World’s Highest Weather Station: ચીને શા માટે સ્થાપિત કર્યું એવરેસ્ટ પર વિશ્વનું સૌથી ઊંચું હવામાન કેન્દ્ર?

News18 Gujarati
Updated: May 5, 2022, 2:23 PM IST
World’s Highest Weather Station: ચીને શા માટે સ્થાપિત કર્યું એવરેસ્ટ પર વિશ્વનું સૌથી ઊંચું હવામાન કેન્દ્ર?
ચીનએ માઉન્ટ એવરેસ્ટ પર વિશ્વનું સૌથી ઊંચું હવામાન કેન્દ્ર (Weather Station) બનાવ્યું છે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)

World’s Highest Weather Station: ચીનએ એવરેસ્ટના શિખરે હવામાન મથક સ્થાપિત કર્યું છે. આ વિશ્વનું સૌથી ઊંચું હવામાન કેન્દ્ર બની ગયું છે. તેનું પરીક્ષણ કરતા ચીની નિષ્ણાતોએ જણાવ્યું કે આ સ્ટેશનથી માહિતીનું આદાનપ્રદાન સેટેલાઇટ સિસ્ટમથી થશે અને તે દર 12 મિનિટમાં પોતાના આસપાસના વિસ્તારના હવામાનની જાણકારી એકત્રિત કરીને પ્રસારિત કરશે.

  • Share this:
World’s Highest Weather Station: જો કોઈ એક સ્થળના હવામાન (Weather) વિશે માહિતીની જરૂર હોય, તો આ માહિતી ત્યાંના અથવા તેની નજીકના હવામાન મથક (Weather Station) પરથી મેળવી શકાય છે. પરંતુ જે રીતે કોઈ એક સ્થળ પર સમગ્ર વિશ્વના હવામાન અને આબોહવાની અસર થાય છે, તે જ રીતે એક હવામાન કેન્દ્ર પણ એક સ્થળ વિશે સંપૂર્ણ માહિતી આપી શકતું નથી. તેથી સચોટ માહિતી અને આગાહી માટે હવામાન મથકો દૂર દૂર સુધી સ્થાપિત કરવામાં આવે છે અને હવામાનની પેટર્ન વિશે જાણવાના પ્રયાસો કરવામાં આવે છે. ચીને પણ માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) પર એક હવામાન કેન્દ્ર સ્થાપ્યું છે, જે વિશ્વનું સૌથી ઊંચું હવામાન કેન્દ્ર છે.

કર્યું સફળ પરીક્ષણ

વૈજ્ઞાનિકોની એક ટીમે સમુદ્ર સપાટીથી 8830 મીટરની ઉંચાઈ પર આ ઓટોમેટિક સ્ટેશનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું અને ટ્રાન્સમિશન દ્વારા દર્શાવ્યું કે આ સિસ્ટમ કામ કરી રહી છે. સૌર ઉર્જાથી સંચાલિત આ સ્ટેશન ખરાબ હવામાનમાં પણ બે વર્ષ સુધી કામ કરી શકે છે અને ડેટા ટ્રાન્સમિશન માટે તેમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ પણ છે.

આ પણ વાંચો: ભારત 60 દેશો પાસેથી લઈ રહ્યું છે સહયોગ, અંતરિક્ષ ક્ષેત્રમાં વધી ઇસરોની સક્રિયતા

જૂનો રેકોર્ડ તોડ્યો

આ સ્ટેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે દર 12 મિનિટે એક કોડ મેસેજ પ્રસારિત કરી શકે છે. ચીનની એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર, આ નવા સ્ટેશને બ્રિટિશ અને અમેરિકન વૈજ્ઞાનિકોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેમણે એવરેસ્ટની દક્ષિણ બાજુએ 8430 ની ઊંચાઈ પર એક હવામાન મથકની સ્થાપના કરી હતી.ચીન પહેલા પણ આવું કરી ચૂક્યું છે

આ પહેલા પણ ચીને એવરેસ્ટની આસપાસની ખૂબ જ ઉંચાઈ પર ત્રણ વેધર સ્ટેશન સ્થાપ્યા હતા. આ સ્ટેશન એવરેસ્ટની ઉત્તરમાં 7,028 મીટર, 7,790 મીટર અને 8,300 મીટરની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવ્યા હતા. બીજિંગના 5,200 મીટરથી 8,300 મીટરની ઉંચાઈ પર કામ કરતા આવા સાત હવામાન મથકો કાર્યરત છે.

World’s Highest Weather Station
ચીન એવરેસ્ટ પર જ ત્રણ હવામાન કેન્દ્ર બનાવી ચૂક્યું છે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)


માત્ર 50 કિલોના ઉપકરણોથી

રિપોર્ટ્સ અનુસાર, એવરેસ્ટની ટોચ પર બનેલા આ વેધર સ્ટેશનને સ્થાપિત કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનોનું વજન માત્ર 50 કિલો હતું, જેને શિખર પર લઈ જવાનું હતું. હવે આ કેન્દ્રથી આસપાસના વિસ્તારના હવામાન સંબંધિત માહિતી મળશે, જે અત્યાર સુધી દુનિયાને મળી શકી નથી. આ દૃષ્ટિએ આ કેન્દ્ર ખૂબ જ મહત્વપૂર્ણ હવામાન કેન્દ્ર સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: શા માટે ભારત-પાકિસ્તાન સીમાથી પણ ખતરનાક છે નોર્થ-સાઉથ કોરિયા બોર્ડર?

એવરેસ્ટની ટોચ પર કેટલો બરફ છે

આ અભિયાન અર્થ સમિટ મિશન 2022 હેઠળ પૂર્ણ થયું હતું. ટોચ પર પહોંચ્યા બાદ વૈજ્ઞાનિકોની ટીમે તેમના અવલોકનો અને નમૂના મેળવવાના અભિયાનો પણ પૂર્ણ કર્યા. આ અભિયાન શિખર પર બરફની જાડાઈ શોધવા માટે અભ્યાસ કરી રહ્યું છે. ટીમે 5,800 અને 8,300 મીટરની ઉંચાઈએ બરફ અને ખડકોના નમૂના લીધા છે.

World’s Highest Weather Station
આ હવામાન કેન્દ્ર દ્વારા ચીની વૈજ્ઞાનિકો એવરેસ્ટ પર જળવાયુ પરિવર્તનની અસર પણ જાણવાનો પ્રયાસ કરશે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)


બરફની નીચે શું છે

આ અભિયાનનો હેતુ જળવાયુ પરિવર્તનની પેટર્નની તપાસ તેમજ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈએ ગ્રીનહાઉસ ગેસોની માત્રામાં ફેરફારનો અભ્યાસ કરવાનો પણ છે. ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના તિબેટીયન પ્લેટુ રિસર્ચ (આઈટીપી)ના સંશોધક વૂ જિયાંગયુઆંગે જણાવ્યું કે વૈજ્ઞાનિકો એ જાણવા માંગે છે કે પૃથ્વીના સૌથી ઊંચા સ્થાન પર બરફની નીચે શું છે.

માઉન્ટ એવરેસ્ટ તિબેટના કિંઘાઈ પ્લેટુ પર સ્થિત છે, જેને વિશ્વની છત, એશિયાના ટાવર અને પૃથ્વીના ત્રીજા સ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગયા મહિનાની 28મી તારીખથી શરુ થયેલા આ અભિયાનની શરૂઆત 270 સભ્યો વાળી કુલ 16 ટીમોએ કરી હતી, પરંતુ અંતિમ ચરણમાં માત્ર 13 પર્વતારોહકોએ ભાગ લીધો હતો.
Published by: Nirali Dave
First published: May 5, 2022, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading