Bipin Chandra Pal Death anniversary: સ્વતંત્રતા આંદોલન (Freedom Movement)માં ભાગ લેનારા બિપિન ચંદ્ર પાલ (Bipin Chandra Pal)ને ભારતમાં ક્રાંતિકારી વિચારોના જનક કહેવાય છે. બિપિન ચંદ્ર પાલનો જન્મ 7 નવેમ્બર, 1858ના રોજ અવિભાજીત ભારતના હબીબગંજ જિલ્લામાં (હવે બાંગ્લાદેશમાં) એક સંપન્ન કાયસ્થ પરિવારમાં થયો હતો.
તેમના પિતાનું નામ રામચંદ્ર અને માતાનું નામ નારાયણી દેવી હતું. બિપિન ચંદ્ર પાલનું પ્રારંભિક શિક્ષણ ઘર પર જ ફારસી ભાષામાં થયું હતું. તેમને કેટલાક કારણોસર ગ્રેજ્યુએટ થતાં પહેલા જ પોતાનું શિક્ષણ છોડવું પડ્યું અને કોલકાતાની એક સ્કૂલમાં હેડમાસ્ટર તથા ત્યાંની જ એક પબ્લિક લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન તરીકે નોકરી કરી.
આ પણ વાંચો: આઝાદીની લડાઈમાં માત્ર ભગત સિંહના સાથી ન હતા સુખદેવ, જાણો તેમના વિશે રસપ્રદ વાતોબિપિન ચંદ્ર પાલે એક શિક્ષક, પત્રકાર, લેખક તરીકે ઘણો સમય કાર્ય કર્યું તથા તેઓ બહેતરીન વક્તા અને રાષ્ટ્રવાદી નેતા પણ હતા. જેમને અરબિંદો ઘોષ સાથે, મુખ્ય પ્રતિપાદક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 1886માં ‘પરિદર્શક’ નામના સાપ્તાહિકમાં કામ શરુ કર્યું, જે સિલહટથી નીકળતું હતું. બિપિન ચંદ્ર પાલ સાર્વજનિક જીવન ઉપરાંત અંગત જિંદગીમાં પણ પોતાના વિચારો પર અમલ કરનારા અને ચાલી આવેલી રૂઢિચુસ્ત માન્યતાના વિરોધી હતા.
તેમણે એક વિધવા મહિલા સાથે વિવાહ કર્યા હતા જે એ સમયે એક ચોંકાવનારી બાબત હતી અને આ પગલાંને લીધે તેમને પોતાના પરિવાર સાથે સંબંધ તોડવા પડ્યા હતા.

બંગાળના વિભાજન બાદ લાલ-બાલ અને પાલની ત્રિપુટીના વિરોધની પદ્ધતિઓ ખૂબ લોકપ્રિય બની. (ફોટો: Wikimedia Commons)
તેઓ સ્વતંત્રતા આંદોલનનો પાયો નાખનારા લાલ લજપત રાય, બાલ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ (લાલ-બાલ-પાલ) ત્રિપુટીમાંથી એક હતા. 1905માં બંગાળ વિભાજનના વિરોધમાં અંગ્રેજી શાસન વિરુદ્ધ આ ત્રિપુટીએ જોરદાર આંદોલન કર્યું, જેને મોટા પાયે જનતાનું સમર્થન મળ્યું.
લાલ-બાલ-પાલની ત્રિપુટીમાં સામેલ આ નેતા પોતાના ઉગ્ર વિચારોને કારણે જાણીતા હતા, જેમણે તત્કાલીન વિદેશી શાસક સુધી પોતાની વાત પહોંચાડવા માટે નવી પદ્ધતિઓ અપનાવી હતી. જેમ કે, મેનચેસ્ટરની મિલોમાં બનેલા કપડાં, બ્રિટનમાં તૈયાર ઉત્પાદનોનો બહિષ્કાર કરવો, ઔદ્યોગિક અને વ્યવસાયિક સંસ્થાઓમાં હડતાળ વગેરે.
આ પણ વાંચો: મેવાડના શૂરવીર મહારાણા પ્રતાપ, જેમણે શક્તિશાળી અકબરને ધૂળ ચાટતો કર્યો
આ સેનાનીઓનું માનવું હતું કે વિદેશી ઉત્પાદનોને લીધે ભારતની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ રહી છે અને લોકોને વિદેશીઓની ગુલામી કરવી પડી રહી છે તથા તેમનું કામ પણ છીનવાઈ રહ્યું છે. એટલે જ તેમણે પોતાના આંદોલનમાં આ વિચારો ભારતવાસીઓ સામે રાખીને જાગૃત્તિ ફેલાવવાનું કાર્ય કર્યું અને તેમની મહેનત રંગ લાવી તથા તેનાથી સ્વતંત્રતા આંદોલનને એક નવી દિશા મળી.

પોતાના વિચારો પર અડીખમ બિપિન ચંદ્ર પાલે લોકોના દબાણ છતાં પણ એ માન્યતાઓ સાથે કોઈ સમાધાન ન કર્યું, જે તેમને પસંદ ન હતી. (Image credit- shutterstock)
માત્ર સ્વતંત્રતા આંદોલનમાં જ નહીં, સામાજિક જીવનમાં પણ પોતાના વિચારો પર અડીખમ બિપિન ચંદ્ર પાલે લોકોના દબાણ છતાં પણ એ માન્યતાઓ સાથે કોઈ સમાધાન ન કર્યું, જે તેમને પસંદ ન હતી. તેઓ કોઈપણ ન ગમતી વાત પર સ્પષ્ટપણે અસ્વીકૃતિ વ્યક્ત કરતા હતા.
તેમણે ઘણી રચનાઓ લખી જેમાં- ધ ન્યુ સ્પિરિટ, ઇન્ડિયન નેશનલિઝમ, નેશનાલિટી એન્ડ એમ્પાયર, સ્વરાજ એન્ડ ધ પ્રેઝન્ટ સિચુએશન, ક્વીન વિક્ટોરીયા બાયોગ્રાફી, ધ બેઝિઝ ઓફ રિફોર્મ, ધ સોલ ઓફ ઇન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં તેમને ઘણી પત્રિકાઓનું પણ સંપાદન કર્યું, જેમાં પારદર્શક (1880), બંગાળ પબ્લિક ઓપિનિયન (1882), લાહોર ટ્રિબ્યુન (1887), ધ ન્યુ ઇન્ડિયા (1892), ધ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા (1901), વંદે માતરમ (1906, 1907), સ્વરાજ (1908-1911) તથા ધ હિન્દુ રિવ્યુ (1913) સામેલ છે.
સ્વતંત્રતા આંદોલનમાં ખાસ અને સમાજ સુધારક રહેલા બિપિનચંદ્ર પાલે જીવનભર રાષ્ટ્રહિતમાં કામ કર્યું. 20 મે 1932ના રોજ તેમનું નિધન થયું હતું.