Bigg Boss 16: સોનાના શૂઝ પહેરે છે અબ્દુ રોજિક, દુનિયાના સૌથી નાના સિંગરની નેટવર્થ જાણીને ઉડી જશે હોશ
News18 Gujarati Updated: October 9, 2022, 10:41 AM IST
અબ્દુ એક જ દિવસમાં લાખો રૂપિયા કમાય છે
Bigg Boss 16 : અબ્દુ રોજિક પોતાના સોન્ગના કારણે દુનિયાભરમાં સ્ટાર બની ચુક્યો છે. સોશિયલ મીડિયા સેન્સેશન અબ્દુ પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. જેના હજારો સબ્સ્ક્રાઇબર્સ છે.
Bigg Boss 16 abdu rozik : બિગ બૉસ 16 આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. ટીવીના સૌથી ચર્ચિત રિયાલીટી શૉમાં ઘણા જાણીતા ચહેરાઓએ એન્ટ્રી લીધી છે. પરંતુ એક કન્ટેસ્ટન્ટ એવો છે, જે બિગ બૉસના ઘરમાં જ નહીં પરંતુ બહાર પણ લાખો લોકોના દિલ જીતી ચુક્યો છે. અમે વાત કરી રહ્યાં છીએ ક્યૂટ સ્માઇલથી લોકોના દિલો પર રાજ કરનારા અબ્દુ રોજિકની. તઝાકિસ્તાનના રહેવાસી 19 વર્ષીય અબ્દુ દુનિયાનો સૌથી નાના કદનો સિંગર છે અને દુનિયાભરમાં ઘણો ફેમસ છે.
લાખોમાં છે અબ્દુના શૂઝની કિંમત
હાલમાં જ બિગ બૉસના ઘરમાં અબ્દુ રોજિકના શૂઝની કિંમતે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ. જેણે પણ અબ્દુના જૂતાની કિંમત જાણી તેના મનમાં આ જૂતા ચોરવાનો વિચાર આવી ગયો. હકીકતમાં, અબ્દુના 40 હજાર ડોલરના ગોલ્ડના શૂઝની કિંમત જાણીને કન્ટેસ્ટન્ટના હોશ ઉડી ગયા હતા.
આ પણ વાંચો : ગંદી ક્લિપ લીક થયા બાદ ભોજપુરીની આ ટૉપ એક્ટ્રેસને કામના ફાંફા, સાથે ફિલ્મ કરવા કોઇ નથી તૈયાર
જો કે પછીથી અબ્દુ જણાવે છે કે આ પાંચ હજાર ડોલર (ચાર લાખ દસ હજાર રૂપિયા)ના છે અને તેને છુપાવી દે છે. આટલા મોંઘા જૂતા વિશે જાણ્યા બાદ તમે પણ જરૂર ચોંકી ગયા હશો. તો ચાલો જાણીએ કે 19 વર્ષના અબ્દુ કેટલી સંપત્તિનો માલિક છે.
અબ્દુને બાળપણથી જ રિકેટ્સ નામની બીમારી
અબ્દુ રોજિક પોતાના સોન્ગના કારણે દુનિયાભરમાં સ્ટાર બની ચુક્યો છે. સોશિયલ મીડિયા સેન્સેશન અબ્દુ પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. જેના હજારો સબ્સ્ક્રાઇબર્સ છે. 3 સપ્ટેમ્બર 2003ના રોજ તઝાકિસ્તાનમાં જન્મેલા અબ્દુને બાળપણથી જ રિકેટ્સ નામની બીમારી છે અને આર્થિક તંગીના કારણે તેનો પરિવાર તેનો ઇલાજ ન કરાવી શક્યો. તેવામાં તેનું કદ ઠીંગણું જ રહી ગયું, પરંતુ ટેલેન્ટના મામલે તે પહેલાથી જ ઘણો ધનવાન છે. તેવામાં આજે અબ્દુ એક દિવસમાં જ લાખો રૂપિયા કમાય છે.
આ પણ વાંચો : બેડરૂમમાં આવી હરકત કરીને ભરાઇ MMS લીક વાળી અંજલી અરોરા, લોકો કરવા લાગ્યા ગંદી ડિમાન્ડ
અબ્દુ રોજિક પોતાના રૅપ સૉન્ગ 'ઓહી દિલી જોર'થી વર્લ્ડ ફેમસ થયો હતો. રિપોર્ટ્સ અનુસાર દુનિયાના સૌથી નાના કદનો સિંગર અબ્દુ રોજિક 2 કરોડની સંપત્તિનો માલિક છે. સાથે જ તેની પાસે 10 વર્ષ માટે અબુ ધાબીના ગોલ્ડન વીઝા પણ છે. તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર 2022નો અવોર્ડ પણ જીતી ચુક્યો છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા અને બ્રાન્ડ્સથી પણ કમાણી કરે છે. હવે તે સલમાન ખાન સાથે 'કિસી કા ભાઇ કીસી કી જાન'થી બોલીવુડમાં ડેબ્યુ પણ કરવા જઇ રહ્યો છે.
Published by:
Bansari Gohel
First published:
October 9, 2022, 10:41 AM IST