Hindu Shastra: સોમવારે વાળ ધોતા હોય તો થઇ જાઓ સતર્ક, જાણો કોના માટે કયો દિવસ શુભ
News18 Gujarati Updated: February 6, 2023, 8:01 AM IST
Astro Tips For Hair Wash
Astro Tips For Hair Wash: ઘરના વડીલો પાસેથી અવારનવાર સાંભળવા મળે છે કે અઠવાડિયાના અમુક દિવસોમાં વાળ ધોવા, નખ કાપવા જેવા કામ વર્જિત છે. જ્યોતિષશાસ્ત્રમાં આ વિષયનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કયા દિવસે વાળ ધોવાથી જીવન પર અસર પડી શકે છે. Washing hair on Monday is considered inauspicious for married woman
ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મમાં નખ કાપવા, વાળ ધોવા જેવા કાર્યો કરવા માટે કેટલાક શુભ અશુભ દિવસ જણાવવામાં આવ્યા છે. વિવાહિત મહિલાઓના મામલે અલગ-અલગ નિયમો છે. અવિવાહિત અને વિવાહિત મહિલાઓ માટે વાળ ધોવાના શુભ અલગ-અલગ શુભ દિવસ જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા આ નિયમોથી જો મહિલાઓ પોતાના વાળ ધોય છે, તો એમના સૌંદર્યમાં વધારો થાય છે સાથે જ ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરે છે. એનાથી વિપરીત, જોઈ ખોટા દિવસે વાળ ધોઈએ છે તો જીવનમાં નાકારાત્મકતા વધે છે. આ વિષયમાં વધુ જાણકારી આપી રહ્યા છે ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.
કયા દિવસે વાળ ધોવાથી શું અસર થાય છે?
- સોમવારઃ હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે વિવાહિત મહિલાઓએ સોમવારે વાળ ન ધોવા જોઈએ. આવું કરવાથી પરિણીત મહિલાઓના પરિવારની પ્રગતિમાં અવરોધ આવી શકે છે. કુંવારી છોકરીઓ આ દિવસે પોતાના વાળ ધોઈ શકે છે.
-મંગળવાર: ધાર્મિક શાસ્ત્રો અનુસાર, વિવાહિત મહિલાઓને મંગળવારના દિવસે પણ માથું ધોવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે વિવાહિત મહિલાઓના વાળ ધોવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. આ સિવાય અવિવાહિત છોકરીઓએ પણ મંગળવારે વાળ ન ધોવા જોઈએ.
-બુધવારઃ વિવાહિત મહિલાઓ, અપરિણીત છોકરીઓ અને પુરુષોના વાળ ધોવા માટે બુધવારનો દિવસ સૌથી યોગ્ય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માથું ધોવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે. આ સાથે વેપારમાં પણ વધારો થાય છે.
- ગુરુવારઃ એવું માનવામાં આવે છે કે ગુરુવારે કોઈએ વાળ ન ધોવા જોઈએ. માનવામાં આવે છે કે આ દિવસે વાળ ધોવાથી ઉંમર ઓછી થાય છે. નાણાકીય તંગીનો સામનો કરવો પડશે અને ધનહાનિ થવાની સંભાવના છે.
આ પણ વાંચો: Astro Tips: પૂજામાં નારિયેળનું શું છે મહત્વ? જાણો મહિલાઓ શા માટે નથી તોડતી નારિયેળ
- શુક્રવારઃ ધાર્મિક માન્યતાઓ અનુસાર શુક્રવારે વાળ ધોવા સૌથી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શુક્રવારે વાળ ધોવાથી દેવી લક્ષ્મી અને શુક્ર દેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય પૈસા મળવાની શક્યતા વધી શકે છે.
-શનિવારઃ હિંદુ ધર્મમાં શનિવારના દિવસે વાળ ધોવા કોઈના માટે શુભ નથી કહેવાયું. ખાસ કરીને પરિણીત મહિલાઓએ આ દિવસે માથું ન ધોવું જોઈએ. માન્યતા અનુસાર આ કરવાથી શનિદેવ ગુસ્સે થઈ જાય છે.
આ પણ વાંચો: Astro Tips 2023: ઘરમાં-મંદિરમાં લગાવો આ શુભ ચિહ્નો, તમામ કાર્યો ઝડપથી પાર પડશે
- રવિવાર: રવિવાર વાળ ધોવા માટે યોગ્ય છે, પરંતુ પરિણીત મહિલાઓએ આ દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ, અપરિણીત છોકરીઓ અને પુરુષો આ દિવસે વાળ ધોઈ શકે છે.
Published by:
Damini Patel
First published:
February 6, 2023, 8:01 AM IST