Patch up Story: એક ફોને પીગળી ગયું સિદ્ધાર્થનું મન, કિઆરાનાં ફોન પર દોડી આવ્યો એક્ટર

News18 Gujarati
Updated: May 24, 2022, 9:48 AM IST
Patch up Story: એક ફોને  પીગળી ગયું સિદ્ધાર્થનું મન, કિઆરાનાં ફોન પર દોડી આવ્યો એક્ટર
જાણો, સિદ્ધાર્થ કિઆરાનું કેવી રીતે થયું પેચઅપ

Siddharth Kiara Patch up Story: સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને કિઆરા અડવાણી (Kiara Advani) નાં નજીકનાં મિત્રોનાં જણાવ્યાં પ્રમાણે કિઆરાએ સિદ્ધાર્થને 'ભૂલ ભુલૈયા 2'ના (bhool bhulaiyaa 2) પ્રીમિયર માટે ઇન્વાઇટ કર્યો હતો. તેણે સિદ્ધાર્થને ફોન કર્યો હતો. કિઆરાના ફોન બાદ સિદ્ધાર્થ પ્રીમિયરમાં આવ્યો હતો અને એક્ટ્રેસને ગળે લગાવી હતી. આ બંનેનો આ વીડિયો પણ વાઇરલ થયો હતો.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: છેલ્લાં થોડાં સમયથી સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિઆરા અડવાણી (Kiara Advani) વચ્ચે બ્રેકઅપ થયું હોવાની ચર્ચા થતી હતી. જોકે, સિદ્ધાર્થ તથા કિઆરાએ ક્યારેય તેમનાં સંબંધોને જાહેરમાં સ્વિકાર્યા છે કે ન તો તેમનાં બ્રેકઅપ અંગે વાત કરી છે. પણ હવે લાગે છે તેમનાં વચ્ચે પેચઅપ (Patchup)થઇ ગયુ છે.

'ઇટાઇમ્સ'નાં રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થ અને કિઆરાનાં નજીકનાં મિત્રોનાં જણાવ્યાં પ્રમાણે કિઆરાએ સિદ્ધાર્થને 'ભૂલ ભુલૈયા 2' (bhool bhulaiyaa 2) ના પ્રીમિયર માટે ઇન્વાઇટ કર્યો હતો. તેણે સિદ્ધાર્થને ફોન કર્યો હતો. કિઆરાના ફોન બાદ સિદ્ધાર્થ પ્રીમિયરમાં આવ્યો હતો અને એક્ટ્રેસને ગળે લગાવી હતી. આ બંનેનો આ વીડિયો પણ વાઇરલ થયો હતો.

આ પણ વાંચો-હાથ હટાવતી રહી દીપિકા પાદુકોણ, કમરમાં હાથ નાંખી કિસ કરતો રહ્યો શખ્સ, Viral Video

સોર્સિસ મુજબ, જ્યારે કિઆરાએ સિદ્ધાર્થને ફોન કર્યો તો બંને ઘણાં જ ઇમોશનલ થઈ ગયા હતા. બંનેએ પેચઅપ કરવાનું નક્કી કરી લીધું હતું. બંને એકબીજા વગર રહી શકે તેમ નથી. તેમને એ વાતનો અહેસાસ થઈ ચૂક્યો હતો કે બ્રેકઅપ કરવું તેમની સૌથી મોટી ભૂલ હતી. બંનેએ ગુસ્સામાં આવીને એકબીજાથી અલગ થવાનું નક્કી કર્યું હતું.




ફોન પર બંને વચ્ચે થયેલી વાતચીત ઘણી જ ઇમોશનલ હતી. આ ફોનકોલ બાદ બંને વચ્ચે ફરી મનમેળ થઇ ગયો છે. સિદ્ધાર્થે આ કોલમાં કહ્યું હતું કે, તે તેનાં વગર નહીં જીવી શકે.. બ્રેકઅપ કરવી ભૂલ હતી. હવે તેઓએ નક્કી કરી લીધુ છે કે, બંને એક સાથે છે અને આગળ પણ રહેશે.

આપને જણાવી દઇએ કે, ફિલ્મ 'શેરશાહ'નાં શૂટિંગ વખતે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો છે. અને તેઓ ત્યારથી જ એકબીજાને ડેટ કરી રહ્યાં છે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા મિશન મજનુ, યોદ્ધા જેવી ફિલ્મોમાં નજર આવશે જ્યારે તેની એક વેબ સિરીઝ આવી રહી છે જેનું નામ 'ઇન્ડિયો પોલીસ ફોર્સ' છે. કિઆરા અડવાણી 'ભૂલ ભુલૈયા 2' બાદ હવે 'જુગ જુગ જિયો'માં જોવા મળશે. આ ફિલ્મ 24 જૂને થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં વરુણ ધવન, અનિલ કપૂર, નીતુ સિંહ છે.
Published by: Margi Pandya
First published: May 24, 2022, 9:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading