'મને બીજી પત્ની...'ઉર્ફી જાવેદે શેર કરી અનોખી ઈચ્છા, જાણીને તમે પણ ચોંકી જશો
Updated: January 28, 2023, 4:57 PM IST
ઉર્ફીએ શેર કરી અનોખી ઈચ્છા
મુંબઈઃ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને 4 વર્ષ પછી ફિલ્મ પઠાણથી કમબેક કર્યું છે, પરંતુ આ કમબેકથી બધાની બોલતી બંધ થઈ ગઈ છે. દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કિંગખાનની ફેન ફોલોવિંગ મોટી છે. ત્યારે બહુ ઓછા લોકો જાણે છે કે, સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ પણ કિંગ ખાનની બહુ મોટી ફેન છે.
પોતાની અવનવી ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ તેના ચાહકોની સામે નવા લુકમાં આવતી રહે છે. અભિનેત્રીની બેબાક અંદાજ અને બોલ્ડનેસ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.હાલમાં ઉર્ફી જાવેદે એક એવી ઈચ્છા વ્યક્ત કરી છે, જેને સાંભળીને ગૌરી ખાન પણ ચોંકી જશે.
આ પણ વાંચોઃ અથિયા શેટ્ટીએ શેર કર્યા પ્રિ-વેડીંગ સેરેમનીના ફોટોઝ, સાડીમાં લાગી રહી છે ખૂબ જ સુંદરઉર્ફીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ઉર્ફી જાવેદ એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. અહીં પેપરાઝીએ ઉર્ફીનેl રોકીને ફિલ્મ પઠાણ વિશે પૂછ્યું ત્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે, ફિલ્મોનો બહિષ્કાર કરનાર ગેંગ વિશે તમારો શું અભિપ્રાય છે. આ સવાલનો જવાબ આપતા ઉર્ફીએ કહ્યું- 'મને બોયકોટકરો, પરંતુ શાહરૂખ ખાનની ફિલ્મ જુઓ'. બીજી તરફ શાહરૂખ ખાન માટે નીકળતી વખતે ઉર્ફીએ કહ્યું, હું તને પ્રેમ કરું છું શાહરૂખ, મને તારી બીજી પત્ની બનાવો. ઉર્ફી જાવેદ માટે આ ઈચ્છા પૂરી કરવી મુશ્કેલ છે. પરંતુ શાહરૂખ ખાન માટે ઉર્ફીની ક્રેઝીનેસ જોવા જેવી છે. આ વિડીયોમાં અભિનેત્રી ડેનિમ લોંગ શર્ટમાં જોવા મળી રહી છે.
કિંગ ખાનની જો વાત કરીએ તો શાહરૂખ ખાન ચાર વર્ષ પછી 'પઠાણ'થી મોટા પડદા પર પરત ફર્યો છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી અને તેણે પહેલા દિવસે 55 કરોડની કમાણી કરીને ઈતિહાસ રચ્યો હતો. આ ફિલ્મે છેલ્લા ત્રણ દિવસમાં વિશ્વભરમાં 300 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.
આ પણ વાંચોઃ આ સાઉથ એક્ટરની પત્નીઓ બોલિવૂડ એક્ટ્રેસને પણ આપે છે ટક્કર, સુંદરતા જોઈ ભલભલા ભાન ભુલી જાય!
શાહરૂખની 'પઠાણ' સ્પાય યુનિવર્સની ચોથી ફિલ્મ
શાહરૂખ ખાનની 'પઠાણ'માં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમે મુખ્ય ભૂમિકા ભજવી છે. YRF સ્પાય યુનિવર્સની આ ચોથી ફિલ્મ છે. ફિલ્મમાં શાહરૂખ ખાને પઠાણ નામના RAW એજન્ટની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ જોન અબ્રાહમ આ ફિલ્મમાં વિલન છે. ખાસ વાત એ છે કે શાહરૂખની ફિલ્મ પઠાણમાં પણ સલમાન ખાને કેમિયો કર્યો હતો. જે સલમાનના ફેન્સ માટે સરપ્રાઇઝ ગણી શકાય.
'પઠાણ' પછી હવે શાહરૂખ ખાન 1 ફેબ્રુઆરીથી 'જવાન'નું શૂટિંગ શરૂ કરશે, જે આગામી 6 દિવસ સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે, શાહરૂખ આ ફિલ્મ માટે એક્શન સીક્વન્સ શૂટ કરશે.
First published:
January 28, 2023, 4:57 PM IST