Explained: મ્યુચ્યુઅલ ફંડ માટે KYC કેવી રીતે કરશો? આ રહી સરળ પદ્ધતિ

News18 Gujarati
Updated: March 1, 2021, 10:11 PM IST
Explained: મ્યુચ્યુઅલ ફંડ માટે KYC કેવી રીતે કરશો? આ રહી સરળ પદ્ધતિ
પ્રતિકાત્મક તસવીર

સામાન્ય રીતે લોકો નોકરી સહિતના કારણસર બીજા શહેરમાં સ્થળાંતરીત થાય છે. કેટલાક લોકો વિદેશ સ્થાઈ થાય છે. આવી સ્થિતિમાં નામ સરનામા સહિતની વિગતો બદલાવી પડે છે. KYC પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડે છે.

  • Share this:
નવી દિલ્હીઃ મ્યુચ્યુઅલ ફંડના (Mutual funds) રોકાણકારોને KYC કરવું ખૂબ મોટી બાબત છે. રોકાણકારોને (Invester) ખાતું ખોલાવ્યા પહેલા અથવા ત્યારબાદ પણ KYC કરવાનું કહેવામાં આવતું હોય છે. આ પ્રક્રિયામાંથી તમામ રોકાણકારોને પસાર થવું પડે છે. ત્યારે KYCની પ્રક્રિયા ક્યારે અને કેવી રીતે કરવી જોઈએ તે જાણીશું.

KYC કરવાની જરૂર કેમ?
સામાન્ય રીતે લોકો નોકરી સહિતના કારણસર બીજા શહેરમાં સ્થળાંતરીત થાય છે. કેટલાક લોકો વિદેશ સ્થાઈ થાય છે. આવી સ્થિતિમાં નામ સરનામા સહિતની વિગતો બદલાવી પડે છે. KYC પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડે છે.

KYC બદલાવવથી બેન્ક અથવા ડિમેટ ખાતાના હોલ્ડિંગ ઉપર પડે?
ઘણી વખત લોકોને સવાલ થાય કે, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સિવાય, ડીમેટ ખાતું અને થોડા બેંક ખાતા હોય તેવા કિસ્સામાં શું KYCમાં બદલાવની અસર અન્ય હોલ્ડિંગ્સને પણ પડે કે નહીં? આ સવાલનો જવાબ ના છે. તમારા બેન્ક અને ડિમેટ ખાતામાં મ્યુચ્યુઅલ ફંડના KYC બદલવાથી કોઈ અસર પડતી નથી. દરેક આર્થિક મામલે એક જ KYC રહે તેવી પદ્ધતિ વિકસવાને હજુ ઘણી વાર છે. હજુ માત્ર વિચારણા હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! ભાભીએ નણંદને કહ્યું "ક્યાં ગઈ પેલી લુખ્ખી?", ભાઈએ પત્નીનો લીધો પક્ષઆ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! પ્રેમિકાની ઇચ્છાથી પ્રેમીને પલંગ સાથે બાંધી શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો, પ્રેમીનું થયું મોત

કયા કાગળિયા તૈયાર રાખવા પડશે?
મ્યુચ્યુઅલ ફંડનું KYC કરવા માટે KYC ડેટેઇલ ચેન્જ નામનું ફોર્મ મેળવવું પડશે. આ ફોર્મ CAMS અથવા K-finની વેબસાઈટમાંથી મળશે. KYC અપડેશન ફોર્મ્સ સાથે પાનની સ્વ-પ્રમાણિત નકલ આવશ્યક છે. નામ અને પાન નંબરની વિગતો ભર્યા બાદ જે વિગતો બદલાવવી છે, તે વિકલ્પ પસંદ કરો.

સરળ ભાષામાં સમજીએ તો તમારે સરનામું બદલવા માટે પાસપોર્ટ, રેશનકાર્ડ, વીજળીના બિલ, એકાઉન્ટ ધારકનું નામ અને સરનામું સ્પષ્ટ દેખાતું હોય તેવું લેટેસ્ટ બેક સ્ટેટમેન્ટ આપવું પડશે. જો સંદેશાવ્યવહાર અને કાયમી સરનામાં માટે સરનામું અલગ હોય તો, પછી બંને માટે સહાયક દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર છે.

આ પણ વાંચોઃ-રાજકોટ : 'તું હવે મને નથી જોઈતી', પત્ની બે વખત બાઇક પરથી પડી ગઈ, રસ્તા વચ્ચે પત્નીને છોડી પતિ જતો રહ્યો

આ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ

આ ફોર્મ તમારે મ્યુચ્યુઅલ ફંડની કચેરી અથવા રજીસ્ટ્રરલ એન્ડ ટ્રાન્સફર એજન્ટને પહોંચાડવું પડશે. એટલું જ નહીં વેરિફિકેશન માટે ઓરિજિનલ પુરાવા પણ સાથે રાખવા પડશે.

શું KYC ઓનલાઈન થઈ શકે?
KYC માટેની પ્રથમ પ્રક્રિયા જ ઓનલાઈન થઈ શકે છે. આવા કિસ્સામાં પ્રથમ મ્યુચ્યુઅલ ફંડની વેબસાઈટ ઉપર ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડે અને ત્યારબાદ વિડીયો કોલથી વેરિફિકેશન થાય છે. પરંતુ જો તમારે કોઈ બદલાવ કરવા હોય તો તે ઓનલાઈન થઈ શકતો નથી. ફોર્મ આપ્યાના 7થી10 દિવસમાં કેવાયસી પૂર્ણ થાય છે.
Published by: ankit patel
First published: March 1, 2021, 6:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading