Astrology: 5 જૂનથી વક્રી શનિ મકર રાશિમાં કરશે ગોચર, ચમકાવી દેશે આ 3 રાશિના લોકોની કિસ્મત


Updated: May 24, 2022, 2:11 PM IST
Astrology: 5 જૂનથી વક્રી શનિ મકર રાશિમાં કરશે ગોચર, ચમકાવી દેશે આ 3 રાશિના લોકોની કિસ્મત
શનિ વક્રીનો પ્રભાવ આ ત્રણ રાશિ પર શુભ પ્રભાવ

Astrology: 5 જૂને શનિ ગ્રહ વક્રી ચાલ શરૂ કરવા જઈ રહ્યો છે. વક્રી તબક્કામાં શનિ તેની પાછલી રાશિ મકર રાશિમાં ફરી પ્રવેશ (shani retrograde in Capricorn soon) કરશે. ત્યારે ચાલો જાણીએ કઈ રાશિ માટે આ સમયગાળો શુભ (these zodiac signs will shine) અને કોના માટે કષ્ટદાયક સાબિત થશે.

  • Share this:
વૈદિક જ્યોતિષમાં શનિને કર્મનો ગ્રહ માનવામાં આવે છે. તે વ્યક્તિને તેના કર્મોના આધારે ફળ આપે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવ વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન કર્મોને ધ્યાનમાં રાખીને સારું કે ખરાબ પરિણામ આપે છે. શનિ લગભગ અઢી વર્ષ સુધી કોઈપણ રાશિમાં રહે છે. એપ્રિલના છેલ્લા મહિનામાં શનિએ પોતાની રાશિ બદલી હતી. હવે 5 જૂને શનિ ગ્રહ વક્રી ચાલ શરૂ કરવા જઈ રહ્યો છે. વક્રી તબક્કામાં શનિ તેની પાછલી રાશિ મકર રાશિમાં ફરી પ્રવેશ (shani retrograde in Capricorn soon) કરશે. ત્યારે ચાલો જાણીએ કઈ રાશિ માટે આ સમયગાળો શુભ (these zodiac signs will shine) અને કોના માટે કષ્ટદાયક સાબિત થશે.

શનિનું મકર રાશિમાં ગોચર આ રાશિઓ માટે શુભ

મેષ રાશિ-  મકર રાશિમાં શનિનું સંક્રમણ આ રાશિના જાતકો માટે ઉત્તમ સાબિત થશે. અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના રહેશે. નોકરી બદલવાની તક મળી શકે છે. જે લોકો પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ સમયગાળો ફાયદાકારક સાબિત થઈ શકે છે. કરિયરમાં તમને પ્રગતિ મળશે.

સિંહ રાશિ-  આ રાશિના નોકરિયાત લોકોને તેમના કરિયરમાં પ્રગતિની તક મળશે. મહેનતનું પૂરેપૂરું ફળ દેખાઈ રહ્યું છે. જેઓ નોકરી શોધી રહ્યા છે, તેમને આ સમયગાળા દરમિયાન કેટલીક સારી તકો મળી શકે છે. જેઓ પ્રોફેશનલ સર્વિસમાં છે, તેમના માટે આ શ્રેષ્ઠ સમય છે. આ દરમિયાન તમારી કારકિર્દીમાં જબરદસ્ત ઉછાળો આવશે.

મકર રાશિ- આ સમયગાળા દરમિયાન તમને સારી નોકરી મળવાની સંભાવના છે. કાર્યસ્થળ પર તમારી પ્રતિભા બતાવવાની તક મળશે. જીવનસાથીના કામમાં તમે સારો નફો મેળવી શકશો. આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

આ રાશિઓ માટે કપરો બની શકે છે સમયકર્ક રાશિ- વૈવાહિક સંબંધોમાં ખટાશ આવી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે. માનસિક શાંતિમાં ખલેલ પડી શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. કાર્યસ્થળ પર કોઈ તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે.

કન્યા રાશિ- જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમને કેટલાક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. કોઈ કારણસર તમારી વચ્ચે ઝઘડો અને ગેરસમજ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોની પ્રોફાઇલમાં બદલાવ આવી શકે છે.

કુંભ રાશિ- આ રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય સારો નથી લાગી રહ્યો. કેટલાક જૂના રોગ ઉભરી શકે છે. સ્વાસ્થ્ય સાચવવું પડશે.
Published by: Margi Pandya
First published: May 24, 2022, 1:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading