રેટીંગ હોય, તો આ કંપની આગળ જતાં સારું પર્ફોમ કરશે તેની કોઈ ગેરંટી નથી.
કોઈપણ NCD ઈશ્યૂને સમજવા માટે તે કંપનીની બિઝનેસ ક્વોલિટીને સમજવી જરૂરી છે. તે કંપની કેટલી ડાઈવર્સિફાઈડ છે, તે જાણવું જરૂરી છે. જો કંપનીનો બિઝનેસ ડાઈવર્સિફાઈડ છે, તો આ કંપનીમાં રોકાણકારો માટે ઓછું જોખમ હોય છે.
આ પણ વાંચોઃ એક ચોકલેટની કિંમતમાં સોનું! ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે આ બિલ; જોઈને તમે પણ ચોંકી જશો
રોકાણકારોએ રેટીંગના આધાર પર નિર્ણય ન લેવો જોઈએ. અગાઉના બેથી ત્રણ વર્ષના રેટિંગ પણ જોવા જરૂરી છે. જેનાથી સમજી શકાશે કે, કંપનીએ અગાઉના વર્ષોમાં કેવું પર્ફોર્મ કર્યું છે.
રોકાણકારોએ ક્રેડિટ રેટીંગ જોવું જ જોઈએ, ઉપરાંત એ બાબતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે, તેઓ કઈ ક્રેડિટ રેટીંગ એજન્સી પર વિશ્વાસ કરી રહ્યા છે. કઈ ક્રેડિટ રેટીંગ એજન્સી વિશ્વાસપાત્ર છે, તે બાબત પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)