આ દિવસે ભૂલથી પણ ના ખરીદો સાવરણી, નહીં તો ઘર કંગાળ થઇ જશે અને...

News18 Gujarati
Updated: February 4, 2023, 12:14 PM IST
આ દિવસે ભૂલથી પણ ના ખરીદો સાવરણી, નહીં તો ઘર કંગાળ થઇ જશે અને...
સાવરણીને ક્યારે પગ અડાડશો નહીં.

Vastu tips for broom: સાવરણીનું વાસ્તુ અનુસાર અનેક રીતે મહત્વ રહેલું છે. આ માટે સાવરણી લેતી વખતે તેમજ ઘરમાં રાખતી વખતે પણ અનેક નાની-નાની વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. તો જાણો તમે પણ સાવરણી કયા દિવસે ખરીદવી જોઇએ નહીં.

  • Share this:
Vastu tips: વાસ્તુ અનુસાર સાવરણીનું ઘરમાં અનેક રીતે મહત્વ રહેલું છે. માન્યતાઓ અનુસાર સાવરણીમાં મા લક્ષ્મીનો વાસ હોય છે. આ માટે સાવરણીનો ઉપયોગ કરતા પહેલા અનેક નિયમોને ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે. વાસ્તુ અનુસાર સાવરણી પણ અમુક દિવસોમાં ખરીદી શકાતી નથી. તમે ગમે તે દિવસે સાવરણી બજારમાંથી લાવો છો તો એ તમને ઘણી વાર અશુભ સંકેત પણ આપી શકે છે. આમ, જો તમે પણ ગમે ત્યારે સાવરણી ખરીદી લો છો તો તમારે એલર્ટ થવાની જરૂર છે.

આમ, વાત કરવામાં આવે તો વાસ્તુ અનુસાર ઘરમાં નાની-નાની બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. ઘણી વાર ગમે તેટલું ધ્યાન રાખો તો પણ જીવનમાં તકલીફો પડતી હોય છે. તો જાણી લો તમે પણ કયા દિવસે સાવરણી બજારમાંથી ખરીદવી જોઇએ નહીં.

આ પણ વાંચો:જાણી લો તુલસીના પાન તોડવાના આ નિયમો

સોમવાર


માન્યતાઓ અનુસાર સાવરણી ક્યારે પણ સોમવારના દિવસે ખરીદવી જોઇએ નહીં. સોમવારનો દિવસ ભગવાન સમર્પિત હોય છે. આ માટે સાવરણીને ક્યારે પણ સોમવારના દિવસે ખરીદવી જોઇએ નહીં. જો તમે સોમવારના દિવસે સાવરણી ખરીદવાનું વિચારી રહ્યા છો તો રહેવા દેજો.

શુક્લ પક્ષ

સાવરણી ક્યારે પણ શુક્લ પક્ષમાં ખરીદવી જોઇએ નહીં. આમ કરવાથી આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ શુક્લ પક્ષમાં સાવરણી ખરીદવાથી દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે.

આ પણ વાંચો:દુનિયામાં શક્તિશાળી છે આ વસ્તુ

રવિવાર


રવિવારનો દિવસ શુભ માનવામાં આવે છે. આ માટે ક્યારે પણ રવિવારના દિવસે સાવરણી ખરીદવી જોઇએ નહીં. આ દિવસ ભગવાન સૂર્યની આરાધના કરવાથી ઘરમાં સુખ-સમુદ્ધિ રહે છે. આ દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાં અનેક ઘણી તકલીફો આવી શકે છે. આ માટે ક્યારે પણ રવિવારના દિવસે સાવરણી ખરીદવી જોઇએ નહીં.

શનિવાર


તમે બહાર જાવો છો અને શનિવારનો દિવસ છે તો તમે સાવરણી લેવાનો વિચાર કરતા નહીં. શનિવારના દિવસે ક્યારે પણ સાવરણી ખરીદવી જોઇએ નહીં. શનિવારના દિવસે તમે સાવરણી લો છો તો અનેક આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ દિવસે સાવરણી ખરીદવાથી શનિ દોષ લાગી શકે છે.


ક્યારે સાવરણીને પગ લગાવશો નહીં


ઘરમાં પડેલી સાવરણીને ક્યારે પણ પગ અડાડશો નહીં. સાવરણીને પગ અડાડવાથી અનેક ઘણું નુકસાન થઇ શકે છે.
Published by: Niyati Modi
First published: February 4, 2023, 12:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading