Sukhdev Thapar: આઝાદીની લડાઈમાં માત્ર ભગત સિંહના સાથી ન હતા સુખદેવ, જાણો તેમના વિશે રસપ્રદ વાતો

News18 Gujarati
Updated: May 15, 2022, 11:01 AM IST
Sukhdev Thapar: આઝાદીની લડાઈમાં માત્ર ભગત સિંહના સાથી ન હતા સુખદેવ, જાણો તેમના વિશે રસપ્રદ વાતો
સુખદેવે (Sukhdev) એક ઉત્કૃષ્ટ સંગઠનકર્તા તરીકે ઉત્તર ભારતના ઘણાં યુવાનોમાં દેશભક્તિનું જોમ જગાડ્યું હતું. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)

સુખદેવ થાપર (Sukhdev Thapar) માત્ર એક જોશીલા ક્રાંતિકારી ન હતા, જેમણે ભગત સિંહ સાથે લાહોર યોજનાને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો. એક માર્ક્સવાદી સોશ્યલિસ્ટ ક્રાંતિકારી સુખદેવ લોકોમાં ક્રાંતિ વિશે જાગૃતિ ફેલાવવા ઇચ્છતા હતા. ભગત સિંહના ખાસ મિત્ર રહેલા સુખદેવે એક ઉત્કૃષ્ટ સંગઠનકર્તા તરીકે ઉત્તર ભારતના ઘણાં યુવાનોમાં દેશભક્તિનું જોમ જગાડ્યું હતું.

  • Share this:
Sukhdev Thapar Birth Anniversary: ભારતના સ્વતંત્રતા આંદોલન (Freedom Movement) ઇતિહાસમાં સુખદેવ થાપર (Sukhdev Thapar)નો ઉલ્લેખ બહુ ઓછો જોવા મળે છે. તેમને જ્યારે પણ યાદ કરવામાં આવે છે, ભગત સિંહ સાથે જ યાદ કરવામાં આવે છે. વાસ્તવમાં વિચારો અને પ્રવૃત્તિઓથી સુખદેવ, ભગતસિંહ (Bhagat Singh)ની જેમ જ એક માર્ક્સવાદી સોશ્યલિસ્ટ ક્રાંતિકારી હતા, જેમના માટે સૌથી જરૂરી હતું કે લોકો પહેલા ક્રાંતિનો મતલબ સમજે, પછી આંદોલનમાં જોડાય. સુખદેવના વિચાર તેમની કાર્યશૈલીમાં પણ જોવા મળ્યા અને તેઓ ઉત્તર ભારતમાં એક ઉત્કૃષ્ટ સંગઠનકર્તા પણ સાબિત થયા.

બાળપણથી જ દેશભક્તિનો માહોલ

સુખદેવ થાપરનો જન્મ 15 મે 1907ના રોજ પંજાબમાં લુધિયાણાના પંજાબી ખત્રી પરિવારમાં થયો હતો, તેમના પિતાનું નામ રામલાલ અને માનું નામ રલ્લી દેવી હતું. સુખદેવ જ્યારે બહુ નાની વયના હતા, ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. એવામાં સુખદેવનો ઉછેર તેમના કાકા લાલા ચિંતરામે કર્યો, જેઓ ખુદ એક આર્યસમાજી અને કોંગ્રેસ કાર્યકર્તા હતા.

આ પણ વાંચો: શહીદ દિવસ- કેવી રીતે એક ક્રાંતિકારી વિચારધારા બની ગયા હતા ભગત સિંહ

સુખદેવનું મહત્વ

ક્રાંતિકારીઓના સમૂહમાં સુખદેવ કંઈ નાનું નામ નહોતું. તેઓ હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન આર્મી (HSRA)ની સેન્ટ્રલ કમિટીના સભ્ય હતા. આ સંગઠનની સ્થાપના 8 સપ્ટેમ્બર 1928ના રોજ બ્રિટિશ શાસન વિરુદ્ધ કામ કરતા ક્રાંતિકારીઓએ કરી હતી. આ ક્રાંતિકારીઓ પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનના હતા. સુખદેવ આમાં પંજાબના સંગઠનના વડા હતા.
Sukhdev Thapar
સુખદેવ થાપર ક્રાંતિકારીઓમાં એક ઉત્તમ સંગઠનકર્તા અને રણનીતિકાર હતા. (Image- Wikimedia Commons)


ભગત સિંહ સાથે પ્રથમ મુલાકાત

સુખદેવને પાર્ટીમાં તેમના સાથીદારો દયાલ, સ્વામી અને બીજા ઘણા નામોથી બોલાવતા હતા. તેઓ 1921માં નેશનલ કોલેજમાં જોડાયા, જ્યાં તેમની મિત્રતા ભગત સિંહ, ભગવતી ચરણ વોહરા અને યશપાલ સાથે થઈ. બાદમાં તેઓ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયા જે 1928માં સોશ્યલિસ્ટ બન્યા.

વિચારધારાઓનો પ્રભાવ

શરૂઆતમાં સુખદેવ અને તેમના મિત્ર પિયરે જોસેફ પ્રાઉડન એનાર્કિસ્ટ વિચારો અને રશિયન ક્રાંતિકારી મિખાઈલ બાકુનિનથી પ્રભાવિત હતા. પરંતુ માર્ક્સવાદી છબીલ દાસ અને સોહન સિંહ જોશને મળ્યા બાદ તેમનો ઝોક માર્ક્સવાદ તરફ વધ્યો. આ પછી તેમણે એક મોટું સંગઠન ખોલવાનું નક્કી કર્યું, જેનું નામ નૌજવાન ભારત સભા હતું.

આ પણ વાંચો: આખરે શા માટે જલ્લાદોએ મંગલ પાંડેને ફાંસી પર ચઢાવવાની ના પાડી દીધી?

સંગઠનકર્તા સુખદેવ

નૌજવાન ભારત સભાનો ઉદ્દેશ્ય પંજાબના યુવા વિદ્યાર્થીઓને મજૂરો અને ખેડૂતો વચ્ચે કામ કરવા માટે પ્રેરિત કરવાનો હતો. સુખદેવ અને તેમના સાથીઓએ કોલેજના વિદ્યાર્થીઓ માટે લાહોર સ્ટુડન્ટ્સ યુનિયન અને શાળાના વિદ્યાર્થીઓ માટે બાલ ભારત સભાની પણ રચના કરી અને વધુને વધુ વિદ્યાર્થીઓને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપવાનું કામ કર્યું.

Sukhdev Thapar
સુખદેવ થાપર, ભગત સિંહ અને રાજગુરુ ખાસ મિત્રો હતા. (Image- Wikimedia Commons)


એક મોટો નિર્ણય

1928માં સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે લાઠીચાર્જમાં લાલા લજપત રાયના મૃત્યુ પછી, ઉત્તર ભારતના યુવાનોમાં ભારે ગુસ્સો હતો. તેમાં સુખદેવ પણ બાકાત ન હતા. એવામાં, HSRAએ તેમના મૃત્યુનો બદલો લેવાનું નક્કી કર્યું.

સુખદેવ પહેલાથી જ પાર્ટીમાં પંજાબના વડા હતા. સુખદેવે પણ આ કાર્ય માટે એક્શન પ્લાન બનાવ્યો અને ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને રાજગુરુ સાથે મળીને તેને સફળતાપૂર્વક પાર પાડ્યો. 1929માં જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમને આ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. ફાંસીની સજા પહેલા તેમણે જેલમાં લખેલા પત્રો દર્શાવે છે કે તેમની વિચારસરણી કેટલી ઉચ્ચ અને ઊંડી હતી.
Published by: Nirali Dave
First published: May 15, 2022, 10:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading