સિદ્ધાર્થ શુક્લાના હમશકલે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, આ Video જોઇને તમે પણ ચોંકશો


Updated: January 17, 2023, 4:06 PM IST
સિદ્ધાર્થ શુક્લાના હમશકલે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, આ Video જોઇને તમે પણ ચોંકશો
Viral Video: સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ભલે આ દુનિયામાં નથી પરંતુ ફેન્સના દિલોમાં હજુ પણ જીવમત છે. બિગ બોસ 13ના (Bigg Boss 13) વિનર રહી ચુકેલા સિદ્ધાર્થ શુક્લાનો હમશકલનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Viral Video: સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ભલે આ દુનિયામાં નથી પરંતુ ફેન્સના દિલોમાં હજુ પણ જીવમત છે. બિગ બોસ 13ના (Bigg Boss 13) વિનર રહી ચુકેલા સિદ્ધાર્થ શુક્લાનો હમશકલનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
આજકાલ 'બિગ બોસ' (Big boss)ના ઘરમાં જબરદસ્ત હંગામો ચાલી રહ્યો છે, કેટલાક કપલ્સ બને છે અને તૂટે છે. આવી જ રીતે સિઝન 13માં પણ જોવા મળ્યું હતું. તે સમયે સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)એ ટુંકા સમયમાં પોતાની ખાસ સ્ટાઇલથી દર્શકોને દીવાના બનાવી દીધા હતા.

તે સમયે સિદ્ધાર્થ અને શહેનાઝ ગિલ (Shehnaaz Gill)ની જોડી એટલી લોકપ્રિય થઈ હતી કે ચાહકોએ તેમને 'સિદનાઝ' નામ આપ્યું હતું. સિદ્ધાર્થ પોતાના રફ અંદાજથી દર્શકો વચ્ચે ખૂબ લોકપ્રિય થયો હતો. જો કે સિદ્ધાર્થ હવે આપણી વચ્ચે નથી રહ્યો, પરંતુ તેના જેવો જ દેખાવ ધરાવતા યુવાનનો વિડીયો સામે આવ્યો છે, જેણે ચાહકોને ફરી તેમના ફેવરિટ એક્ટરની યાદ અપાવી દીધી હતી.




સિદ્ધાર્થ જેવો દેખાતો યુવાન કોણ છે?


સિદ્ધાર્થ શુક્લા જેવા જ દેખાતા યુવાનનું નામ ચંદન છે, તેનો ચહેરો, એક્ટિંગ, ડાયલોગ બોલવાની સ્ટાઈલ ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. ચંદન પોતે સિદ્ધાર્થનો જબરદસ્ત ફેન છે અને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઘણા વિડીયો શેર કરીને પોતાના પ્રિય અભિનેતાને યાદ કરતો રહે છે. ચંદનનો વિડીયો જોઇને ફેન્સ સિદ્ધાર્થને મિસ કરી રહ્યા છે. સિદ્ધાર્થની એક્શનને ચંદને એવી રીતે કૉપી કરી છે કે ફેન્સ ઈમોશનલ થઈ જાય છે.




સિદ્ધાર્થ શુક્લાને મિસ કરતી વખતે ચંદને વિડીયો બનાવ્યા છે. જે જોઈને ફેન્સ કહી રહ્યા છે કે, 'ભાઈ તુ વાયરલ થવા જઈ રહ્યો છે'. આ વિડીયોમાં સિદ્ધાર્થ શહનાઝ ગિલ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યો છે, જેને ફેન્સ શાનદાર ગણાવી રહ્યા છે. આ વિડીયો જોયા બાદ ફેન્સ ચકિત થઈ ગયા હતા. ચંદન સિદ્ધાર્થની જેમ જ ડાયલોગ બોલતો જોવા મળે છે.




અહીં નોંધનીય છે કે, સિદ્ધાર્થ શુક્લાનું વર્ષ 2021માં હાર્ટ એટેકથી નિધન થયું હતું. સિદ્ધાર્થના અચાનક નિધનથી તેની માતા, પરિવાર અને શેહનાઝ ગિલ આઘાતમાં સરી પડ્યા હતા. ચાહકોને પણ આંચકો લાગ્યો હતો. શેહનાઝ આજે પણ સિદ્ધાર્થને યાદ કરતી જોવા મળે છે. સિદ્ધાર્થની લોકપ્રિયતાની એટલી હદે છે કે શેહનાઝ કોઇ પણ વિડીયો શેર કરે ત્યારે લોકો તેને સિદ્ધાર્થ સાથે જોડવાનું શરૂ કરી દે છે. સિદ્ધાર્થ આજે પણ અનેક ચાહકોના દિલમાં વસે છે અને ચાહકો અવારનવાર તેને યાદ કરતાં રહે છે.
First published: January 17, 2023, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading