LIC Recruitment 2023: LICમાં નીકળી 9000થી વધારે પદ પર વેકેન્સી, જોઈ લો અરજી કરવાની છેલ્લી તારીખ

News18 Gujarati
Updated: January 22, 2023, 12:42 PM IST
LIC Recruitment 2023: LICમાં નીકળી 9000થી વધારે પદ પર વેકેન્સી, જોઈ લો અરજી કરવાની છેલ્લી તારીખ
lic recruitment 2023

ભારતીય જીવન વીમા નિગમ એટલે કે, એલઆઈસીમાં દેશભરમાં બંપર ભરતી નીકળી છે. તેના માધ્યમથી ઉમેદવારો પાસે એલઆઈસીમાં સરકારી નોકરી મેળવવાનો શાનદાર મોકો આવ્યો છે.

  • Share this:
LIC Recruitment 2023 Notification Vacancy Apply Online: ભારતીય જીવન વીમા નિગમ એટલે કે, એલઆઈસીમાં દેશભરમાં બંપર ભરતી નીકળી છે. તેના માધ્યમથી ઉમેદવારો પાસે એલઆઈસીમાં સરકારી નોકરી મેળવવાનો શાનદાર મોકો આવ્યો છે. એલઆઈસીએ નોટિફિકેશન જાહેર કરીને એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસરના પદ પર ભરતી બહાર પાડી છે. કુલ 9394 વેકેન્સી નીકળી છે. જેમાં વિવિધ રાજ્યોના અલગ અલગ શહેરોમાં પદ ભરવામાં આવશે. ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ licindia.in પર જઈને વેકેન્સીની સમગ્ર વિગત જાણી શકશે.

આ પણ વાંચો: બ્રેકઅપ બાદ છોકરીએ બોયફ્રેન્ડને મોકલ્યા 1000 મેસેજ, કોર્ટે આપી પ્રેમિકાને અનોખી સજા

અરજી જમા કરાવાની અંતિમ તારીખ



પદ પર ઓનલાઈન અરજી પ્રક્રિયા એલઆઈસીની સત્તાવાર વેબસાઈટ licindia.in આયોજીત થઈ રહી છે. ઉમેદવાર 10 ફેબ્રુઆરી 2023 સુધી પોતાની અરજી જમા કરાવી શકશે.

પસંદગી પ્રક્રિયા


પદ પર ઉમેદવારની પસંદ પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. પ્રારંભિક પરીક્ષા 12 માર્ચ 2023ના રોજ યોજાશે. જ્યારે મુખ્ય પરીક્ષા 8 એપ્રિલ 2023ના રોજ યોજાશે. પ્રારંભિક પરીક્ષાનું એડમિટ કાર્ડ 4 માર્ચના રોજ રિલીઝ થશે.

શું હોવી જોઈએ યોગ્યતા


અરજી કરનારા ઉમેદવાર માન્યતા પ્રાપ્ત કોઈ પણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ અથવા તેમની પાસે ભારતીય વીમા સંસ્થા મુંબઈની ફેલોશિપ હોવી જોઈએ.

વધુ વિગત જાણવા અને નોટિફિકેશ જોવા અહીં ક્લિક કરો
Published by: Pravin Makwana
First published: January 22, 2023, 12:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading