SSC CHSL Recruitment 2023: 12 મું પાસ યુવાનો માટે સરકારી નોકરીની તક, સ્ટાફ સિલેક્શનમાં 4500 પદ પર ભરતી
News18 Gujarati Updated: January 4, 2023, 9:01 AM IST
ssc recruitment 2023
આ ભરતી સ્ટાફ સિલેક્શન કમિશન, એસએસસી તરફથી બહાર પાડવામાં આવી છે. એસએસસી કંબાઈંડ હાયર સેકેન્ડરી લેવલ એક્ઝામિનેશનના માધ્યમથી કુલ 4500 પદ ભરવામાં આવશે.
SSC CHSL Recruitment 2023: કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગો અને મંત્રાલયોમાં બંપર ભરતી નીકળી છે. ખાસ વાત એ છે કે, 12મું પાસ પણ ભરતી માટે અરજી કરી શકશે. જો કે, ફોર્મની લાસ્ટ ડેટ હવે નજીકમાં આવી ગઈ છે. ઉમેદવાર પાસે અપ્લાઈ કરવા માટે આજે છેલ્લો દિવસ છે. ત્યારે આવા સમયે ફટાફટ વિગતો ચેક કરીને ફોર્મ ભરી દેજો. જેના માટે આપ સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર જઈને અરજી કરી શકશો.
આ પણ વાંચો: Government Jobs 2023 : નવા વર્ષમાં 30 હજાર સરકારી નોકરી માટે કરી શકશો અરજી, જોઈ લો ક્યાં ક્યાં પડી છે ભરતી
આ ભરતી સ્ટાફ સિલેક્શન કમિશન, એસએસસી તરફથી બહાર પાડવામાં આવી છે. એસએસસી કંબાઈંડ હાયર સેકેન્ડરી લેવલ એક્ઝામિનેશનના માધ્યમથી કુલ 4500 પદ ભરવામાં આવશે. જેમાં લોવર ડિવિજન ક્લાર્ક, જૂનિયર સેક્રેટેરિયલ આસિસ્ટેંટ એન્ડ ડેટા એન્ટ્રી ઓપરેટર સહિત અન્ય પદ સામેલ છે.
કોણ કરી શકશે અરજી
ભરતી પરીક્ષા માટે 12મું પાસ ઉમેદવાર ફોર્મ ભરી શકશે. સાથે જ ઉમેદવારની ઉંમર 18થી 27 વર્ષથી વચ્ચે હોવી જોઈએ.
પસંદગીની પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ટિયર1 અને ટિયર 2 પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. ટિયર 1ની પરીક્ષા માર્ચ મહિનામાં આયોજીત કરવામાં આવશે.
નોટિફિકેશન: https://images.news18.com/ibnkhabar/uploads/2023/01/ssc-chsl-notification-2023.pdf
Published by:
Pravin Makwana
First published:
January 4, 2023, 9:01 AM IST