Bigg Boss: ‘સિદ્ધાર્થ-શેહનાઝ અને રશ્મિના કારણે બિગ બોસ 13 સૌથી બેસ્ટ સિઝન હતી’ – અમન વર્મા


Updated: May 29, 2022, 10:51 AM IST
Bigg Boss: ‘સિદ્ધાર્થ-શેહનાઝ અને રશ્મિના કારણે બિગ બોસ 13 સૌથી બેસ્ટ સિઝન હતી’ – અમન વર્મા
સિદ્ધાર્થ સહનાઝ વાળી સિઝન સૌથી શ્રેષ્ઠ હતી- અમન વર્મા

Bigg Boss: બિગ બોસ સીઝન 9માં જોવા મળેલા અમન વર્માએ ખુલાસો કર્યો હતો કે તેને શોની પછીની સીઝન જોવાનું મન થતું નથી. તેને લાગ્યું કે શોમાં આવવા માટે કાં તો ઝઘડા અને બૂમાબૂમ કરવી પડે છે અથવા તો બીજા કન્ટેસ્ટન્ટ સાથે પ્રેમ સંબંધમાં રહેવું પડે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી ફેમ અમન વર્મા (Aman Verma) કે જેઓ બાદમાં બોલિવૂડમાં ચાલ્યા ગયા હતા અને લાંબા સમયથી ઓન-સ્ક્રીન જોવા મળ્યા નથી. તેમણે ટીવી રિયાલિટી શો બિગ બોસ (Big Boss) વિશે કેટલાક મંતવ્યો શેર કર્યા છે. અભિનેતાએ વ્યક્ત કર્યું કે આ શો તેની સીઝન 13 (Aman Verma on Big Boss Season 13) બાદથી સતત નીચે જઈ રહ્યો છે.

અહેવાલો અનુસાર, અમને રિયાલિટી શો વિશે ખુલીને વાત કરી હતી અને કહ્યું કે આ શો હવે ધાર્યા પ્રમાણે મનોરંજન આપી રહ્યો નથી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં અમને જણાવ્યું કે, “મને લાગે છે કે બિગ બોસની સિઝન 13 સૌથી બેસ્ટ સિઝન હતી, જેમાં સિદ્ધાર્થ શુક્લા, શેહનાઝ ગિલ અને રશ્મિ દેસાઇ હતા. ત્રણેયની પર્સનાલિટી અલગ હતી અને શો નિહાળવો પણ ખૂબ રસપ્રદ લાગતો હતો. પરંતુ ત્યાર બાદ બે સિઝન પ્રમાણમાં ખાસ રહી નહીં.”

બિગ બોસ સીઝન 9માં જોવા મળેલા અમને ખુલાસો કર્યો હતો કે તેને શોની પછીની સીઝન જોવાનું મન થતું નથી. તેને લાગ્યું કે શોમાં આવવા માટે કાં તો ઝઘડા અને બૂમાબૂમ કરવી પડે છે અથવા તો બીજા કન્ટેસ્ટન્ટ સાથે પ્રેમ સંબંધમાં રહેવું પડે છે. ઉલ્લેખનીય છે કે, રિયાલિટી શોની સીઝન 15 તાજેતરમાં જ પૂરી થઈ હતી અને તેજસ્વી પ્રકાશે તેની વિનર બની હતી. આ શોમાં કરણ કુંદ્રા પણ હતો અને આ જોડી બિગ બોસના ઘરની અંદર એકબીજાના પ્રેમમાં પડી હતી.
અમાને એવો પણ ખુલાસો કર્યો હતો કે, જો તે આજે ટીવી ચાલુ કરવા માંગતો હોય તો તે ટીવી શો જોવા કરતાં વૈકલ્પિક પ્લેટફોર્મ પર કંઈક રસપ્રદ જોવાનું પસંદ કરશે. તેણે ઉમેર્યુ કે, “હું આજે જે છું તે ટીવીને કારણે છું, પરંતુ પ્રામાણિકપણે કહું તો મને લાગે છે કે કન્ટેન્ટ કંઇ ખાસ પ્રોગ્રેસિવ થયું નથી અને તેથી ટીવી પર શું થઈ રહ્યું છે, તેનો ટ્રેક જ મેં ગુમાવી દીધો છે.” સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો ઊંડો રસ દાખવનારા અને 2000થી શો હોસ્ટ કરવામાં વ્યસ્ત અમને મનીષ પૉલના વખાણ કરતા કહ્યું કે, આજના સમયમાં તે ખૂબ જ સારા હોસ્ટ છે.

આ પણ વાંચો- IPLની ક્લોઝિંગ સેરેમનીમાં પડશે જલસો, A R રહેમાન અને નીતિ મોહન અમદાવાદમાં કરી રહ્યાં છે રિહર્સલ

અમન છેલ્લે એક વેબ સિરીઝ 'રૂહાનિયત'માં જોવા મળ્યા હતા, જે એક રોમેન્ટિક-મિસ્ટ્રી ડ્રામા છે, જેનું નિર્દેશન ગ્લેન બેરેટો અને અંકુશ મોહલાએ કર્યું હતું. એમએક્સ પ્લેયરની આ વેબ સિરિઝમાં અર્જુન બિજલાની, કનિકા માન અને સ્મિતા બંસલે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં જ તેણે રૂચી ગુર્જર અને જુબિન શાહ સાથે સાજન અગ્રવાલના ‘એક લડકી’ સોંગ માટે શૂટિંગ કર્યું હતું.
Published by: Margi Pandya
First published: May 29, 2022, 10:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading