Black Hole: પહેલી વખત સામે આવી આકાશગંગાના બ્લેક હોલની તસ્વીર, વૈજ્ઞાનિકોને શું જાણવા મળ્યું?

News18 Gujarati
Updated: May 15, 2022, 7:32 PM IST
Black Hole: પહેલી વખત સામે આવી આકાશગંગાના બ્લેક હોલની તસ્વીર, વૈજ્ઞાનિકોને શું જાણવા મળ્યું?
વૈજ્ઞાનિકોએ પહેલી વખત આકાશગંગાના કેન્દ્રની નજીક સ્થિત સેજિટેરિયસ એ (Sagittarius A) નામના બ્લેક હોલની તસ્વીર બનાવી. (Image- @ehtelescope)

Black Hole: ઇવેન્ટ હોરાઇઝન કોલાબોરેશનના અથાક પ્રયાસોથી આ તસ્વીર શક્ય બની છે. આ પ્રયાસને કારણે વિશ્વને સેજિટેરિયસ Aની પ્રથમ અને આટલી વિસ્તૃત તસ્વીર મેળવવામાં સફળતા મળી છે.

  • Share this:
Black Hole at Milky Way’s Centre: તાજેતરમાં એક તસવીર ખૂબ ચર્ચામાં આવી છે. આ તસવીર આપણી આકાશગંગા (Milky Way Galaxy)ના કેન્દ્રની નજીક સ્થિત બ્લેક હોલની છે. આ ચોક્કસ બ્લેક હોલની આ પ્રથમ તસવીર (First Image of Black Hole) છે. પરંતુ આ કોઈ બ્લેક હોલની પહેલી તસવીર નથી. આ તસવીર આવતાની સાથે જ લોકોએ આકાશગંગાની મધ્યમાં સ્થિત સેજિટેરિયસ એ (Sagittarius A) બ્લેક હોલ વિશે જાણવાનું શરૂ કરી દીધું છે. કહેવાય છે કે આપણે આ સુપરમેસિવ બ્લેક હોલની હાજરી વિશે જાણીએ છીએ, તેના આસપાસની પણ માહિતી છે, પરંતુ તેના પોતાના વિશે હજુ સુધી વધુ માહિતી ઉપલબ્ધ નથી.

કઈ રીતે મળી તસ્વીર

ઇવેન્ટ હોરાઇઝન કોલાબોરેશનના અથાક પ્રયાસોથી આ તસ્વીર શક્ય બની છે. આ પ્રયાસને કારણે વિશ્વને સેજિટેરિયસ Aની પ્રથમ અને આટલી વિસ્તૃત તસ્વીર મેળવવામાં સફળતા મળી છે. આ ફોટોમાં બ્લેક હોલની આજુબાજુ ડોનટ આકારની કેસર ચમકતી ધૂળ જોવા મળે છે, જેમાં મધ્યમાં બ્લેક હોલનો પડછાયો છે.

આ પણ વાંચો: વિશ્વની પહેલી ગ્રીન ફ્લાઇટની પહેલી ઉડાન, 10 હજાર કિલો સુધીનું કાર્બન ઉત્સર્જન અટકાવ્યું!

તાઈપેઈમાં એકેડેમિયા સિનિકાના EHT પ્રોજેક્ટ વૈજ્ઞાનિક જ્યોફ્રી બોઅરે જણાવ્યું હતું કે, ‘અમને આ ફોટોમાં રિંગ્સનું કદ જોઈને આશ્ચર્ય થયું કારણ કે તેનો આકાર આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંતના અનુમાન સાથે ખૂબ જ સારી રીતે મેળ ખાતો હતો. આ અભૂતપૂર્વ અવલોકનોએ ગેલેક્સીના કેન્દ્રમાં ઘટનાઓ વિશેની અમારી સમજમાં સુધારો કર્યો છે.’

આ પ્રકારની બીજી તસ્વીરઆનાથી વૈજ્ઞાનિકોને બ્લેક હોલની આસપાસના વાતાવરણ વચ્ચેની આંતરક્રિયાને વધુ સારી રીતે સમજવાની તક મળી છે. ત્રણ વર્ષ પહેલાં, આ સહયોગ કાર્યક્રમે વિશ્વમાં બ્લેક હોલની અત્યારસુધીની પ્રથમ તસ્વીર બહાર પાડી હતી. આ તસ્વીર એમ87 નામના સુપરમેસીવ બ્લેક હોલની હતી. જેનું વજન આપણા સૂર્ય કરતા 6.5 અબજ ગણું વધારે હતું. જે ગેકેસ્કીના કેન્દ્રમાં 5.5 કરોડ પ્રકાશ-વર્ષ દૂર સ્થિત છે.

Black-Hole-M87
ત્રણ વર્ષ પહેલાં એમ87 નામના સુપરમેસીવ બ્લેક હોલની તસ્વીર બની હતી. (Image- @ehtelescope)


આપણી મિલ્કી વેનો સુપરમેસિવ બ્લેક હોલ

સેજિટેરિયસ A* અથવા Sgr A* તુલનાત્મક રીતે તે બ્લેક હોલ કરતાં નજીક છે, એટલે કે 25800 પ્રકાશ-વર્ષના અંતરે છે. પરંતુ બંને બ્લેક હોલ સાથે અલગ અલગ પડકારો છે. બ્લેક હોલની તસવીર લેવી એ એવી વ્યક્તિની તસવીર લેવા સમાન છે જે દેખાતી નથી કારણ કે બ્લેક હોલ કોઈપણ પ્રકારનો પ્રકાશ અથવા અન્ય રેડિયેશન ઉત્સર્જિત કરતા નથી.

આ પણ વાંચો: Bermuda Triangleનું રહસ્ય ઉકેલાયું? ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકે જણાવ્યું કેવી રીતે ડૂબે છે પ્લેન

એમ87 ની ખાસિયતો શું છે

એમ87* ને સક્રિય ગેલેક્ટીક કેન્દ્રો કહેવામાં આવે છે. તેઓ તેમની આસપાસ હાજર ધૂળ અને ગેસની વિશાળ ડિસ્કથી ઘેરાયેલા છે, જે પદાર્થને અંદર ખેંચી લે છે. આ દરમિયાન, ઘર્ષણને કારણે ઘણી ઉષ્મા પેદા થાય છે અને તેનાથી ચમક પેદા થતી હશે જે આપણે એમ87 ની તસ્વીરમાં જોઈ શકીએ છીએ.

Black-Holes-M87-and-Sagittarius-A-Size-Compare
બ્લેક હોલની તસવીર લેવી એ એવી વ્યક્તિની તસવીર લેવા સમાન છે જે દેખાતી નથી કારણ કે બ્લેક હોલ કોઈપણ પ્રકારનો પ્રકાશ અથવા અન્ય રેડિયેશન ઉત્સર્જિત કરતા નથી. EHT collaboration, Lia Medeiros, xkcd)


આકાશગંગાના કેન્દ્રમાં બ્લેક હોલ

બીજી બાજુ Sagitterias A* નજીકમાં સ્થિત છે પરંતુ તે સક્રિય નથી. તે ન બરાબર પદાર્થોને ગળી જાય છે. મિલ્કી વે ગેલેક્ટિક કેન્દ્ર ધૂળને લીધે જાડું છે, જેના કારણે ત્યાં વિશે ઘણું જાણી શકાયું નથી. વૈજ્ઞાનિકોએ અગાઉ આ બ્લેક હોલનો ચક્કર લગાવતા ગેસના વાદળ જોયા હતા. આ બ્લેક હોલની એક્રિશન ડિસ્ક અથવા એક્યુમ્યુલેશન ડિસ્ક છે. નાનો બ્લેક હોલ હોવાને કારણે, આ ડિસ્કનો ભ્રમણકક્ષાનો સમયગાળો પણ ટૂંકો છે, એટલે કે તેમાં પ્રકાશ ખૂબ જ ઝડપથી બદલાય છે.

આ અભ્યાસના પરિણામો એસ્ટ્રોફિઝિકલ જર્નલ લેટર્સમાં પ્રકાશિત થયા છે. જેમાં બંને સુપરમેસિવ બ્લેક હોલની વિગતવાર સરખામણી કરવામાં આવી છે. સંશોધકો કહે છે કે બંને બ્લેક હોલ સુપરમેસિવ બ્લેક હોલની શ્રેણીમાં ખૂબ મોટા અને નાના બ્લેક હોલ છે. તેમના વિશે જાણવાથી ગેલેક્સીના વિકાસ સહિત ઘણા ખગોળીય રહસ્યો ખુલી શકે છે. સેજિટેરિયસ A* ની આસપાસ બહુ ચમકીલું વાતાવરણ નથી, તેથી તેનો અભ્યાસ વધુ માહિતી આપી શકે છે.
Published by: Nirali Dave
First published: May 15, 2022, 7:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading