મેષ રાશીફળ - કામનો બોઝ આજે તણાવ આપી શકે છે. યાત્રા થાકનું કારણ બની શકે છે, પરંતુ આર્થિક રીતે ફાયદાકારક રહેશે. આજે પરિવારના લોકો માટે સમય નહીં આપો તો નારાજ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સમજીને ઉઠાવેલા પગલા ફળદાયી રહેશે. નવી પરીયોજના શરૂ કરવા માટેનો સારો સમય છે. લાંબા સમયથી એટકેલા કામને પુરૂ કરવા શરૂઆત કરો. જીવનસાથીના કોઈ જુઠથી તમે નારાજ થઈ શકો છો. નોકરીયાતને સારા સમાચાર મળી શકે છે.
વૃષભ રાશીફળ - તમારા વિનમ્ર સમવભાવના વખાણ થઈ શકે છે. કોઈ મોટા સમૂહમાં ભાગીદારી રસપ્રદ સાબિત થશે, તમારો ખર્ચ વધી શકે છે. ઘરેલુ કામ કાજ અને રૂપિયા-પૈસાની માથાકુટ પરિવારમાં પરેશાની ઉભી કરી શકે છે. જીવનસાથી તમે ગિફ્ટ આપશો તેવી આશા રાખી શકે છે. તમારો હસવાનો હસાવવાનો સ્વભાવ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. વ્યાપારમાં અચાનક કોઈ શુભ સમાચાર મળી શકે છે.
મિથુન રાશીફળ - આજે તબીયતમાં તથા નાણાકીય સ્થિતિમાં નિશ્ચિત સુધાર જણાશે. સાથે ખર્ચામાં પણ વધારો જોવા મળી શકે છે. કોઈ સંબંધી તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પોતાની જાતને ખાસ માની શકો છો. કોઈ બહારના વ્યક્તિની દખલ અંદાજી જીવનસાથી સાથેના સંબંધમાં તણાવ પેદા કરી શકે છે. પરંતુ હોશિયારીથી મામલો સંભાળી શકો છો. અચાનક ધન પ્રાપ્તિથી ઉત્સાહ રહેશે.
કર્ક રાશીફળ - આઉટડોર ખેલ તમને આકરષિત કરશે. આર્થિક મામલામાં વધારે સાવધાની રાખવાની જરૂરત છે. સંબંધીઓ તમારા દુખમાં ભાગીદાર બનશે. તમારી પરેશાની વહેંચવામાં શરમ ના કરશો, તેનો રસ્તો મળી શકે છે. કોઈ એવા ઉદ્યોગમાં ના જોડાઓ જેના વધારે ભાગીદારો હોય. આજે ચિઠ્ઠી-પત્રીમાં સાવધાની રાખવી. જીવનસાથીનો સહયોગ સારો ન મળતા તમે નિરાશ થઈ શકો છો. તમારી કોમ્યુનિકેશન સ્કીલથી લોકો તમારી તરફ આકર્ષાઈ શકે છે.
સિંહ રાશીફળ - આજે તમારી વ્યક્તિત્વ અત્તરની જેમ મહેકાશે, અને બધાને આકર્ષિત કરશે. ઝવેરાત અને એન્ટીક વસ્તુમાં રોકાણ ફાયદાકારક અને સમૃદ્ધિ લઈને આવશે. પારિવારીક તણાવને લઈ તમારી એકાગ્રતા ભંગ ન થવા દો. આજે તમે વધારાની જવાબદારી પોતાના માથે લઈ શકો છો, જે તમારા માટે વધારે આવક અને પ્રતિષ્ઠાનું સબક સાબિત થશે. એવી કોઈ જામકારી ઉજાગર ન કરવી જે ગોપનીય હોય.
કન્યા રાશીફળ - કોઈ સમારોહમાં તમે હીનતાનો શિકાર બની શકો છો. આ સમસ્યામાંથી બહાર આવવા સકારાત્મક વિચારોનો સહારો લેવો. આ સિવાય તમે આત્મવિશ્વાસ પાછો નહીં મેળવી શકો. તમારી મનોકામના દુઆઓ દ્વારા પૂરી થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે. આજના દિવસે કાર્યક્ષેત્રમાં વસ્તુઓ કામ સારૂ બનશે. જે લોકો તમને પસંદ નથી કરતા તેમને પણ હસીને બોલાવવા. જીવનસાથી હાલમાં થયેલી ખટપટને ભૂલાવી પોતાના સારા સ્વભાવનો પરિચય આપી શકે છે.
તુલા રાશીફળ - ગર્દન અને કમરમાં દર્દ પરેશાન કરી શકે છે. આજે થઈ શકે તો ભરપૂર આરામ કરો. તમે જો લાંબા સમયગાળા માટે રોકાણ કરશો તો ફાયદો મળી શકે છે. વિવાદો અને મતભેદથી દુર રહેવું, કોઈની કમી શોધવાની આદતને નજર અંદાજ કરો. આજે ઓફિસમાં એવું કોઈ કામ મળી શકે છે, જે કરવા માટે લાંબા સમયથી તમે બચતા હતા. પરંતુ, ધ્યાન આપી કરશો તો ગડબડ વગર પુરૂ કરી શકો છો. વૈવાહિક જીવન સારૂ રહેશે.
વૃશ્ચિક રાશીફળ - આજે વધારે દિવાનગી માથે ચઢેલી રહેશે, પરંતુ પોતાની પર કાબુ રાખો. ખર્ચામાં થયેલો વધારે મનની શાંતી ભંગ કરી શકે છે. આજે જુઠુ બોલવાથી બચવું, સંબંધ બગડી શકે છે. ઓફિસમાં દુશ્મનો પણ આજે દોસ્ત બની જશે, તમારા એક માત્ર નાના કામના કારણે. એવા લોકો પર ધ્યાન આપો જે તમને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છે, તેમનાથી દુર રહો. જીવનસાથી સાથે બહાર જમવા જવાનું થઈ શકે છે.
ધન રાશીફળ - બેકાર વિચારો કરી ઉર્જા ખરાબ ન કરો, પરંતુ તેને સારી દીશામાં લગાવો. નવા આર્થિક કરાર અંતીમ રૂપ લેશે અને ધન તમારી તરફ આવશે. પરિવાર સાથે વિતાવેલો સમય ખુશનુમા રહેશે. કોઈની સાથે મિત્રતા કરો તો તેના વિશે બધુ જાણી લો, દગો મળવાની સંભાવના છે. આજે બોસની નજર તમારી તરફ રહેશે, જેથી કામ સારી રીતે અને ધ્યાનપૂર્વક કરવું. જીવનસાથીના કારણે માનસિક અશાંતીનો સામનો કરવો પડી શકે છે.
મકર - દિવસ ફાયદાકારક સાબિત થશે, અને જુની બીમારીમાં રાહત મળશે. જે ઉધારી માટે તમારી પાસે આવે, તેને નજર-અંદાજ કરવાનું સારૂ રહેશે. તમારી ભરપૂર ઉર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામ લાવશે અને તણાવને દૂર રાખશે. આજે તમને કોઈ ખાસ મિત્ર મળી શકે છે. આજનો દિવસ ખુબ સક્રિય અને લોકોને મળવાનો રહેશે. લોકો તમારી સલાહ માંગી શકે છે, જે વગર વિચારે લોકો માની શકે છે. એવા લોકોથી દુર રહેવું જે તમારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માંગે છે.
કુંભ રાશીફળ - આજનો દિવસ એવા કામ કરવા માટે શ્રેષ્ઠ છે, જે કરવાથી તમને ગમે. અનુમાન મુજબ રોકાણ નુકશાન અપાવી શકે છે. જેથી સલાહ સુચન અને સાવધાનીથી રોકાણ કરવું. સામુહિક આયોજનમાં કોઈ તમને મજાકનો વિષય બનાવી શકે છે, જેથી હોશિયારીનો ઉપયોગ કરો. બોલીને બગાડશો નહીં. આજે કાર્યસ્થળ પર બોસ વધારે કડક જોવા મળી શકે છે. આજે તમને જીવનસાથીનો ભરપૂર પ્રેમ મળી રહેશે.
મીન રાશીફળ - પોતાના શરીરનો થાક ઉતારવા માટે અને ઉર્જા સ્તરને વધારવા માટે તમારે પૂરા આરામની જરૂરત છે. નિરાશાવાદી બનવાથી બચો. ચાલાકીભરી આર્થિક યોજનાઓમાં ફસાવાથી બચો - રોકાણ કરવામાં સાવધાની રાખો. તમારા સિતારા આજે તમને અસાધારણ શક્તિ આપશે, જેથી એવા નિર્ણયો લો જે જરૂરી છે અને ભવિષ્યમાં તમને સારી દિશા આપી શકે.