સપ્ટેમ્બરમાં વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો? આ શુભ મુહૂર્તમાં કરી શકો છો ખરીદી


Updated: September 1, 2021, 4:34 PM IST
સપ્ટેમ્બરમાં વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો? આ શુભ મુહૂર્તમાં કરી શકો છો ખરીદી
જમીન કે મકાન ખરીદવું, વાહન ખરીદવું કે કોઈપણ પ્રકારનું કાર્ય શુભ મુહૂર્ત વગર કરવું અશુભ માનવામાં આવે છે. (Representational Image: Shutterstock)

ભારતીય પરંપરા મુજબ કોઈ પણ શુભ કાર્ય કરવા માટે મુહૂર્ત (Shubh Muhurat)નું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

  • Share this:
ભારતીય પરંપરા મુજબ કોઈ પણ શુભ કાર્ય કરવા માટે મુહૂર્ત (Shubh Muhurat)નું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જમીન કે મકાન ખરીદવું, વાહન ખરીદવું કે કોઈપણ પ્રકારનું કાર્ય શુભ મુહૂર્ત (shubh muhurat vehicle purchase 2021) વગર કરવું અશુભ માનવામાં આવે છે. આ જ કારણે કોઈપણ ખરીદી કરતા પહેલા ઘણી યોજનાઓ બનાવવામાં આવે છે, પરંતુ ખરીદી શુભ સમયે જ થાય છે. જો તમે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા તમે પંચાંગ પર ઉપલબ્ધ શુભ સમયની લાંબી યાદીનો સંદર્ભ લઈ શકો છો.

પંચાંગમાં શુભ દિવસો અને તારીખો બતાવાઈ હોય છે. જેમાં ક્યારે શું ખરીદી થઈ શકે તેનો ઉલ્લેખ હોય છે. માત્ર કાર જ નહીં, તમે બાઇક, ટ્રક, ટ્રેક્ટર જેવા વાહનો માટે પણ શુભ મુહૂર્ત શોધી શકો છો. વાહન ખરીદવાનો મુહૂર્ત કાર ખરીદવાના શુભ દિવસથી અલગ નથી. તમે સપ્ટેમ્બર મહિનામાં વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો ખરીદી કરતા પહેલા શુભ સમયની યાદી પર નજર નાખો.

• તા. 2 સપ્ટેમ્બર ગુરુવારે વાહન ખરીદી કરવા માંગતા લોકો માટે 2:57:22 pmથી શુક્રવારેના 05:59:17 am સુધીનો સમય શુભ છે.

• તા. 9 સપ્ટેમ્બરના રોજ ખરીદી કરવા માંગતા લોકો માટે 6:02:46 amથી તા.10 સપ્ટેમ્બરના 00:20:20 amનો સમય શુભ રહેશે.

• સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયાના પ્રારંભમાં એટલે કે, 12મી સપ્ટેમ્બરના રોજ વાહન ખરીદી માટે શુભ સમય 9:50:41 amથી 05:22:38 pmનો છે.

• મહિનાના અંત ભાગમાં વાહન ખરીદી કરવા ઇચ્છતા લોકો માટે તા. 26 સપ્ટેમ્બરે 02:33:34 pmથી તા.27ના 06:11:10 am સુધીનો સમય શુભ છે.આ પણ વાંચોAaj nu Rashifal, 1 September 2021: ધન રાશિના જાતક માટે આજનો દિવસ ખાસ, દરેક ક્ષેત્રમાં થશે લાભ, આજનું રાશિફળ

• તા. 27 સપ્ટેમ્બરના રોજ કાર ખરીદવા માંગતા લોકો માટે 06:11:41 amથી 03:46:07 pmનો સમય શુભ છે.
First published: September 1, 2021, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading