Operation Smiling Buddha: આજે ભારત (India) પરમાણુ શક્તિથી સંપન્ન દેશ છે. આજથી 48 વર્ષ પહેલા 18 મે 1974ના રોજ, ભારતે પોતાનું પ્રથમ પરમાણુ પરીક્ષણ (Nuclear Tests) રાજસ્થાનની પોખરણ ટેસ્ટ રેન્જમાં કર્યું હતું. ભારતે આ પરીક્ષણને શાંતિપૂર્ણ ઉપયોગ માટે કરવામાં આવેલું પરમાણુ પરીક્ષણ ગણાવતા કહ્યું કે તે તેનો ઉપયોગ પરમાણુ હથિયાર બનાવવા માટે નહીં કરે. આ દિવસે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ હતો. અને તેના કારણે આ ઓપરેશનનું નામ ‘ઓપરેશન સ્માઈલીંગ બુદ્ધા’ (Operation Smiling Buddha) રાખવામાં આવ્યું હતું. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ ઓપરેશન સાથે બુદ્ધની એક વાર્તા પણ જોડાયેલી છે.
ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર
આ પરીક્ષણ ભારતની અગ્રણી પરમાણુ સંશોધન સંસ્થા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) ના ડિરેક્ટર રાજા રમન્નાની દેખરેખ હેઠળ થયું હતું. આ આખું ઓપરેશન BARC દ્વારા 7 સપ્ટેમ્બર 1972ના રોજ શરૂ કરવામાં આવ્યું અને તેણે જ સંપૂર્ણ અંજામ આપ્યો હતો. તેમ છતાં, નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ પરીક્ષણ 8-12 કિલોટન TNT ના વિસ્ફોટ બરાબર હતું.
આ પણ વાંચો: 24 વર્ષ પહેલા થયું હતું પોખરણ 2 પરીક્ષણ, કેમ આજે પણ છે મહત્વનું
આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત
આ પરીક્ષણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય દેશોની બહાર આયોજિત પ્રથમ પરીક્ષણ હતું, તે સમયે પણ યુએસ અને વિશ્વની અન્ય ગુપ્તચર એજન્સીઓને આ પરીક્ષણની જાણ નહોતી. આ પરીક્ષણ સાથે ભારત યુએસ, સોવિયત યુનિયન, ફ્રાન્સ અને ચીન પછી સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કરનાર છઠ્ઠો દેશ બન્યો. આ પરીક્ષણને કારણે, અમેરિકા અને અન્ય મોટા ઔદ્યોગિક દેશોએ ભારત પર કડક પ્રતિબંધો લગાવી દીધા હતા. તેમણે દાવો કર્યો હતો કે આનાથી પરમાણુ પ્રસારને પ્રોત્સાહન મળશે.
ઘણા સમયથી પ્રયાસો ચાલુ હતા
ભારતને પરમાણુ સંપન્ન બનાવવાના પ્રયાસો આઝાદી પહેલાથી જ શરૂ થઈ ગયા છે. આઝાદી પછી, જ્યારે ભારતે પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરવા માટે પરમાણુ કેન્દ્રો બનાવ્યા, ત્યારે ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ સંસદમાં કહ્યું હતું કે ભારત સક્ષમ હશે તો પણ પરમાણુ શસ્ત્રો બનાવશે નહીં.

પરમાણુ પરીક્ષણના કાર્યક્રમમાં તેજી ભારત પાક 1971ના યુદ્ધ બાદ ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં આવી હતી. (Image- shutterstock)
ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં આવી તેજી
બાદમાં ભારતના બીજા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના કાર્યકાળમાં પરમાણુ કાર્યક્રમના શાંતિપૂર્ણ ઉપયોગ પર જ ભાર મૂકવામાં આવ્યો હતો. પરંતુ ઈન્દિરા ગાંધી સત્તામાં આવ્યા બાદ આ કાર્યક્રમને વેગ મળ્યો. તેમણે જ પરમાણુ ક્ષમતાના વિકાસના કાર્યક્રમને આગળ ધપાવ્યો. આ પરીક્ષણમાં 75 વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ટીમ સામેલ હતી, જેનું નેતૃત્વ રાજા રામન્ના, પીકે આયંગર, રાજગોપાલ, ચિદમ્બરમ અને અન્ય વૈજ્ઞાનિકોએ કર્યું હતું. જેમણે 1967 થી 1974 સુધી કામ કર્યું હતું.
ભારત પાક યુદ્ધ
1971માં ભારત-પાક યુદ્ધ અને બાંગ્લાદેશની આઝાદીના સંઘર્ષ દરમિયાન અમેરિકન સરકારે બંગાળની ખાડીમાં યુદ્ધ જહાજ તૈનાત કર્યું હતું. તે સમયે પરોક્ષ રીતે ભારતની સાથે રહેલા સોવિયેત સંઘે પણ સબમરીન મોકલી હતી. સોવિયેત સંઘની પ્રતિક્રિયાએ ભારતને અણુશક્તિનો અહેસાસ કરાવ્યો. પરિસ્થિતિ વધુ ખરાબ થાય તે પહેલાં, યુદ્ધનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો.

પોખરણમાં ભારતે 1974 અને ત્યારબાદ 1998માં પરમાણુ પરીક્ષણ કર્યા હતા. (પ્રતીકાત્મક ફોટો: Rudra Narayan Mitra/shutterstock)
મગધ વૈશાલી અને બુદ્ધ
આ ઘટના, આંતરરાષ્ટ્રીય દબાણ અને અમુક પરિસ્થિતિએ ભારતને ઘણા પાઠ આપ્યા અને ભારતે પરમાણુ પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો. પરંતુ બહુ ઓછા લોકો જાણી શક્યા કે બુદ્ધ સાથે સ્મિતને જોડવાની વાર્તા શું હતી. ભારતના ઇતિહાસમાં બુદ્ધના સમયમાં જ શક્તિશાળી મગધ દ્વારા વૈશાલી રાજ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. મગધ પાસે રાજાશાહીનું વિશાળ સૈન્ય હતું, વૈશાલીમાં એક પ્રકારની લોકશાહી હતી અને ત્યાંના લોકો નક્કી કરતા હતા કે લડવું કે નહીં, કેવી રીતે લડવું, કોની સામે લડવું.
આ પણ વાંચો: PHOTOS: ‘લુમ્બિની’માં થયો હતો ભગવાન બુદ્ધનો જન્મ, આજે છે યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સામેલ
તેનું પરિણામ એ આવ્યું કે મગધએ વૈશાલી પર ભારે ખૂનખરાબો કરતા કબજો કરી લીધો. આ અંગે બુદ્ધ ખૂબ નિરાશ થયા હતા. તેમના મતે શાંતિ કાયમ રાખવા માટે રાજ્યને યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર હોવું જોઈએ. 1964થી ભારત વૈશાલી જેવું અને ચીન મગધ જેવું હતું. અને પરમાણુ પરિક્ષણની સફળતાનો અર્થ એ જ હતો કે જો બુદ્ધ હોત તો તેઓ હસતા હોત, તેથી જ આ ઓપરેશનનું નામ સ્માઈલિંગ બુદ્ધા રાખવામાં આવ્યું હતું.