World’s best job: જોબ હોય તો આવી! 1 લાખ ડોલરનો પગાર, લક્ઝરી હોટલમાં રોકાણ અને વિશિષ્ટ મનોરંજન...

News18 Gujarati
Updated: January 19, 2023, 2:00 PM IST
World’s best job: જોબ હોય તો આવી! 1 લાખ ડોલરનો પગાર, લક્ઝરી હોટલમાં રોકાણ અને વિશિષ્ટ મનોરંજન...
આ સ્પર્ધા યાસ આઈસલેન્ડના સીઆઈઓ કેવિન હાર્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે.

World’s best job: શું તમે દુનિયાની શ્રેષ્ઠ નોકરી કરવા માંગો છો, જેમાં સારા પગાર સિવાય તમને ઘણી સુવિધાઓ પણ મળશે. જો તમને આવી નોકરી જોઈતી હોય તો યાસ આઈલેન્ડે અબુ ધાબીમાં આ માટે એક વેકેન્સી બહાર પાડી છે.

  • Share this:
World’s best job: સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં એક ટાપુ બ્રાન્ડ એમ્બેસેડરની શોધમાં છે. તેણે 'વિશ્વની શ્રેષ્ઠ નોકરી'નો દાવો કર્યો છે અને બ્રાન્ડ એમ્બેસેડર શોધવા માટેની સ્પર્ધાની પણ જાહેરાત કરી છે. યાસ આઇલેન્ડના બ્રાન્ડ એમ્બેસેડરનો પગાર $100,000 હશે અને અન્ય સુવિધાઓ પણ હશે. આ સુવિધાઓમાં યાસ આઇલેન્ડ ખાતે વૈભવી હોટલ રોકાણ અને વિશિષ્ટ વિશ્વ કક્ષાના મનોરંજનના અનુભવોનો સમાવેશ થાય છે.

આ સ્પર્ધા યાસ આઈસલેન્ડના સીઆઈઓ કેવિન હાર્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે. અરજી કરવા માટેની અંતિમ તારીખ 23 જાન્યુઆરી અને ઉમેદવારોને તેમની વિડિયો અરજીઓ hireme.yasisland.com પર મોકલવા માટે આમંત્રિત કરવામાં આવે છે. 26 જાન્યુઆરી સુધીમાં 5 ઉમેદવારોની પસંદગી કરાશે. 'ધ વર્લ્ડસ બેસ્ટ જોબ' માટેના વિજેતાની જાહેરાત 3 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.

આ પણ વાંચો:Layoffs: GoMechanicએ તેનો 70 ટકા મેનપાવર ઘટાડ્યો, હવે Swiggy પણ ભરી શકે આવું પગલું

બ્રાન્ડ એમ્બેસેડર આ સુવિધાઓનો લાભ લઈ શકશે


અન્ય લાભો પૈકી, વિજેતાને $100,000 નું ઇનામ મળશે. અબુ ધાબી માટે બિઝનેસ ક્લાસ ફ્લાઈટ્સ ઉપરાંત, ડબલ્યુ અબુ ધાબી યાસ આઈલેન્ડના શાનદાર સ્યુટમાં 60 દિવસના રહેવાની સગવડ આપવામાં આવશે. બ્રાન્ડ એમ્બેસેડરને સ્પા અને હોટલમાં વૈભવી ભોજનનો અનુભવ મેળવવાની તક પણ આપવામાં આવશે.

વિજેતા લક્ઝરી કારમાં સવારી કરશે


એક અખબારી યાદીમાં જણાવાયું છે કે નવા રાજદૂતો તેમના રોકાણ દરમિયાન લક્ઝરી કારમાં સવારી કરશે અને ફોર્મ્યુલા 1 ટ્રેક પર ફોર્મ્યુલા યાસ 3000 ડ્રાઇવિંગનો અનુભવ પણ મેળવશે. વિજેતાને Yas Links Golf Package માં 60 દિવસની ક્લબ મેમ્બરશિપ મળશે.
Published by: Darshit Gangadia
First published: January 19, 2023, 2:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading