શું બીજી વખત પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા? Cannes નો વીડિયો વાયરલ થયા ફેન્સે પુછ્યાં સવાલ

News18 Gujarati
Updated: May 21, 2022, 7:25 AM IST
શું બીજી વખત પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા? Cannes નો વીડિયો વાયરલ  થયા ફેન્સે પુછ્યાં સવાલ
શું ઐશ્વર્યા રાય બચ્ચન બીજી વખત પ્રેગ્નેન્ટ છે

Does Aishwarya Rai Bachchan is Pregnant Second time: ઐશ્વર્યાની પાર્ટીનો વીડિયો વાઇરલ થતાં જ અનેક યુઝર્સે સવાલ કર્યો હતો કે તે પ્રેગ્નન્ટ છે? ઐશ્વર્યા પાર્ટીમાં જ્યારે એન્ટર થાય છે ત્યારે તેનું પેટ વધુ દેખાય છે અને આ જ કારણે યુઝર્સ સોશિયલ મીડિયા પર સવાલ કરી રહ્યાં છે કે શું ઐશ્વર્યા પ્રેગ્નેન્ટ છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કાન ફિલ્મ ફેસ્ટિવલની આફ્ટર પાર્ટીમાં બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનનો એક વીડિયો સામે આવ્યો છે જે હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ઐશ્વર્યા રાય બચ્ચન આ પાર્ટીમાં તેની દીકરી આરાધ્યા અને પતિ પતિ અભિષેક બચ્ચન સાથે નજર આવે છે. જેમાં ઐશ્વર્યા શિમરી પિંક કલરનાં ગાઉન તથા પિંક જેકેટમાં નજર આવી હતી. આરાધ્યાએ રેડ ફ્રોક પહેર્યું હતું અને અભિષેક બ્લેક સૂટમાં હતો. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયને તેના લુકને કારણે ટ્રોલ કરવામાં આવી હતી. આટલું જ નહીં ઐશ્વર્યાનો પાર્ટીનો એક વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે સવાલ કર્યો હતો કે એશ્વર્યા રાય બચ્ચન પ્રેગ્નન્ટ છે?

ઐશ્વર્યાની પાર્ટીનો વીડિયો વાઇરલ થતાં જ અનેક યુઝર્સે સવાલ કર્યો હતો કે તે પ્રેગ્નન્ટ છે? ઐશ્વર્યા પાર્ટીમાં જ્યારે એન્ટર થાય છે ત્યારે તેનું પેટ વધુ દેખાય છે અને આ જ કારણે યુઝર્સ સોશિયલ મીડિયા પર સવાલ કરી રહ્યાં છે કે શું ઐશ્વર્યા પ્રેગ્નેન્ટ છે. ઐશ્વર્યાને મેકઅપને કારણે ટ્રોલ કરવામાં આવી હતી. ઘણાં યુઝર્સે કહ્યું હતું કે ઐશ્વર્યાએ બોટોક્સ વધુ પડતા લીધા હોય તેમ લાગે છે, કારણ કે તેનાં ચહેરા પર સોજા છે. તો એક યુઝર લખે છે ઐશ્વર્યા હવે ઘરડી લાગે છે. તેના ચહેરા પર પહેલાં જેવી ચમક નથી.

અન્ય એક યુઝરે એવી કમેન્ટ કરી છે કે, શું ઐશ્વર્યાએ લીપ સર્જરી કરાવી છે. તો અન્ય એકે એવી કમેન્ટ કરી હતી કે ઐશ્વર્યાના ચહેરા સાથે કંઈક ખોટું થયું છે. મેકઅપ મેજિક કામ ના આવ્યું.

તો એક યુઝરે એવી કમેન્ટ કરી છે કે, યાર આને શું જરૂર હતી પ્લાસ્ટિક સર્જરીની. કેમ ચહેરો બગાડી નાખ્યો? બોટોક્સ લુક. અન્ય એકે એમ કહ્યું હતું કે ક્યારેય વિચાર્યું નહોતું કે ઐશ્વર્યા આવી લાગશે.પાર્ટીનો વીડિયો વાઇરલ થયો
પાર્ટીનો એક ઇનસાઇડ વીડિયો વાઇરલ થયો છે. ઐશ્વર્યા પાર્ટીમાં પતિને દીકરી સાથે એન્ટર થાય છે. તે સમયે પાર્ટીમાં હોલિવૂડ એક્ટ્રેસ ઈવા લોંગોરિયાને મળે છે. ઈવા એશ્વર્યાનું સ્વાગત કરે છે અને બંને વાત કરે છે. આ દરમિયાન ઈવાની નજર આરાધ્યા પર પડે છે અને તેને ભેટી પડે છે. ઐશ્વર્યા આ મોમેન્ટ જોઈને સ્માઇલ આપે છે. ઈવાએ પોતાના ત્રણ વર્ષીય દીકરાને વીડિયો કૉલ કર્યો હતો અને આરાધ્યા સાથે વાત કરાવી હતી. ઐશ્વર્યાએ વીડિયો કૉલ દરમિયાન ત્રણ વર્ષીય દીકરાને હેન્ડસમ કહ્યો હતો. આ દરમિયાન અભિષેક પણ જોવા મળ્યો હતો.
Published by: Margi Pandya
First published: May 21, 2022, 7:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading