માધુરી દીક્ષિત 'The Fame Game' થી કરશે ડિજિટલ ડેબ્યૂ, પર્દા પર આવશે અનામિકા આનંદના સ્ટારડમની કહાની

News18 Gujarati
Updated: January 27, 2022, 4:06 PM IST
માધુરી દીક્ષિત 'The Fame Game' થી કરશે ડિજિટલ ડેબ્યૂ, પર્દા પર આવશે અનામિકા આનંદના સ્ટારડમની કહાની
માધુરી દિક્ષીત ઓટીટી પર ડેબ્યુ કરશે

માધુરી દીક્ષિત (Madhuri Dixit) ની 'ધ ફેમ ગેમ' (The Fame Game) બોલિવૂડની એક અભિનેત્રીની વાર્તા છે, જેનું જીવન તેના ચાહકોને પરફેક્ટ લાગે છે, પરંતુ તેના જીવનના ઘણા કાળા સત્યો છે.

  • Share this:
બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત (Madhuri Dixit) તેની જબરદસ્ત ફિલ્મી ઇનિંગ્સ રમ્યા બાદ હવે ડિજિટલની દુનિયામાં પગ મુકી રહી છે. માધુરીની વેબ સિરીઝ 'ધ ફેમ ગેમ' (The Fame Game) નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ વેબ સિરીઝમાં માધુરી અનામિકા આનંદના રોલમાં જોવા મળશે. નિર્માતા કરણ જોહરે (Karan Johar) થોડા સમય પહેલા તેનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. જેમાં માધુરીની સાથે માનવ કૌલ અને સંજય કપૂર પણ જોવા મળે છે.

માધુરી દીક્ષિતના આ ડેબ્યુ શોનું નામ પહેલા 'ફાઇન્ડિંગ અનામિકા' હતું, જે હવે બદલીને 'ધ ફેમ ગેમ' કરવામાં આવ્યું છે. ધર્માત્મક એન્ટરટેઈનમેન્ટની આ શ્રેણીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. રવિના ટંડન, સૈફ અલી ખાન અને મનોજ બાજપેયી જેવા ઘણા સ્ટાર્સ બાદ હવે માધુરી પણ OTTની દુનિયામાં પગ મુકી રહી છે. 'ધ ફેમ ગેમ' 25 ફેબ્રુઆરીએ Netflix પર સ્ટ્રીમ થશે.આ પણ વાંચોRang De Basanti: જ્યારે 40 વર્ષના આમિર ખાને 25 વર્ષનો યુવાન બનવા માટે કર્યું આવું કામ, રસપ્રદ યાદો

માધુરી દીક્ષિતની 'ધ ફેમ ગેમ' બોલિવૂડની એક અભિનેત્રીની વાર્તા છે, જેનું જીવન તેના ચાહકોને પરફેક્ટ લાગે છે, પરંતુ તેના જીવનના ઘણા કાળા સત્યો છે.

આ પણ વાંચો - Neha Sharma એ દરિયા કિનારે Bikikni માં બોલ્ડ લુક બતાવ્યો, રામ ચરણ સાથે લગ્ન-હનીમૂનના આવ્યા હતા સમાચાર!ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં નવેમ્બર-2021માં બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દિક્ષીત (Madhuri Dixit)શૂટિંગ માટે આવી પહોંચી હતી. અમદાવાદના આશ્રમરોડ વિસ્તારમાં આવેલી હયાત રિજેન્સીમાં માધુરી દિક્ષીત રોકાઈ હતી. માધુરી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે (Madhuri Dixit visit gujarat) આવી હતી. તે પોતાની આગામી બોલિવુડ ફિલ્મ "મેરે પાસ મા હૈ" ના શૂટિંગ માટે અમદાવાદમાં આવી હતી. માધુરીએ અમદાવાદ વાસણા વિસ્તારમાં આવેલા નારાયણ નગર સોસાયટીમાં હાજરી આપી હતી. જેની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ફેન ફોલોઅર્સ પહોંચ્યા હતા. આ સમયે માધુરીની એક ઝલક જોવા માટે નાના મોટા સૌ કોઈ હાથમાં બેનર સાથે પહોંચ્યા હતા. જેમણે ફિલ્મ શૂટિંગને મોબાઈલમાં કેપ્ચર કરવાનો પ્રયત્ન કર્યો હતો. બીજી તરફ ફિલ્મ શૂટિંગ દરમિયાન ક્રુ મેમ્બર દ્વારા માસ્કનો ઉપયોગ ના કરતા કોરોનાનો ડર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
Published by: kiran mehta
First published: January 27, 2022, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading