કોરોનામાંથી જીવ બચ્યો તો તિરુપતિને ચઢાવ્યું સાડા ત્રણ કિલો સોનું, 3 હજાર કરોડના સોનાના માલિક છે ભગવાન

News18 Gujarati
Updated: February 25, 2021, 11:25 PM IST
કોરોનામાંથી જીવ બચ્યો તો તિરુપતિને ચઢાવ્યું સાડા ત્રણ કિલો સોનું, 3 હજાર કરોડના સોનાના માલિક છે ભગવાન
શંખ ચક્રની તસવીર

તમિલનાડુના થેનીમાં રહેનારા એક ભક્તે બાલાજીથી માનતા માની હતી કે કોરોના કારણે તેની તબિયત ખુબ જ ખરાબ હતી. ભગવાનની કૃપાથી તે સાજા થયા હતા.

  • Share this:
તિરુમાલાઃ આંધ્રપ્રદેશના તિરુમાલાનું ફેમસ તિરુપતિ બાલાજી મંદિરમાં (tirupati balaji temple) એક ભક્તે પોતાની માનતા પુરી થઈ તો 2 કરોડ રૂપિયાના સોનાના શંખચક્ર (Gold shankhchakra) ચઢાવ્યા હતા. ANIએ આ ચઢાવાની તસવીર શેર કરી હતી ત્યારબાદ આ ઘટના ચર્ચામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે તમિલનાડુના (tamilnadu) થેનીમાં રહેનારા એક ભક્તે બાલાજીથી માનતા માની હતી કે કોરોના કારણે તેની તબિયત ખુબ જ ખરાબ હતી. ભગવાનની કૃપાથી તે સાજા થયા હતા. ત્યારબાદ આ વ્યક્તિએ બે કરોડ રૂપિયાનાન શંખ અને ચક્રને મંદિરમાં ભેંટ કર્યા હતા. મંદિરના અધિકારીઓ પ્રમાણે સોનાના આ શંખ અને ચક્રનું વજન સાડા ત્રણ કિલોગ્રામ છે.

ઉલ્લેખનયી છે કે તિરુપતિ મંદિર ભારતના સૌથી અમિર મંદિરોમાં ગણવામાં આવે છે. સાથે જ બાલાજીને ભારતના સૌથી અમીર દેવાત હોવાનું તખ્ખલુશ પણ મળ્યું છે. બે કરોડના શંખ-ચક્રના ચઢાવા બાદ એકવાર ફરીથી તિરુપતિ બાલાજી ચર્ચામાં છે.

અધિકારીઓને જણાવ્યું કે મંદિરના મુખ્ય દેવતાને આ ઘરેણા પહેરવામાં આવશે. આવું પહેલીવાર નથી બન્યુ કે મંદિરના દેવાતાને સોનું ચઢાવવામાં આવ્યું હોય. છાસવારે મંદિરમાં સોનું દાન કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ-અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર

તિરુપતિને દુનિયાનું સૌથી અમિર મંદિરોમાં ગણવામાં આવે છે. ભગવાન વિષ્ણુ બિરાજે છે. લોકો અહીં પોતાની મનોકામના લઈને આવે છે જ્યારે તે પુરી થાય છે. ત્યારે અહીં દાન કરે છે. આ કારણે આ મંદિરની દાન પેટી હંમેશા ભરાયેલી રહે છે.આ પણ વાંચોઃ- રાજકોટઃ બે અકસ્માતમાં યુવક-યુવતીના ઘટના સ્થળે મોત, HDFC બેન્કમાં પોર્ટફોલિયો મેનેજર યુવતીનું કરુણ મોત

આ પણ વાંચોઃ- દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર One Time Chargeમાં 200 કિમી ચાલશે, બુકિંગ શરૂ

કેશ ઉપરાંત અહીં ભક્તો સોનું ચઢાવે છે. એક અનુમાન પ્રમાણે મંદિરના ખજાનામાં આઠ ટન આભુષણો છે. આ સાથે જ અલગ અલગ બેંકોમાં મંદિરના નામ ઉપર 3 હજાર કિલો સોનું છે. મંદિર એટલું ધનવાન છે કે અનેક બેન્કોમાં મંદિરન નામથી 1 હજાર કરોડ રૂપિયાની એફડીઓ પણ છે. એક રિપોર્ટ પ્રમાણે બાલાજીની વાર્ષીક કમાણી 650 કરોડ રૂપિયા છે.તિરુપતિ બાલાજીના દર્શન માટે દરરોજ લાખો શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરની કુલ સંપત્તી 50 હજાર કરોડથી વધારે છે. માત્ર નવરાત્રીના સમયેમાં આ મંદિરમાં 12થી 15 કરોડનો ચઢાવો આવે છે.
Published by: ankit patel
First published: February 25, 2021, 10:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading