Aashram 3 Review: સીઝન 3માં 'બાબા નિરાલા'ની ભગવાન બનવાની સફર દર્શકોને એટલી ન ગમી, સિરીઝની પકડ થઇ ઢીલી


Updated: June 3, 2022, 2:57 PM IST
Aashram 3 Review: સીઝન 3માં 'બાબા નિરાલા'ની ભગવાન બનવાની સફર દર્શકોને એટલી ન ગમી, સિરીઝની પકડ થઇ ઢીલી
વાંચો કેવી છે બાબા નિરાલાની દુનિયા

Aashram 3 Review: આશ્રમ 3માં લેખકે બાબા નિરાલાની ભૂમિકા પર પુરતું ધ્યાન આપ્યું નથી. બાબાથી ભગવાન બનવાની સફરમાં બાબા નિરાલાનું મૂળ પાત્ર ક્યાંય પણ ચિત્રિત થતું નથી. શરૂઆતના એપિસોડમાં બાબા નિરાલાને પમ્મીની યાદમાં પાગલ થતો દર્શાવવામાં આવ્યો છે, તો બાદમાં બાબા નિરાલા પોતાની શક્તિ જાળવી રાખવાની કોશિશ કરી રહ્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રકાશ ઝાએ પ્રોડ્યુસ અને ડાયરેક્ટ કરેલી આશ્રમ સિરીઝમાં બોબી દેઓલ, અદિતી, પોહંકર, ચંદન રોય, સન્યાલ, દર્શન કુમાર અને ત્રિધા ચૌધરીએ અદભુત પાત્ર ભજવ્યા છે. જેમાં બોબી દેઓલે બાબા નિરાલાનું પાત્ર ભજવ્યું છે. બાબા નિરાલા સામે એક યુવતી લડવાનો નિર્ણય કરે છે અને બાબા નિરાલા પોતાના ભક્તોને કેવી રીતે દગો આપે છે, તે આ સીરિઝમાં દર્શાવવામાં આવ્યું છે.

જો તમે આશ્રમ સીરિઝની પહેલી બે સીઝન જોઈ હશે તો તમે આ સીરિઝની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હશો. પરંતુ તમે આશ્રમની ત્રીજી સીઝન (Aashram 3) જોઈને નિરાશ થઈ શકો છો.

આશ્રમ 3માં પમ્મી પહેલવાન પર વધુ ફોક્સ આપવામાં આવ્યું છે. પમ્મી પહેલવાન બાબા નિરાલાથી પોતાનો જીવ બચાવીને નાસી જાય છે. તે બાબા નિરાલા સામે લડે છે અને બાબા નિરાલા કેવી રીતે ભગવાનના નામ પર યૌન શોષણ કરે છે, તે લોકોની સામે લાવવાની કોશિશ કરે છે. આશ્રમ 3માં તમામ 10 એપિસોડ 40 મિનિટના છે. 9 એપિસોડમાં કંઈ ખાસ દર્શાવવામાં આવ્યું નથી. તેમાં બાબા નિરાલા (Baba Nirala) ની ટીમ પમ્મીનો પીછો કરતી રહે છે.

સીઝન 3માં કેટલાક એપિસોડમાં વચ્ચે વચ્ચે તમને ખૂબ જ રસ પડી શકે છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કોમલની કહાની જોતા તમારી નજર સ્ક્રીન પરથી દૂર નહીં થઈ શકે છે. ત્રિધા ચૌધરીના નિર્ણયને કારણે સીઝન 3 જોવાનો તમારો ઉત્સાહ વધી શકે છે. બાબા નિરાલાની પત્નીએ અગાઉના એપિસોડમાં પોતાના ભૂતકાળ વિશે વાત કરી હતી. તમામ પાત્રોની પર્સનાલિટી ખૂબ જ અદભુત છે.

બાબા નિરાલા અને પમ્મી પહેલવાનની લડાઈ કોર્ટ સુધી પહોંચે છે, ત્યારે તમે એવું વિચારશો કે કહાની ખૂબ જ રસપ્રદ બનશે. પરંતુ આશ્રમ 3માં સૌથી ખરાબ ડ્રામા કોર્ટરૂમમાં થાય છે. વકીલોની ભૂમિકા ભજવનાર અભિનેતાઓમાં કંઈ ખાસ વિશેષતા કે ઊર્જા જોવા મળતી નથી. સામાન્ય રીતે કોર્ટ રૂમમાં વકીલની ભૂમિકા ઉચ્ચ લેવલની હોય છે. પરંતુ સીઝન 3માં વકીલના ડાયલોગ્સ ખૂબ જ નબળા છે અને કહાની પતાવવાની પ્રયાસ કરવામાં આવ્યો છે.આશ્રમ 3માં બાબા નિરાલા તરીકે બોબી દેઓલે પોતાનું આકર્ષણ ગુમાવી દીધું છે. આશ્રમની પહેલી અને બીજી સીઝનમાં બોબી દેઓલે ચાલાક અને શક્તિશાળી પાત્ર ભજવ્યું હતું. પરંતુ સીઝન 3માં બોબી દેઓલે શું પાત્ર ભજવ્યું છે? તે કંઈ ખાસ ખ્યાલ આવતો નથી. શરૂઆતના એપિસોડમાં બાબા નિરાલાને પમ્મીની યાદમાં પાગલ થતો દર્શાવવામાં આવ્યો છે, તો બાદમાં બાબા નિરાલા પોતાની શક્તિ જાળવી રાખવાની કોશિશ કરી રહ્યો છે.
View this post on Instagram


A post shared by kajubabe (@samkajtam)


આશ્રમ 3માં લેખકે બાબા નિરાલાની ભૂમિકા પર પુરતું ધ્યાન આપ્યું નથી. બાબાથી ભગવાન બનવાની સફરમાં બાબા નિરાલાનું મૂળ પાત્ર ક્યાંય પણ ચિત્રિત થતું નથી.

આશ્રમ 3માં એશા ગુપ્તા બાબા નિરાલાને પોતાની છબી ઊભી કરવામાં મદદ કેરે છે, ત્યારે ટ્વિસ્ટ આવે છે. તેને એક એવી વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવી છે જે ખૂબ જ પ્રામાણિક અને સ્માર્ટ છે, તેને ખબર છે કે, કોઈપણ વસ્તુને સર્વોત્તમ કેવી રીતે બનાવવામાં આવે છે. એશા ગુપ્તાનો અભિનય અને તેની રાજરમત તમને ખૂબ જ પસંદ આવશે.

આ ત્રીજી સીઝનમાં દર્શન કુમાર અને ત્રિધા ચૌધરીના પાત્ર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી. દર્શન કુમાર માત્ર પમ્મી પહેલવાનના સમર્થનમાં કામ કરે છે, ત્રિધાએ એટલું કંઈ ખાસ કામ કર્યું નથી. આ સીઝન એક ટ્વિસ્ટ સાથે પૂર્ણ થાય છે અને સીઝન ચારનો પ્રોમો દર્શાવે છે. સીઝન ચારનો પ્રોમો તમને નિશ્ચિતપણે રોમાંચિત કરી દેશે.

આશ્રમની સીઝન 3 માત્ર અને માત્ર ખેંચવામાં આવી છે. આ સીઝનને સરળતાથી નાની કરી શકાતી નથી.
First published: June 3, 2022, 2:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading