Bigg Boss 16: પ્રિયંકાના ફેન્સે ફરાહની બોલતી કરી બંધ, કહ્યુ- 'સાજીદની બહેન...'

News18 Gujarati
Updated: January 28, 2023, 11:31 AM IST
Bigg Boss 16: પ્રિયંકાના ફેન્સે ફરાહની બોલતી કરી બંધ, કહ્યુ- 'સાજીદની બહેન...'
ફાઇલ ફોટો

Bigg Boss 16: બિગ બોસના વીકએન્ડના વારની તમામ લોકો આતુરતાથી રાહ જએ છે. પરંતુ આ વખતે ફરાહ ખાને શો હોસ્ટ કર્યો છે. જ્યાં તેણી ટીના અને પ્રિયંકાનો ક્લાસ લેતી જોવા મળે છે. પરંતુ સોશિયલ મીડિયા પર હવે ફરાહની ક્લાસ લગાવવામાં આવી રહી છે.

  • Share this:
મુંબઈઃ  Big Bossના વીકએન્ડ વારની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ અઠવાડિયાથી શોમાં હોસ્ટ તરીકે સલમાન ખાન જોવા નહીં મળે. હવે સલમાન ખાન સીધું ફિનાલે હોસ્ટ કરતા જ જોવા મળશે. આવી સ્થિતિમાં શોના નિર્માતાઓએ ફરાહ ખાનને શો હોસ્ટ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ ફરાહ ખાનનો એકતરફી દેખાવ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે તેની ટીકા કરી રહ્યા છે. યુઝર્સ ફરાહને ઠપકો આપી રહ્યા છે.

હકીકતમાં ફરાહ ખાન શુક્રવારના વારના શોમાં પહોંચી હતી. જ્યાં તેણે ઉગ્રતાથી પ્રિયંકા ચહર ચૌધરી અને ટીના દત્તાના ક્લાસ લીધા. બંનેને જોરદાર ફટકો આપ્યો અને શાલીનને સપોર્ટ કર્યો. વળી, શિવ અને એમસી સ્ટેનના વર્તન પર પણ તેણીનું કોઈ રિએક્શન આપ્યુ નહતું. બસ જે પ્રિયંકા અને ટીનાને આખા અઠવાડિયે જે કર્યુ તે જ વાત પકડીને બંનેને ફટકો આપ્યો હતો. વળી, આ એપિસોડ યુઝર્સને બિલકુલ પસંદ નથી આવ્યો.



આ પણ વાંચોઃ Pathaan: આલિયા ભટ્ટે માતા અને બહેન સાથે જોઈ ‘પઠાન’, ફિલ્મના વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ



આ એપિસોડ પછી યુઝર્સ ટ્વિટર પર ફરાહ સામે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. તેનું કહેવું છે કે સાજીદની બહેન તેની બોલી બોલી રહી છે. ઘરમાં તેના બે ભાઈ છે શિવ ઠાકરે અને એમસી સ્ટેન તો તેને વળી શું કામ કંઈ કહેશે. જણાવી દઈએ કે, ફેમિલી વીક દરમિયાન જ્યારે ફરાહ શોમાં પોતાના ભાઈ સાજિદને મળવા આવી હતી, તો તેણીએ શિવ અને સ્ટેનને પોતાના ભાઈ કહ્યા હતા. વળી નિમૃત પણ તે મંડળીનો ભાગ છે તો તેની પર પણ ખૂબ જ પ્રેમ વરસાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ 'પઠાણ'ને પાકિસ્તાન-ISIS સાથે જોડીને ફસાઈ કંગના, SRKની ફિલ્મ પર કરી ટ્વિટ અને થઈ ગઈ ટ્રોલ








View this post on Instagram






A post shared by ColorsTV (@colorstv)






અત્યાર સુધી ફરાહ હોસ્ટ તરીકે પહોંચી છે, યુઝર્સનું કહેવું છે કે તે મંડળીના લોકો પ્રત્યે સંપૂર્ણપણે પક્ષપાતી છે. ફરાહની સાથે સોશિયલ મીડિયા યુઝર્સે બિગ બોસને પણ પક્ષપાતી કહ્યા છે.

એક યુઝરે લખ્યું કે, માત્ર પ્રિયંકા અને ટીનાને ટાર્ગેટ કરવું ખૂબ જ પક્ષપાતી હતું, જ્યારે આખી ટીમ બેકબાઈટ સિવાય કંઈ કરતી નથી. સાથે જ ઘણા યુઝર્સ લખી રહ્યા છે કે, શેમ ઓન યુ ફરાહ ખાન. બીજી તરફ, કેટલાક યુઝર્સનું કહેવું છે કે ફરાહને હોસ્ટિંગ માટે શા માટે બોલાવવામાં આવી, તે માત્ર મંડળીને સપોર્ટ કરી રહી છે.
Published by: Hemal Vegda
First published: January 28, 2023, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading