‘સિંઘમ અગેઇન’માં ફરી એકવાર જોરદાર એક્શન કરતો જોવા મળશે અજય દેવગણ

News18 Gujarati
Updated: December 1, 2022, 10:28 PM IST
‘સિંઘમ અગેઇન’માં ફરી એકવાર જોરદાર એક્શન કરતો જોવા મળશે અજય દેવગણ
સિંઘમ અગેઇન

Ajay Devgn: અજય દેવગણની સુપરહિટ 'સિંઘમ' ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી કરશે. અજય તેની ફિલ્મ 'ભોલા'નું પોસ્ટ પ્રોડક્શન કામ પૂરું કર્યા પછી 'સિંઘમ અગેન'નું શૂટિંગ શરૂ કરશે.

  • Share this:
દિલ્હી: અજય દેવગણની ફિલ્મ 'દ્રશ્યમ 2' બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. 'દ્રશ્યમ 2'એ રિલીઝના 7માં દિવસે 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. આ દરમિયાન હવે 'ભોલા' બાદ અજય દેવગણની બીજી આગામી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આજે અજય દેવગણની સુપરહિટ ફ્રેન્ચાઈઝી 'સિંઘમ'ના ત્રીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે. અજય દેવગણ રોહિત શેટ્ટી સાથે ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે.

તરણ આદર્શે અજય દેવગણનું પોસ્ટર શેર કર્યું


અજય દેવગણે થોડા સમય પહેલા તેની ફિલ્મ 'ભોલા'ની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન પણ અજય દેવગણ કરી રહ્યા છે. હવે ટ્રેન્ડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને અજય દેવગણની 'સિંઘમ' ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મની જાહેરાત કરી છે. તરણ આદર્શે ઇન્સ્ટાગ્રામ પર અજય દેવગણનું એક પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટર પર ફિલ્મનું નામ 'સિંઘમ અગેન' લખેલું છે.

આ પણ વાંચો: દીકરા સાથે એવો ફોટો શેર કર્યો કે લોકોએ ઝાટકી નાંખી

અજય અને રોહિતે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું


આ પોસ્ટ શેર કરતાં તરણ કેપ્શનમાં લખે છે, ‘અજય દેવગણ અને રોહિત શેટ્ટી ફરી એકવાર 'સિંઘમ અગેઇન' માટે સાથે આવશે.’ તેણે કહ્યું કે, ‘અજય તેની ફિલ્મ 'ભોલા'નું શૂટિંગ પૂરું કર્યા પછી 'સિંઘમ અગેન'નું શૂટિંગ શરૂ કરશે.’ રોહિત શેટ્ટી અને અજય દેવગણ આ પહેલા ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. જ્યારે પણ આ બંને સાથે આવ્યા છે ત્યારે દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ બંનેએ 'સિંઘમ' તે બાદ 'સિંઘમ 2' અને પછી 'ગોલમાલ' ફ્રેન્ચાઇઝીમાં પણ સાથે કામ કર્યું છે.આ પણ વાંચો: પાકિસ્તાની બોલરોએ એક જ દિવસમાં આપ્યા 500 રન, 112 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

અજય 'સૂર્યવંશી'માં પણ જોવા મળ્યો હતો


છેલ્લી વખત 2021માં અજય દેવગણ અને રોહિત શેટ્ટી સાથે જોવા મળ્યા હતા. અજય રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.
Published by: Vimal Prajapati
First published: December 1, 2022, 10:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading