PM Modi in Denmark: જર્મની બાદ PM મોદી ડેનમાર્કની મુલાકાતે, 10 પોઇન્ટમાં જાણો શા માટે ખાસ છે આ યાત્રા

News18 Gujarati
Updated: May 3, 2022, 2:08 PM IST
PM Modi in Denmark: જર્મની બાદ PM મોદી ડેનમાર્કની મુલાકાતે, 10 પોઇન્ટમાં જાણો શા માટે ખાસ છે આ યાત્રા
PM મોદીની આજે ડેનમાર્કની મુલાકાત પણ જર્મનીની જેમ વ્યસ્ત રહેવાની છે. (Photo- AP)

PM Modi On Denmark Tour: ત્રણ યુરોપિયન દેશોની યાત્રા દરમિયાન પીએમ મોદી આજે ડેનમાર્કની મુલાકાતે છે. પીએમ મોદી ડેનમાર્કના પીએમ સાથે શિખર સંમેલન કરશે. 10 પોઇન્ટમાં જાણો શા માટે ખાસ છે આ યાત્રા.

  • Share this:
નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ દિવસોમાં 3 દેશોની 3 દિવસીય યુરોપ (Europe) યાત્રા પર છે. પહેલા દિવસે જર્મનીમાં તેમનો વ્યસ્ત કાર્યક્રમ રહ્યો. પીએમ મોદીએ જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે વાતચીત કરી, ભારતીય સમુદાયને સંબોધિત કર્યો અને ઘણાં ટોચના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી. બીજા દિવસે મંગળવારે એટલે કે આજે તેઓ ડેનમાર્કના પ્રવાસે છે. પીએમ મોદીની પહેલી ડેનમાર્ક વિઝિટ છે. જાણો આ પ્રવાસની 10 ખાસ વાતો.

1. ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિકસન ઓક્ટોબરમાં ભારત આવ્યા હતા. પીએમ મોદી આજે તેમને પણ મળવાના છે. આ તેમની ડેનિશ વડાપ્રધાન સાથે ત્રીજી સમિટ લેવલની મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય મુદ્દાઓ સાથે-સાથે ક્ષેત્રીય અને વૈશ્વિક હિતના મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.

2. પીએમ મોદી અને ફ્રેડરિકસન બાદમાં ભારત-ડેનમાર્ક બિઝનેસ ફોરમના નેજા હેઠળ બંને દેશોના બિઝનેસ રાઉન્ડ ટેબલમાં ભાગ લેશે. બિઝનેસ લીડર્સ સાથે વાત કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ડેનમાર્કની 200 થી વધુ કંપનીઓ 'મેક ઇન ઇન્ડિયા' અને અન્ય સરકારી મિશનને પ્રોત્સાહન આપવામાં લાગેલી છે.

આ પણ વાંચો: PM Modi Europe Visit: PM મોદીએ જર્મનીમાં કહ્યું - રશિયા અને યુક્રેનના જંગમાં કોઇપણ દેશ વિજયી થઇ શકે નહીં

3. પીએમ મોદી ડેનમાર્ક, આઈસલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન અને નોર્વેના વડાપ્રધાન સાથે બીજ ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલન કોરોના મહામારી પછી આર્થિક પુનઃપ્રાપ્તિ, જળવાયુ પરિવર્તન, પુનઃપ્રાપ્ય ઊર્જા વગેરે જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

4. ભારત ક્લાઈમેટ ચેન્જ, ઈનોવેશન, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રોમાં નોર્ડિક દેશો સાથે સહયોગ મજબૂત કરવા જઈ રહ્યું છે. નોર્ડિક દેશોમાં આઇસલેન્ડ, નોર્વે, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર નોર્ડિક ક્ષેત્ર સાથે ભારતનો વેપાર લગભગ એક અબજ ડોલરનો છે.5. ભારત-નોર્ડિક સમિટ ઉપરાંત, પીએમ મોદી આઇસલેન્ડ, નોર્વે, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખો સાથે અલગ-અલગ દ્વિપક્ષીય મુલાકાત કરશે. અમેરિકા સિવાય ભારત એકમાત્ર એવો દેશ છે, જેની સાથે નોર્ડિક દેશોની સમિટ-સ્તરની બેઠકો યોજાય છે.

6. કોપનહેગનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ડેનમાર્કની મહારાણી માર્ગ્રેથ-2ને પણ મળવાના છે. પીએમ મોદીના સન્માનમાં મહારાણીએ ડિનરનું આયોજન કર્યું છે.

આ પણ વાંચો: Pakistan : PM પદ પરથી હટ્યા બાદ પોતાની સાથે 15 કરોડની કાર લઇ ગયા ઇમરાન ખાન

7. વડાપ્રધાન મોદી આ યુરોપિયન યુનિયનમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. ડેનમાર્કમાં લગભગ 16,000 ભારતીય મૂળના લોકો રહે છે. PMO અનુસાર ભારતીય મૂળના લગભગ 10 લાખ લોકો યુરોપમાં રહે છે. આમાંના મોટા ભાગના જર્મનીમાં છે.

8. યુરોપિયન યુનિયન માટે ભારત ખૂબ જ મહત્વનો વેપારી ભાગીદાર છે. 2020માં યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે 66.6 અબજ ડોલરનો વેપાર થયો હતો. કોરોનાકાળમાં સૌથી ઝડપથી વિકસેલી અર્થવ્યવસ્થાઓમાંથી એક ભારતની અર્થવ્યવસ્થા છે. એવામાં યુરોપિયન દેશો પણ ભારત સાથેના સંબંધો પર ખૂબ ભાર આપી રહ્યા છે.

9. ડેનમાર્ક બાદ PM મોદી ફ્રાંસ જશે. ફ્રાન્સ સાથે ભારતના મજબૂત વ્યૂહાત્મક, સંરક્ષણ અને વેપારી સંબંધો છે. ભારતને ફ્રાન્સ પાસેથી જગુઆર અને મિરાજ જેવા લડાકૂ વિમાન મળ્યા છે. હવે અદ્યતન ફાઈટર એરક્રાફ્ટ રાફેલ પણ ભારતીય સેનામાં સામેલ થઈ ગયા છે.

10. PM મોદી ફ્રાન્સમાં તાજેતરમાં ફરીથી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોનને મળશે. મેક્રોન અને મોદી ભૂતકાળમાં પણ ઘણી વખત મળ્યા છે. બંને વચ્ચેનું બોન્ડિગ ઘણું સારું છે. બંને આ સંબંધોને વધુ મજબૂત કરવા માટે પગલાં લેશે.
Published by: Nirali Dave
First published: May 3, 2022, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading