CRPF Recruitment: ASI (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલની 590 જગ્યાઓ પર ભરતી, ઊંચા પગાર સહિતની વિગતો જાણો

News18 Gujarati
Updated: January 19, 2023, 8:41 AM IST
CRPF Recruitment: ASI (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલની 590 જગ્યાઓ પર ભરતી, ઊંચા પગાર સહિતની વિગતો જાણો
સીઆરપીએફમાં 590 જગ્યાઓ પર ભરતી

Central Government Jobs, CRPF: જો સેનામાં ભરતી થવામાં તમને રસ હોય તો CRPF દ્વારા 590 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ASI (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ)ના પદ માટે અરજીઓ મગાવવામાં આવી છે.

  • Share this:
સેન્ટ્રલ રિઝર્લ પોલીસ ફોર્સ (CRPF)માં ASI (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ)ના પદો માટે ભરતી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ASIના પદ માટે કુલ 58 અને હેડ કોન્સ્ટેબલમાં 532 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું વિચારી રહેલા યુવાનો માટે સારી તક છે. આ ભરતી પરીક્ષામાં ભારતના નાગરિક છે તેમની પાસેથી અરજીઓ મગાવવામાં આવી રહી છે. આ ભરતીમાં ભાગ લેવા માટે તથા ભરતી પ્રક્રિયા તથા ભરતીની વિશેની યોગ્યતા વિશે વધુ માહિતી અહીં મેળવો.

આ ભરતી પરીક્ષામાં રસ ધરાવતા ઉમેદવારો ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી અરજી પ્રમાણે આ લિંક પર ક્લિક કરીને https://crpf.gov.in/recruitment.htm ઓનલાઈન અરજી કરી શકો છો. આ ભરતી પરીક્ષામાં પુરુષ અને મહિલા બન્ને ઉમેદવારો અરજી કરી શકે છે. જેના માટે કેટલીક મહત્વની વિગતો આ પ્રમાણે રહેશે.

આ પણ વાંચોઃ LICમાં અધિકારી પદની 300 જગ્યાઓ માટે ભરતી, ₹56000 પગાર મળશે

અરજી કરવા માટેની આ જરુરી વિગતો જાણો


પે સ્કેલઃ 7મા કેન્દ્રીય પગારપંચ પ્રમાણે આ ભરતીમાં ASI (સ્ટેનો) પોસ્ટ માટે પે લેવલ 045 પ્રમાણે પે મેટ્રિક્સ 29200-92700 રૂપિયા રહેશે. જ્યારે હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ) પદ માટે પે લેવલ 04 રહેશે અને પે મેટ્રિક્સ 25500-81100 રહેશે.

વય મર્યાદાઃ આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર 18થી 25 વર્ષની રહેશે. વધુ વિગત માટે મુખ્ય અરજી ચકાસવી.શૈક્ષણિક લાયકાતઃ રસ ધરાવનારા ઉમેદવારો ઈન્ટરમિડિયેટ (10+2) અથવા સમકક્ષ પરીક્ષા કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી પાસ થયેલા હોવા જોઈએ.

અરજી કરવાની તારીખઃ આ ભરતી પરીક્ષા માટે અરજીઓ મંગાવવાની શરુઆત 04/01/2023થી કરવામાં આવી છે અને ફી ભરવાની તથા અરજી કરવાની અંતિમ 25/01/2023 છે.

અરજી કરવાની પ્રક્રિયાઃ અરજી કરવા માટે https://crpf.gov.in.htm વેબસાઈટ પર જઈને Recruiement>View All > Ministerial staff ‘Apply’ કરી શકો છો. આ ભરતી અરજીથી જાહેરાતનો વધુ અભ્યાસ કરી શકો છો.



નોંધઃ અરજી કરતા પહેલા CRPFના વિગતવાર જાહેરનામાનો અભ્યાસ જરુર કરવો.
Published by: Tejas Jingar
First published: January 16, 2023, 2:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading