નોમના દિવસે મા સિદ્ધદાત્રીની આ રીતે કરો પૂજા, રાખો આ વાતનું ખાસ ધ્યાન

News18 Gujarati
Updated: October 24, 2020, 5:32 PM IST
નોમના દિવસે મા સિદ્ધદાત્રીની આ રીતે કરો પૂજા, રાખો આ વાતનું ખાસ ધ્યાન
પ્રતિકાત્મક તસવીર

તેવું પણ મનાય છે કે તમામ દેવી દેવતાઓને જે સિદ્ધી પ્રાપ્ત થઇ છે તે આ દેવીની પૂજાથી જ થઇ છે. તમને જણાવી દઇએ કે મા સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન છે અને હાથોમાં કમળ, શંખ, ગદા, સુદર્શન ચક્ર ધારણ કર્યાં છે

  • Share this:
નવરાત્રીના નવ દિવસ મા દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે માતાજીનું છેલ્લુ નોરતું છે. આજે માતાજીના સિદ્ધદાત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેવું મનાય છે કે માતાજીની આજે પૂજા કરવાથી તમે જીવનમાં જે ઇચ્છો તે સિદ્ધિ પાત્ર કરી શકો છો. અને તમારા જીવનમાં સુખ, સંપત્તિ અને સમુદ્ધિ આવે છે. અને માતાની કૃપા તમારા પરિવાર પર રહે છે.

ત્યારે કોરાના કાળમાં મોટાભાગના લોકો ઘરે જ મા નવદુર્ગાની પૂજા કરે છે. મા સિદ્ધદાત્રીની નોમના દિવસે પૂજા કરવાનું અનોખું મહત્વ છે. નવદુર્ગાના સિદ્ધિ અને મોક્ષ આપનારા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહે છે. કહેવાય છે કે દેવ, યક્ષ, કિન્નર, દાનવ, ઋષિ-મુનિ, સાધક અને ગૃહસ્થ આશ્રમના ભક્તોએ મા સિદ્ધિદાત્રીની પૂજા કરવી જોઇએ. તેનાથી તેમને યશ, બળ અને ધનની પ્રાપ્તિ થાય છે. સિદ્ધિદાત્રી દેવી એ તમામ ભક્તોને મહાવિદ્યાઓની અષ્ટ સિદ્ધિઓ પ્રદાન કરે છે, પણ તે માટે તમારે શુદ્ધ અને સાચા મનથી તેમની આરાધના કરવી પડશે.

તેવું પણ મનાય છે કે તમામ દેવી દેવતાઓને જે સિદ્ધી પ્રાપ્ત થઇ છે તે આ દેવીની પૂજાથી જ થઇ છે. તમને જણાવી દઇએ કે મા સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન છે અને હાથોમાં કમળ, શંખ, ગદા, સુદર્શન ચક્ર ધારણ કર્યાં છે. સિદ્ધિદાત્રી મા સરસ્વતીનું પણ સ્વરૂપ છે, અને સુદર્શન ચક્ર સાથે તેમની લક્ષ્મીનું સ્વરૂપ પણ મનાય છે. ત્યારે મા સિદ્ધદાત્રીના પૂજન માટે કરો આ મંત્રનું જાપ.

સિદ્ધગંધર્વ યક્ષા ઘૈરસુરૈરમરૈરપિ ।
સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયની ।।

વધુમાં આજની વિશેષ પૂજામાં મા સિદ્ધિદાત્રીને ફળ, હલવો, પૂરી, કાળા ચણા અને નારિયેળનો ભોગ ધરાવવામાં આવે છે. જે ભક્ત નવરાત્રીનું વ્રત કરી નવમા પૂજન સાથે સમાપાન કરે છે, તેમને પર માની કૃપા હંમેશા રહે છે.આ પણ વાંચો : નેહા કક્કડએ રોહનપ્રીતના નામની લગાવી મહેંદી, જુઓ સુંદર Photos

વધુમાં તમે, આ દિવસે દુર્ગાસપ્તશતીના નવમા અધ્યાયથી માતાનું પૂજન કરો. નવરાત્રીમાં આ દિવસે હવન પણ થાય છે. કહેવાય છે કે માતાજીની પૂજાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. માતાજીની પૂજા બાદ કુંવારી કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે.

તેમને માતાના પ્રસાદની સાથે દક્ષિણા આપવામાં આવે છે અને કુમારી કન્યાઓના ચરણસ્પર્શ કરી તેમના આશીર્વાદ લેવામાં આવે છે. આઠ દિવસ વ્રત, નવમી પૂજા અને કન્યાઓને ભોજન કરાવ્યા બાદ માતાજીનો આ ઉત્સવ પરીપૂર્ણ થાય છે.
Published by: Chaitali Shukla
First published: October 24, 2020, 5:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading