અમદાવાદમાં રોજગાર ભરતી મેળોઃ 13મી જાન્યુઆરીએ મોટી કંપનીઓમાં નોકરી મેળવવાની સુવર્ણ તક

News18 Gujarati
Updated: January 12, 2023, 9:14 AM IST
અમદાવાદમાં રોજગાર ભરતી મેળોઃ 13મી જાન્યુઆરીએ મોટી કંપનીઓમાં નોકરી મેળવવાની સુવર્ણ તક
13 જાન્યુઆરીએ અમદાવાદમાં રોજગાર ભરતી મેળોઃ મોટી કંપનીઓમાં નોકરીની તક

Rojgar Bharti Melo Ahmedabad 2022: અમદાવાદમાં 13 જાન્યુઆરી 2023એ રોજગાર ભરતી મેળો યોજાઈ રહ્યો છે. આ ભરતી મેળામાં ધોરણ 9, 10, 12 અને ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરીને મોટી કંપનીઓમાં નોકરી મેળવી શકે છે.

  • Share this:
અમદાવાદઃ જો તમે ધોરણ-9, 10 અને 12 પાસ હોવ અને નોકરીની શોધમાં હોવ તો તમે સીધી ભરતી પ્રક્રિયામાં જોડાઈ શકો છો. 13 જાન્યુઆરીએ યોજાનારા રોજગાર ભરતી મેળામાં ધોરણ-9, 10 અને 12 પાસની સાથે ગ્રેજ્યુએટ તેમજ ITI, ડિપ્લોમા, BE સહિતની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવ તો પણ હાજરી આપીને નોકરીની તક ઝડપી શકો છો. આ ભરતી મેળાનું સ્થળ અમદાવાદના અસારવામાં રાખવામમાં આવ્યું છે. આ ભરતી મેળામાં વિવિધ સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓ ઉપસ્થિત રહેવાની છે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ દ્વારા આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે નોકરીની શોધમાં હોવ તો અનુબંધ વેબ પોર્ટલ પર રજૂઆત રજીસ્ટ્રેશન કરાવી શકો છો, રોજગાર ભરતી મેળાને લગતી મહત્વની વિગતો નીચે પ્રમાણે રહેશે.

ભરતી મેળામાં સર્વિસ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, બેંકિંગ સેક્ટર, ફાર્મા સેક્ટર સહિતની કંપનીઓ વિવિધ જગ્યાઓ માટે વાર્ષિક 1.5 લાખ રૂપિયાથી 4 લાખ રૂપિયા સુધીની નોકરીના પેકેજની ઓફર કરવામાં આવશે. આ કંપનીઓ દ્વારા લગભગ 1200 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

રોજગાર ભરતી મેળાની તારીખ અને સમયઃ રોજગાર ભરતી મેળો 13 જાન્યુઆરી 2023એ સવારે 10 વાગ્યે શરુ કરવામાં આવશે.

ભરતી મેળાનું સ્થળઃ અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક ડી, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ

ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે, રસ ધરાવનારા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રો સાથે રોજગાર ભરતી મેળાના સ્થળ પર ઉપસ્થિત રહેવું પડશે.અરજદારો anubandham.gujarat.gov.in પર લોગઈન કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

હેલ્પલાઈન નંબરઃ 6357390390


વિવિધ અગ્રણી કંપનીઓ સહિત MNC કંપનીઓ પર રહેશે હાજર


રિપોર્ટ્સ મુજબ રોજગાર ભરતી મેળામાં ડીમાર્ટ, મેકડોનાલ્ડ, સૂર્યા એન્ડ પાવર પ્રાઈવેટ લિમિટેડ, નર્મદા બાયોકેમ લિમિટેડ સહિતની કંપનીઓ ઉપસ્થિત રહેશે અને તેમાં ડોર ટુ ડોર માર્કેટિંગ, હેલ્પર, ટેક્નિશિયન, ટેલિકોલર, રિલેશનશિપ મેનેજર, અકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝિક્યુટિવ, HR એક્ઝિક્યુટિવ, લાઈનમેન સહિત પોસ્ટ માટે રોજગાર મેળામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
Published by: Tejas Jingar
First published: January 12, 2023, 9:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading