Shipwreck Discovery: એન્ટાર્કટિકામાં 100 વર્ષ પહેલા ડૂબી ગયું હતું જહાજ, આજે પણ છે નવા જેવું!

News18 Gujarati
Updated: May 8, 2022, 7:40 PM IST
Shipwreck Discovery: એન્ટાર્કટિકામાં 100 વર્ષ પહેલા ડૂબી ગયું હતું જહાજ, આજે પણ છે નવા જેવું!
આ જહાજનો કાટમાળ (wreckage) ખૂબ જ સારી સ્થિતિમાં છે. (Image: FMHT/Reuters)

Discovery of Ancient Shipwreck: રિસર્ચર્સે કહ્યું કે આ ધ્રુવીય ઇતિહાસમાં એક માઇલસ્ટોન છે. એન્ડ્યોરન્સ જહાજ 1914માં બ્રિટનથી ચાલ્યું હતું અને એક વર્ષની સફર બાદ તે એન્ટાર્કટિકાના મેકમર્ડો સાઉન્ડ પર પહોંચ્યું.

  • Share this:
ત્બિલિસીઃ એન્ટાર્કટિકા (Antarctica)ના કિનારે લગભગ 107 વર્ષ પહેલાં એક જહાજ ડૂબી ગયું હતું. આ એચએમએસ એન્ડ્યોરેન્સ (Endurance) જહાજ ધ્રુવીય રિસર્ચર અર્નેસ્ટ શેકલટન (Ernest Shackleton)નું હતું. હવે આ જહાજનો કાટમાળ (wreckage) મળી આવ્યો છે જે ખૂબ જ સારી સ્થિતિમાં છે. આ જહાજ 1915માં 9842 ફૂટ ઊંડે વેડેલ સમુદ્રમાં ડૂબી ગયું હતું, જે ફૉકલેન્ડ ટાપુઓની દક્ષિણમાં એન્ટાર્કટિકાના ઉત્તરીય કિનારે દક્ષિણ મહાસાગરમાં એક પોકેટ છે. ફોકલેન્ડ્સ મેરીટાઇમ હેરિટેજ ટ્રસ્ટ (Falklands Maritime Heritage Trust) અને હિસ્ટ્રી હિટ દ્વારા સંયુક્ત રીતે તેની શોધ કરવામાં આવી છે.

મિશનના અન્વેષણના નિર્દેશક (Director of exploration) મેનસન બાઉન્ડે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, મેં આના જેવો સારો લાકડાના જહાજનો કાટમાળ ક્યારેય જોયો નથી. તે બિલકુલ સીધો છે, અકબંધ છે અને સંરક્ષણની ઉત્તમ સ્થિતિમાં છે. આ ધ્રુવીય ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ છે. આઇરિશ-બ્રિટીશ સંશોધક શેકલટન (Shackleton) લાંબા સમયથી દક્ષિણ ધ્રુવની શોધખોળ કરી રહ્યા હતા. તેમણે આ વિસ્તારમાં કુલ ચાર સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા.

આ પણ વાંચો: વૈજ્ઞાનિકોએ જેને કહ્યો Black Hole એ નીકળ્યો Vampire Star, આસપાસના તારાને જ ગળી રહ્યો છે!

બરફમાં ફસાઈને ડૂબી ગયું જહાજ

એન્ડ્યોરેન્સ જહાજ 1914માં બ્રિટનથી રવાના થયું અને એક વર્ષની સફર પછી એન્ટાર્કટિકામાં મેકમર્ડો સાઉન્ડ પર પહોંચ્યું. આ યાત્રાને ઈમ્પિરિયલ ટ્રાન્સ-એન્ટાર્કટિક અભિયાન નામ આપવામાં આવ્યું હતું. એક્સ્ટ્રીમ પરિસ્થિતિને કારણે જહાજ વેડેલ સમુદ્રમાં જાડા અને સખત બરફ વચ્ચે અટવાઈ ગયું. જહાજ પર સવાર 28 લોકો, જેમાં પોતે શેકલટન પણ સામેલ હતા, તેમણે એન્ડ્યોરન્સને છોડી દીધો અને ઉત્તર તરફ તરતી બરફની સપાટી પર કેમ્પ બનાવ્યા.

આ પણ વાંચો: પ્રથમ અવકાશયાત્રી યુરી ગાગરિનના મૃત્યુ પાછળ એલિયન્સ હતા જવાબદાર? દાયકાઓ બાદ ખુલ્યું હતું રહસ્યમિશન નિષ્ફળ બાદ પણ ટીમ જીતી ગઈ

ધીરે ધીરે ટીમ નિર્જન એલિફન્ટ આઇલેન્ડ પર પહોંચી જ્યાંથી તેમને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા. આ અભિયાન અસફળ સાબિત થયું, પરંતુ ટીમના રેસ્ક્યુના કેટલાક મહિનાઓ પછી જાનહાનિ વિના શેકલટનની લીડરશિપ ક્ષમતાને વિજય તરીકે જોવામાં આવી. આ પ્રકારના અન્ય એક અભિયાન દરમિયાન 1922માં 47 વર્ષની વયે શેકલટનનું દક્ષિણ જ્યોર્જિયા ટાપુ પર અવસાન થયું અને તેમને ત્યાં જ દફનાવવામાં આવ્યા.
Published by: Nirali Dave
First published: May 8, 2022, 7:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading