બનેવી આયુષ શર્માએ ખોલ્યા સલમાન ખાનના રહસ્યો, જણાવ્યું - 'ભાઈજાન' કેમ નથી કરી રહ્યા લગ્ન

News18 Gujarati
Updated: November 28, 2021, 10:01 AM IST
બનેવી આયુષ શર્માએ ખોલ્યા સલમાન ખાનના રહસ્યો, જણાવ્યું - 'ભાઈજાન' કેમ નથી કરી રહ્યા લગ્ન
આયુષ શર્મા અને સલમાન ખાન

સલમાન ખાન ક્યારે લગ્ન કરશે? આ વાતનો ખુલાસો હાલમાં જ બહેન અર્પિતા (Arpita Khan)ના પતિ એટલે કે આયુષ શર્માએ કર્યો છે. તેણે કહ્યું કે 'ભાઈજાન' શા માટે લગ્ન નથી કરી રહ્યો.

  • Share this:
સલમાન ખાન (Salman Khan)ના ચાહકો તેની પ્રોડક્શન ફિલ્મ 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ' (Antim: The Final Truth)ની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. રાહ પૂરી થઈ અને ફિલ્મ રિલીઝ થઈ. ફિલ્મને સારા રિવ્યુ મળી રહ્યા છે. આ ફિલ્મમાં ભાઈજાનનો બનેવી આયુષ શર્મા (Ayush Sharma) પણ ફુલ એક્શન મોડમાં છે. ફિલ્મમાં બંને એકબીજાને કોમ્પિટિશન આપતા જોવા મળે છે. સલમાન ખાનના ફેન્સ તેની ફિલ્મોની સાથે એ પણ રાહ જોઈ રહ્યા છે કે તે ક્યારે લગ્ન કરશે? આ વાતનો ખુલાસો હાલમાં જ બહેન અર્પિતા (Arpita Khan)ના પતિ એટલે કે આયુષ શર્માએ કર્યો છે. તેણે કહ્યું કે 'ભાઈજાન' શા માટે લગ્ન નથી કરી રહ્યો.

આ કારણથી લગ્ન નથી કરતા!

આયુષ શર્મા (Ayush Sharma)એ તાજેતરમાં આરજે સિદ્ધાર્થ કાનન (RJ Siddharth Kannan) સાથેની વાતચીતમાં સલમાન ખાન (Salman Khan)ના ઘણા રહસ્યો ખોલ્યા, જેના વિશે તેના ચાહકો જાણવા માંગે છે. જ્યારે તેને સલમાનના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હું ક્યારેય ભાઈ સાથે તેમના લગ્નના વિષય પર વાત નથી કરતો. કારણ કે તે જે રીતે કામ કરે છે, મને નથી લાગતું કે તેમની પાસે લગ્ન માટે સમય છે.

સલમાન પોતાના જીવનથી ખુશ છે

સલમાન (Salman Khan) વિશે તેમણે કહ્યું કે, મેં તેમની જિંદગીને જે રીતે જોઈ છે. તેને જોઈને લાગે છે કે તે પોતાના જીવનથી ખુશ છે અને પોતાના માટે જાતે જ નિર્ણય લેવાનું પસંદ કરે છે.

આ પણ વાંચોANTIM Box Office Collection Day 1: અપેક્ષા મુજબ ન કરી શકી કમાણી, પહેલા દિવસે આટલી થઈ આવક સલમાનને માત્ર ફિલ્મોનો જ શોખ છે

આયુષે કહ્યું કે, સલમાન ખૂબ જ સાદું જીવન જીવે છે. તેમની જીવનશૈલી (Salman Khan Lifestyle) ખૂબ જ સરળ છે. તેમને ન તો ફોન કે ગાડીઓનો શોખ છે, અને તે કપડાં વિશે પણ વધારે શોખ નથી. સલમાનના બનેવીએ વધુમાં કહ્યું કે, મને લાગે છે કે તેમને માત્ર ફિલ્મોમાં જ રસ છે. કારણ કે જો તમે તેમને બે-ત્રણ કલાક એકલા છોડી દેશો તો તેઓ ફિલ્મ જોવામાં સમય પસાર કરશે.
Published by: kiran mehta
First published: November 28, 2021, 10:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading