International Labour Day 2022: જાણો શું છે મજૂર દિવસનો ઇતિહાસ અને શા માટે આ દિવસ મજૂરોને સમર્પિત છે?

News18 Gujarati
Updated: May 1, 2022, 12:19 PM IST
International Labour Day 2022: જાણો શું છે મજૂર દિવસનો ઇતિહાસ અને શા માટે આ દિવસ મજૂરોને સમર્પિત છે?
દર વર્ષે 1લી મેએ દેશ-દુનિયામાં ‘મજૂર દિવસ’ મનાવવામાં આવે છે. (Image Credit- Shutterstock)

International Labour Day 2022: મજૂર દિવસનો હેતુ માત્ર મજૂરોને સન્માન આપવાનો નથી, પરંતુ આ દિવસે મજૂરોના અધિકારો માટે પણ અવાજ ઉઠાવવામાં આવે છે. ચાલો જાણીએ આ દિવસનો ઇતિહાસ અને મહત્વ વિશે.

  • Share this:
International Labour Day 2022: દર વર્ષે 1લી મેએ દેશ-દુનિયામાં મજૂર દિવસ મનાવવામાં આવે છે. મજૂરો અને શ્રમિકોને સન્માન આપવાના ઉદ્દેશથી દર વર્ષે 1 મેનો દિવસ તેમને સમર્પિત હોય છે. જેને લેબર ડે (Labour Day), શ્રમિક દિવસ, મજૂર દિવસ તથા મે ડે (May Day) તરીકે ઓળખવામાં આવે છે. લેબર ડેનો હેતુ માત્ર મજૂરોને સન્માન આપવાનો નથી, પરંતુ આ દિવસે મજૂરોના અધિકારો માટે પણ અવાજ ઉઠાવવામાં આવે છે. જેથી તેમને સમાન અધિકાર મળી શકે. ચાલો જાણીએ, શું છે મજૂર દિવસનો ઈતિહાસ (International Labour Day History) અને આ દિવસ મનાવવાનો હેતુ શું છે.

આખરે શા માટે 1 મેએ મનાવવામાં આવે છે મજૂર દિવસ?

1 મે 1886ના રોજ અમેરિકામાં આંદોલનની શરૂ થઈ હતી. આ આંદોલનમાં અમેરિકાના મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેઓએ પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. આવા આંદોલનનું કારણ હતું કામના કલાકો કારણ કે, મજૂરોને દિવસમાં 15-15 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવતી હતી. આંદોલનની વચ્ચે પોલીસે મજૂરો પર ગોળીબાર કર્યો અને ઘણા મજૂરોએ જીવ ગુમાવ્યો. તો 100થી વધુ મજૂરો ઘાયલ થયા.

આ પણ વાંચો: આખરે હિન્દીની બંધારણીય સ્થિતિ શું છે, તે શા માટે રાષ્ટ્રભાષા ન બની શકી?

આ આંદોલનના ત્રણ વર્ષ બાદ 1889માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી સંમેલનની બેઠક થઈ. જેમાં નક્કી થયું કે દરેક મજૂર પાસેથી દિવસના માત્ર 8 કલાક જ કામ લેવામાં આવશે.

આ સંમેલનમાં જ 1 મેએ મજૂર દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ સાથે દર વર્ષે 1 મેના રોજ રજા આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. અમેરિકામાં આઠ કલાક કામ કરનારા કામદારોના નિયમ બાદ ઘણા દેશોમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.ભારતમાં શરૂઆત ક્યારે થઈ?

અમેરિકામાં ભલે 1 મે, 1889ના રોજ મજૂર દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હોય, પરંતુ ભારતમાં લગભગ 34 વર્ષ પછી તેની શરૂઆત થઈ હતી. ભારતમાં મજૂર દિવસની શરૂઆત 1 મે 1923ના રોજ ચેન્નાઈથી કરવામાં આવી હતી. આ નિર્ણય લેબર કિસાન પાર્ટી ઓફ હિન્દુસ્તાનની અધ્યક્ષતામાં લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: આવો વારસો છોડી ગયા મહાન ગણિતશાસ્ત્રી રામાનુજન, સંખ્યાઓના જાદૂગર તરીકે થયા હતા પ્રખ્યાત

આ બેઠકને અનેક સંસ્થાઓ અને સામાજિક પક્ષોનું સમર્થન મળ્યું હતું. જેઓ કામદારો પર થતા અત્યાચાર અને શોષણ સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. તેનું નેતૃત્વ ડાબેરી કરી રહ્યા હતા.

શું છે મજૂર દિવસનો હેતુ?

દર વર્ષે 1લી મેએ મજૂર દિવસ મનાવવાનો હેતુ મજૂરો અને કામદારોની ઉપલબ્ધિઓનું સન્માન કરવાનો અને તેમના યોગદાનને યાદ કરવાનો છે. આ સાથે કામદારોના હક અને અધિકાર માટે અવાજ ઉઠાવવો અને શોષણ રોકવાનો છે. આ દિવસે ઘણાં સંગઠનમાં કર્મચારીઓને એક દિવસની રજા આપવામાં આવે છે.
Published by: Nirali Dave
First published: May 1, 2022, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading