Heropanti 2: ટાઇગર શ્રોફની ઝલક જોતાં જ ફેન થઈ ગઈ બેભાન, ચાહકોએ કહ્યું "છોટી બચ્ચી હો ક્યા?"


Updated: April 26, 2022, 2:02 PM IST
Heropanti 2: ટાઇગર શ્રોફની ઝલક જોતાં જ ફેન થઈ ગઈ બેભાન, ચાહકોએ કહ્યું
ટાઇગર શ્રોફને જોઇ ફેન થઇ ગઇ બેભાન

હીરોપંતી 2માં ટાઇગર શ્રોફ બબલુના રોલમાં જોવા મળશે. આ સાથે તેની અને નવાઝુદ્દીન સિદ્દીકીના પાત્ર લૈલા વચ્ચે જોરદાર ટક્કર પણ જોવા મળશે. આ ફિલ્મ રજત અરોરા દ્વારા લખવામાં આવી છે અને અહમદ ખાન દિગ્દર્શિત છે.

  • Share this:
હીરો-હિરોઇનની એક ઝલક મેળવવા માટે ફેન્સ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને રાહ જોતા હોય છે. ત્યારે હાલમાં જ ટાઇગર શ્રોફ (Tiger Shroff) હીરોઇન તારા સુતરિયા સાથે હિરોપંતી 2 (Heropanti 2) ફિલ્મના પ્રમોશન માટે મુંબઇના એક મોલની ઇવેન્ટમાં પહોંચ્યો હતો. આ મોલમાં તેમના ચાહકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. તેઓએ તેમના ચાહકો (fans) સાથે સેલ્ફી પણ લીધી હતી અને તેમની આગામી રિલીઝ હિરોપંતી 2 વિશે વાત કરી હતી. આ દરમિયાન તેની પાછળ એક પાગલ ચાહક પણ લાઇમલાઇટ આવી હતી. બન્યું એવું કે ટાઇગર શ્રોફની ફેન એક્ટરને જોઇને બેહોશ જેવી થઈ ગઈ હતી. ત્યારબાદ તેને પાણી વગેરે આપવામાં આવ્યું હતું અને કેટલાક લોકોએ તેને પકડીને સ્ટેજ સુધી ટાઈગર પાસે લઇ ગયા હતા.

આ ઘટના બાબતે પાપારાઝી વિરલ ભાયાનીએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો હતો. જેમાં મુંબઇમાં ઇવેન્ટ દરમિયાન ટાઇગર શ્રોફને જોયા પછી ચાહકના બેભાન થવાની ઘટના કેદ હતી. આ ક્લીપમાં સુરક્ષાકર્મીઓ એને ટાઈગર તરફ લઇ જાય છે અને આ સમયે ચાહકની આંખોમાં આંસુ આવી ગયા હોય એવું જોઇ શકાય છે. ટાઇગર પણ પોતાના ફેનને ગળે લગાવે છે અને ખબરઅંતર પૂછે છે.

આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં ટાઈગર શ્રોફની ફિમેલ ફેનની આસપાસ ભીડની વચ્ચે કેટલીક લેડી બાઉન્સર્સ જોવા મળી રહી છે. તેઓએ તેને પાણી આપવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. વિડીયોમાં ઇવેન્ટ દરમિયાન ટાઇગર અને તારા સુતરિયાની જગ્યાએ આ ફેન મોમેન્ટ કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

આ વિડીયો પર અનેક ચાહકોએ પ્રતિક્રિયા આપી છે. કેટલાકે ટાઇગરના ચાહક માટે ચિંતા વ્યક્ત કરી હતી તો કેટલાકે આને સેલિબ્રિટીઝને મળવાની સારી યુક્તિ ગણાવી હતી. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે મજાક કરી હતી કે આ એ છોટી બચ્ચી છે, જેને ટાઇગર શ્રોફ શોધી રહ્યો છે. ત્યારબાદ આ પોસ્ટ પર "છોટી બચ્ચી હો ક્યા?" જેવી અસંખ્ય કોમેન્ટ્સ જોવા મળી છે.




અહી ઉલ્લેખનિય છે કે, હીરોપંતી 2માં ટાઇગર શ્રોફ બબલુના રોલમાં જોવા મળશે. આ સાથે તેની અને નવાઝુદ્દીન સિદ્દીકીના પાત્ર લૈલા વચ્ચે જોરદાર ટક્કર પણ જોવા મળશે. આ ફિલ્મ રજત અરોરા દ્વારા લખવામાં આવી છે અને અહમદ ખાન દિગ્દર્શિત છે. જ્યારે ફિલ્મનું સંગીત ઓસ્કાર વિજેતા ગાયક એ આર રહેમાને આપ્યું છે. આ ફિલ્મ 29 એપ્રિલના રોજ રીલિઝ થવાની તૈયારીમાં છે.
Published by: Margi Pandya
First published: April 26, 2022, 2:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading