Pallavi Dey Death case: પલ્લવીની એફડીનો નોમિની છે સાગ્નિક, આત્મહત્યા કેસમાં થઇ ત્રીજા શખ્સની એન્ટ્રી


Updated: May 17, 2022, 5:56 PM IST
Pallavi Dey Death case: પલ્લવીની એફડીનો નોમિની છે સાગ્નિક, આત્મહત્યા કેસમાં થઇ ત્રીજા શખ્સની એન્ટ્રી
Pallavi Dey Death case: પલ્લવીની એફડીનો નોમિની છે સાગ્નિક, આત્મહત્યા કેસમાં થઇ ત્રીજા શખ્સની એન્ટ્રી

Pallavi Dey Suicide Case: પલ્લવીના પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે સાગ્નિક ચક્રવર્તી પલ્લવીના પૈસા ચોરવાનો પ્લાન બનાવી (plan to steal Pallavi's money) રહ્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર, સાગ્નિક પલ્લવીની ફિક્સ ડિપોઝિટનો નોમિની હતો. સાગ્નિકે ત્યાંથી જ પૈસા હડપવાનું પ્લાનિંગ કર્યુ હશે.

  • Share this:
બંગાળી અભિનેત્રી પલ્લવી ડેના અચાનક અવસાનથી (Pallavi Dey Suicide Case) તેના ફેન્સ અને પરીવારને ભારે ઝટકો લાગ્યો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ્સ સૂચવે છે કે અભિનેત્રીનું મૃત્યુ આત્મહત્યા દ્વારા થયું છે. લોકપ્રિય અભિનેત્રીના મૃત્યુનું રહસ્ય વધુ ઘેરું બની રહ્યું છે. આ વખતે પલ્લવીના પરિવારે પલ્લવીના બોયફ્રેન્ડ અને લિવ-ઈન પાર્ટનર સાગ્નિક ચક્રવર્તી (complaint against Pallavi's boyfriend Sagnik Chakraborty) વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ કરી છે. પલ્લવીના પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે સાગ્નિક ચક્રવર્તી પલ્લવીના પૈસા ચોરવાનો પ્લાન બનાવી (plan to steal Pallavi's money) રહ્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર, સાગ્નિક પલ્લવીની ફિક્સ ડિપોઝિટનો નોમિની હતો. સાગ્નિકે ત્યાંથી જ પૈસા હડપવાનું પ્લાનિંગ કર્યુ હશે.

80 લાખનો ફ્લેટ બુક કરાવવાનો આરોપ


આ સિવાય પલ્લવીના પરિવારનો આરોપ છે કે સાગ્નિકે ન્યૂ ટાઉનમાં 80 લાખ રૂપિયાનો ફ્લેટ બુક કરાવ્યો હતો. તે ફ્લેટ સાગ્નિક અને તેના પિતાના નામે હતો. કથિત રીતે, પલ્લવીએ તે ફ્લેટ ખરીદવા માટે પૈસા પણ ચૂકવ્યા હતા. સાગ્નિકે પલ્લવી પાસેથી લાખો રૂપિયા લીધા હતા. આ સિવાય સાગ્નિક પલ્લવીના બેંક એકાઉન્ટનો નોમિની પણ હતો. આરોપ છે કે ત્યાંથી પણ પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે, પોલીસ પણ આ આરોપોની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ફેલાઇ 'ભીડે'નાં મોતની ખબર, તો ખુદ Insta Live કરી કહ્યું, 'કૃપ્યા આવી અફવા ન ફેલાવો'

પોલીસે કરી સાગ્નિકની પૂછપરછ

આ સિવાય અભિનેત્રી પલ્લવી ડેના મોતને લઈને એક પછી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રવિવારે કોલકાતાના ગરફા પોલીસ સ્ટેશનની પોલીસે પલ્લવીના લિવ-ઈન પાર્ટનર સાગ્નિક ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. સોમવારે અભિનેત્રીના પરિવારે તેની વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી.

આત્મહત્યા કેસમાં થશે ત્રીજા વ્યક્તિની એન્ટ્રી!


એટલું જ નહીં અભિનેત્રીના પરિવારે પહેલા જ માહિતી આપી દીધી છે કે સાગ્નિક પરિણીત છે. તેણે કાયદેસર રીતે કોઈની સાથે લગ્ન કર્યા હતા. આ ઘટનામાં અન્ય ત્રીજા વ્યક્તિનું નામ પણ સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો: FIR Against Bharti Singh: હાથ જોડીને માફી માંગવાં છતાં સિખ સમુદાયે કોમેડિયન વિરુદ્ધ નોંધાવી ફરિયાદ



જાણવા મળ્યું છે કે તાજેતરમાં તેનું ઓઈન્દ્રિલા નામની અન્ય મહિલા સાથે અફેર હતું. પલ્લવીના પરિવારના જણાવ્યા અનુસાર, જ્યારે અભિનેત્રી શૂટિંગમાં વ્યસ્ત હતી ત્યારે સાગ્નિક મહિલાને ફ્લેટમાં લઈ જતો હતો. જેના કારણે તેમની વચ્ચે સંબંધ ખરાબ થયા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના પરિવારે ઓઈન્દ્રીલા સામે હત્યાનો ગુનો પણ દાખલ કર્યો છે.
First published: May 17, 2022, 5:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading