દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની મિલકતમાં થયો મોટો ઘટાડો, જાણો શું છે કારણ?

News18 Gujarati
Updated: October 4, 2022, 3:23 PM IST
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની મિલકતમાં થયો મોટો ઘટાડો, જાણો શું છે કારણ?
ટેસ્લાના CEO મસ્કની મિલકતમાં ગત 24 કલાકમાં 6 ટકા સુધી ઘટાડો થયો છે

Elon Musk News: ટેસ્લાએ ગત 3 મહિનામાં તેના ગ્રાહકોને 3,43,839 વાહનોની ડિલીવરી કરી, જો કે, બ્લૂમબર્ગના વિશ્લેષકો દ્વારા બતાવવામાં આવેલા લગભગ 3,58,000 વાહનોથી ઓછી હતી. આ જ કારણથી ટેસ્લાના શેરની કિંમત સોમવારે 8 ટકાથી ઘટી ગઈ હતી.

  • Share this:
નવી દિલ્હીઃ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની મિલકતમાં એક જ દિવસમાં 15 અબજથી વધુનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સની રિપોર્ટ અનુસાર, ટેસ્લાના CEO મસ્કની મિલકતમાં ગત 24 કલાકમાં 6 ટકા સુધી ઘટાડો થયો છે. ઈલેક્ટ્રિક કાર બનાવનારી આ કંપનીની નિરાશાજનક ડિલીવરીને કારણે આ શેરોમાં 4 મહિનામાં સૌથી વધુ ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ Gold Silver Price Today: સોના ચાંદીમાં જબરો ઉછાળો, સોનું 51 તો ચાંદી 61ને પાર

ટેસ્લાએ ગત 3 મહિનામાં તેના ગ્રાહકોને 3,43,839 વાહનોની ડિલીવરી કરી, જો કે, બ્લૂમબર્ગના વિશ્લેષકો દ્વારા બતાવવામાં આવેલા લગભગ 3,58,000 વાહનોથી ઓછી હતી. આ જ કારણથી ટેસ્લાના શેરની કિંમત સોમવારે 8 ટકાથી ઘટી ગઈ હતી.

ગત છ મહિનામાં કંપનીના શેરોમાં 30 ટકા ઘટાડો થયો


છ મહિના પહેલા કંપનીના શેર રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. તે સમયે કંપનીની માર્કેટ કેપ 1.1 લાખ કરોડ ડોલરે પહોંચી ગઈ હતી, જે અડધા ડઝનથી વધારે ટોચની ઓટો કંપનીઓના કુલ માર્કેટ કેપથી વધારે હતી. પરંતુ, ગત છ મહિનામાં કંપનીના શેરોમાં 30 ટકાનો ઘટાડો થયો છે. આ 3 જૂન પછી કંપનીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. આનાથી ટેસ્લાના સીઈઓ મસ્કની નેટવર્થમાં પણ ઘટાડો થયો છે.

આ પણ  વાંચોઃ આજે ખુલશે એડલવીસ ફાઇનાન્સિયલ સર્વિસીસનું NCD, રોકાણ કરતાં પહેલા જાણી લો આ ખાસ વિગતો

રોકાણકારોનું શુ કહે છે


ટેસ્લાએ એક નિવેદનમાં કહ્યુ કે, ઐતિહાસિક રૂપથી, કારના પ્રાદેશિક બેચના ઉત્પાદનને કારણે દરેક ક્વાર્ટરના અંતે અમારું ડિલિવરી વોલ્યુમ ઘટ્યું હતું. તેમણે કહ્યુ કે, જેમ-જેમ અમારી ઉત્પાદનની માત્રા વધતી જઈ રહી છે, વાહન પરિવહન ક્ષમતાને સુરક્ષિત રાખવુ પડકારરૂપ બની રહ્યુ છે. રોકાણકારોનું કહેવુ છે કે, મસ્કે જ્યારથી એપ્રિલમાં સોશિયલ મીડિયા કંપની Twitter ને ખરીદવાની જાહેરાત કરી છે, ત્યાર પછી ટેસ્લાના શેરોમાં સતત ઘટાડો આવી રહ્યો છે. તેમનું કહેવુ છે કે, મસ્કનું ધ્યાન ટેસ્લા પરથી હટી ગયુ છે અને સાથે જ ટેસ્લાએ સપ્લાઈ ચેઈનની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.


આ પણ કારણ છે


જાણકારી અનુસાર, એલોન મસ્ક ટેસ્લાના CEO છે, જે ઈલેક્ટ્રિક વાહન અને સ્થાનિક સૌર બેટરી વેચવાનું કામ કરે છે. મસ્ક સ્પેસએક્સના ચીફ એક્ઝિક્યુટિવ પણ છે. જો કો, બજારમાં ટેસ્લા એકમાત્ર કંપની નથી કે, જેના શેરોમાં ઘટાડો થયો હોય, પરંતુ ગત છ મહિનામાં કેટલીય ટેકનોલોજી કંપનીઓના શેરોમાં ઘટાડો થયો છે. દુનિયાભરમાં વધતી મોંઘવારીને રોકાવા માટે સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરોમાં વધારો કરવાના કારણે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો છે.
Published by: Sahil Vaniya
First published: October 4, 2022, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading