OMG Snooze time in Office: વેકફિટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પર આ મેઇલનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. તેમાં રામલિંગગૌડાએ લખ્યું કે, અમે બપોરે કામ દરમિયાન સુવાની ઘટનાને હવે સામાન્ય બનાવવાનો નિર્ણય કર્યો છે
ઓફિસમાં કામ દરમિયાન થાકી જતા કર્મચારીઓ એક બે ઝપકી પણ લઇ લેતા હોય છે. જો બોસ આ ઝપકી લેતા જોઇ જાય તો તો ખૈર નહી. પણ જો ઓફિસમાં 30 મિનિટ માટે સુઇ જવાની મંજૂરી મળે તો? કર્મચારીઓના આ સપનાને બેંગ્લોર-હેડક્વાર્ટર ધરાવતી કંપની વેકફિટ (wakefit)એ પુરુ કર્યું છે.
આ કંપનીના સહ-સ્થાપક ચૈતન્ય રામલિંગેગૌડા (Chaitanya Ramalingegowda) છે. તેમણે કર્મચારીઓને એક ઈ-મેલ દ્વારા આ વાતની જાણ કરી હતી. તે ઈ-મેલ પ્રમાણે કંપનીના તમામ કર્મચારીઓને હવે કામ દરમિયાન 30 મિનિટ સુધી સુવા માટે મંજૂરી આપવામાં આવશે.
વેકફિટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પર આ મેઇલનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. તેમાં રામલિંગગૌડાએ લખ્યું કે, અમે બપોરે કામ દરમિયાન સુવાની ઘટનાને હવે સામાન્ય બનાવવાનો નિર્ણય કર્યો છે. અમે અમારા તમામ કર્મચારીઓ માટે બપોરે 2 થી 2:30 વાગ્યા સુધીનો સત્તાવાર રીતે સુવાનો સમય જાહેર કરીએ છીએ.
આ સિવાય તેમણે મેઇલમાં લખ્યુ છે કે, બપોરે સુવાથી વ્યક્તિની કામગીરી અને ઉત્પાદકતા અને ક્રિએટિવીટીમાં સુધારો થાય છે. તેમણે નાસા અને હાર્વર્ડની સ્ટડીના અભ્યાસને ટાંકતા કહ્યું કે, નાસાની એક સ્ટડી પ્રમાણે જાણવા મળે છે કે, 26 મિનિટની ઊંઘ લેવાથી પરફોર્મન્સમાં 33% વધારો થઈ શકે છે. જ્યારે હાર્વર્ડ અભ્યાસ ઊંઘ તમને કામના તણાવથી કઈ રીતે બચાવતી હોવાનું સમજાવે છે. કંપનીએ આ પગલાને સુવાનો (Right to Nap) અધિકાર ગણાવ્યો છે.
કંપનીની સોશિયલ મીડિયામાં પ્રશંસાકંપનીના આ પગલાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. કંપનીના એક કર્મચારીએ લખ્યું કે, આ માટે વેકફિટ અને ચૈતન્ય રામલિંગાગૌડાનો ખૂબ ખૂબ આભાર. આ એક ખૂબ જ જરૂરી અધિકાર છે, જેના આપણે બધા હકદાર હતા અને અમે ખૂબ જ ખુશ છીએ કે વેકફિટ આ બાબતને સમજીને તેને અમલમાં મૂક્યું છે.
અન્ય એક કર્મચારીએ લખ્યું, હું સ્લીપ ઇન્ટર્ન છું અને અમે પહેલા એવા લોકો હતા જેમને ઊંઘવા માટે પૈસા આપવામાં આવતા હતા. હું કંપનીના આ પગલાની પ્રશંસા કરું છું.
અહી ઉલ્લેખનિય છે કે, 2019માં વેકફિટે (Wakefit) રૂ. 1 લાખના પેકેજ પર કેટલાક ઈન્ટર્નને હાયર કર્યા હતા, જેમનું કામ 100 દિવસ સુધી ઓફિસમાં 9 કલાક ઊંઘવાનું હતું.