ફરી એકવાર અરમાને લગ્ન કરીને ત્રીજી પત્નીને ઘરે લાવતા ઘરે ધમાલ થઈ હતી. તેની બંને પત્નીઓ ખૂબ રોષે ભરાઈ હતી. તેને ચપ્પલથી મારવા માંગતી હતી. આ માથાકૂટ વચ્ચે કૃતિકા પોલીસને ફોન કરવા પણ તૈયાર હોય છે.
યૂટ્યૂબર અરમાન મલિક (Armaan Malik) પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. અરમાન મલિકના વિડીયોને યુટ્યુબ પર ખૂબ પસંદ કરવામાં આવે છે. અરમાને બે લગ્ન કર્યા છે. આ કારણે પણ તે સમાચારમાં રહેતો હોય છે. ત્યારે હવે ફરી એકવાર અરમાને લગ્ન કરીને ત્રીજી પત્નીને ઘરે લાવતા ઘરે ધમાલ થઈ હતી. તેની બંને પત્નીઓ ખૂબ રોષે ભરાઈ હતી. તેને ચપ્પલથી મારવા માંગતી હતી. આ માથાકૂટ વચ્ચે કૃતિકા પોલીસને ફોન કરવા પણ તૈયાર હોય છે.
આ કિસ્સાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અરમાન મલિકની બે પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિક ઘરે હોય છે અને આ દરમિયાન અરમાન તેની ત્રીજી પત્ની સાથે ઘરે આવે છે. બાદમાં બંને અરમાનનો રિમાન્ડ લે છે.
અરમાન મલિકની ત્રીજી પત્ની વિશે જાણ્યા બાદ કૃતિકા અને પાયલ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. તેમને ઊંડો આઘાત લાગે છે. પાયલ અરમાનની ત્રીજી પત્નીને ચપ્પલથી મારવાની વાત કરે છે. કૃતિકા પણ અરમાનને ઊતરતી કક્ષાનો કહીને ઠપકો આપે છે. પાયલ અને કૃતિકા અરમાન અને તેની ત્રીજી પત્નીને ખૂબ જ ખરાબ કહે છે. કૃતિકા રડવા લાગે છે. જ્યારે પાયલની તબિયત બગડવા લાગે છે.
આ પણ વાંચો : Tu Jhoothi Main Makkaar: રણબીર-શ્રદ્ધાએ આ સોન્ગમાં બદલ્યા 16 આઉટફિટ, કિસ અને સીઝલિંગ કેમેસ્ટ્રીથી છે ભરપૂરઅલબત્ત અરમાને ખરેખર ત્રીજા લગ્ન કર્યા નથી. તે માત્ર પાયલ અને કૃતિકા સાથે પ્રેંક કરતો હોય છે. લાંબા સમય સુધી બંનેને હેરાન કર્યા બાદ આખરે તે તેમને સાચી વાત કહી દે છે અને પછી કૃતિકા અને પાયલ તેમને ગળે લગાવે છે. આ પ્રેંક તેમના ચાહકોને પણ ગમ્યો છે. તેની સ્ક્રિપ્ટના વખાણ થયા છે. આ પ્રેંક કરતા પહેલા અરમાને ઘરમાં કેમેરા સેટ કર્યા હતા. પ્રેંકમાં તેણે તેના ઘરમાં જ રહેતી લક્ષ્યને ત્રીજી પત્નીનું નાટક કરવા કહ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે, અરમાન મલિકની બે પત્નીઓ માતા બનવાની છે. બન્ને ગર્ભવતી છે. બંને પત્નીઓ એક સાથે ગર્ભવતી હતી ત્યારે તેમને અને અરમાનને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. જો કે પાછળથી એણે એવો ખુલાસો કર્યો હતો કે કૃતિકા કુદરતી રીતે ગર્ભવતી છે. જ્યારે પાયલ આઇવીએફ દ્વારા માતા બનવાની છે. પાયલને એક પુત્ર પણ છે.