Government Jobs 2023 : નવા વર્ષમાં 30 હજાર સરકારી નોકરી માટે કરી શકશો અરજી, જોઈ લો ક્યાં ક્યાં પડી છે ભરતી

News18 Gujarati
Updated: January 1, 2023, 8:33 AM IST
Government Jobs 2023 : નવા વર્ષમાં 30 હજાર સરકારી નોકરી માટે કરી શકશો અરજી, જોઈ લો ક્યાં ક્યાં પડી છે ભરતી
government jobs list 2023

 નવું વર્ષ આપના માટે ખુશખબર લઈને આવ્યું છે. વર્ષના પ્રથમ મહિનો એટલે કે, જાન્યુઆરીના પ્રથમ અઠવાડીયામાં કેટલાય પદ પર ભરતી બહાર પાડી છે.

  • Share this:
Government Jobs 2023 : નવું વર્ષ આપના માટે ખુશખબર લઈને આવ્યું છે. વર્ષના પ્રથમ મહિનો એટલે કે, જાન્યુઆરીના પ્રથમ અઠવાડીયામાં કેટલાય પદ પર ભરતી બહાર પાડી છે. જેના માટે આપ અરજી કરી શકશો. તેમાં સૌથી મોટી ભરતી કેન્દ્રીય વિદ્યાલયમાં બહાર પડી છે. કેવીએસ ટીચિંગ નોન ટીચિંગ ભરતી 2023 માટે અરજીની છેલ્લી તારીખ 2 જાન્યુઆરી છે. આ ઉપરાંત સીઆરપીએફ, ઓડિશા પોલીસ કોન્સ્ટેબલ ભરતી, સીમા સડક સંગઠન, રેલવે અપ્રેન્ટિસ જોબ અને એમપીમાં તલાટીના પદ પર બંપર ભરતી બહાર પડી છે. અહીં ભરતી વિશે જાણકારી આપવામાં આવી રહી છે. પોતાની પસંદ અને યોગ્યતા અનુરુપ અરજી કરી શકશો. તેમાં 12મું પાસ માટે પણ નોકરી છે.

આ પણ વાંચો: CRPF Recruitment 2023: CRPFમાં નોકરી કરવા માગતા યુવાનો માટે ખુશખબર, 12 પાસ કરો અરજી, 1400 જગ્યા ભરાશે

KVS Recruitment 2023 : કેન્દ્રીય વિદ્યાલયમાં 13,000થી વધારે ભરતી



કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના ટીચિંગ અને નોન ટીચિંગ કેટેગરીના પદ પર બંપર ભરતી નીકલી છે. કેવીએસમાં ટીચિંગ-નોન ટીચિંગ પદ પર 13404 વેકેન્સી છે. કેન્દ્રીય વિદ્યાલયોમાં PRT,TGT,PGT અને નોનો ટીચિંગ પદ પર વેકેન્સી છે. કેવીએસ ટીચિંગ અને નોન ટીચિંગ ભરતી 2023 માટે અરજીની અંતિમ તારીખ જાન્યુઆરી 2023 છે.

MPPEB Recruitment 2023 : 6755 તલાટીની ભરતી


મધ્ય પ્રદેશમાં તલાટીના 6755 ખાલી પદ પર ભરતી નીકળી છે. તેના માટે અરજી પ્રક્રિયા 5 જાન્યુઆરી 2023થી શરુ થાય છે. એમપી તલાટી ભરતીની જાહેરાત મધ્ય પ્રદેશ પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડે જાહેર કરી છે. એમપીપીઈબી તલાટી ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Odisha Police Bharti 2023 : 12 પાસ માટે કોન્સ્ટેબલમાં ભરતી


ઓડિશા પોલીસમાં 12મું પાલ માટે કોન્સ્ટેબલની બંપર વેકેન્સી આવી છે. તેના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 30 ડિસેમ્બર 2022થી શરુ થઈ ગઈ છે. અરજી 21 જાન્યુઆરી સુધી કરી શકશો. ઓડિશા પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2023 અંતર્ગત કુલ 4790 વેકેન્સી છે.

આ પણ વાંચો: ખુશખબર: સરકારી નોકરી કરવાની સુર્વણ તક, ESICમાં 6400 પદ પર થશે ભરતી

Railway Jobs 2023 : રેલવેમાં એપ્રેન્ટિસ જોબનો અવસર


ભારતીય રેલવેના દક્ષિણ-પૂર્વ ઝોનમાં એપ્રેન્ટિસની વેકેન્સી છે. તેના માટે અરજી પ્રક્રિયા 27 ડિસેમ્બર 2022થી શરુ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 ફેબ્રુઆરી 2023 છે. રેલવેમાં એપ્રેન્ટિસ માટે 1785 જગ્યા ખાલી છે.

Govt Jobs 2023 : 12 પાસ માટે 900થી વધારે વેકેન્સી


બીએમસીના ફાયરમેનના 910 ખાલી જગ્યા પર ભરતી માટે 12 પાસ અરજી કરી શકશે. આ ભરતી ગ્રેટર મુંબઈ નગર નિગમમાં નીકળી છે. ફાયરમેન ભરતી 2023 માટે ઉમેદવારનું સિલેક્શન ઈન્ટરવ્યૂ દ્વારા થશે. વોક ઈન ઈન્ટરવ્યૂ 4 ફેબ્રુઆરીએ યોજાશે.

BRO GREF Recruitment 2023 : સીમા સડક સંગઠનમાં નોકરી


સીમા સડક સંગઠનના જનરલ રિઝર્વ એન્જીનિયર ફોર્સમાં કુલ 567 નોકરી ખાલી છે બીઆરઓમાં રે઼ડિયો મેકેનિક, ઓપરેટર કમ્યુનિકેશન, ડ્રાઈવર મિકેનિકલ ટ્રાંસપોર્ટ, વ્હીકલ મિકેનિક, MSW, ડ્રિલર MSW, મૈસન MSW, વેટરના પદ પર ભરતી થશે. બીઆરઓ ભરતી 2023ની હાલમાં શોર્ટ નોટિફિકેશન જાહેર થયું છે.

CRPF Bharti 2023 : સીઆરપીએફમાં મોટી ભરતી


સીઆરપીએફમાં હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈના પદ પર બંપર ભરતી છે. સીઆરપીએફમાં હેડ કોન્સ્ટેબલ અને એએસઆ પદ પર કુલ 1400થી વધારે વેકેન્સી છે. તેમાં હેડ કોન્સ્ટેબલના 1315 પદ ભરવામાં આવશે. જ્યારે આસિસ્ટેંટ સબ ઈંસ્પેક્ટર સ્ટેનોના 143 પદ પર છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી છે.
Published by: Pravin Makwana
First published: January 1, 2023, 8:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading